RSS

“આપણે સ્વાર્થી થઇ ગયા છીએ”

07 Aug

વ્હાલા પપ્પા ,
અત્યારે અહી વેકેશન સમય છે તો જ્યારે પણ ક્યાંક બહાર જવાનું થાય તમે અચૂક તમારી યાદ આવી જાય છે.એનું કારણ છે તમારી મારા પ્રત્યેની ચિંતા અને લાગણી.

અમે જ્યારે પણ વેકેશનમાં બહાર જવાં તૈયારી કરતા હતાં ત્યારે તમે હંમેશા બહું જ ચોકસાઇ પૂર્વક સાથે લઇ જવાની સામગ્રીઓ વિશે પુછતા હતા.અમે સાથે શું શું લીધું તેની ચોકસાઈ પૂર્વક નોંધ લેતા.તમે યાદ કરાવી ફસ્ટએડ બોકસ સાથે મચ્છરને દુર ભગાડવા મળતી અગરબત્તી મુકાવતા.વ્હાલા પપ્પા તમારી આ કાળજી આજે પણ યાદ કરી હું મારા બાળકોને પણ આ રીતે જ સાચવું છું.

પરંતુ તમને આજે આ પત્ર લખવાનું ખાસ કારણ છે કે તાજેતરમાં અહી ડેલાવરમાં બનેલા એક પ્રસંગે મને હચમચાવી દીધી છે.અહી રહેતા એક મોટી કંપનીના સીઈઓ તેમની પત્ની અને બે તરૂણ વયનાં બાળકો સાથે સેન્ટજોન્સ નાં વર્જિન આઈ લેન્ડ ઉપર વેકેશન માટે ગયા.જે “કરેબિયન સી” માં આવેલો નાનો આઈલેન્ડ છે.આ ટાપું અમેરિકાની સતા હેઠળ આવેલો છે છતાં પણ અહી અત્યારની વસ્તી ગણતરી મૂજબ ૭૮ ટકા બ્લેક એટલે કે નીગ્રો લોકો,૧૦ ટકા જૅટલા વ્હાઈટ પીપલ રહે છે .  અને બાકીના ૧૨ ટકામાં બીજી અન્ય પ્રજાતીઓની વસ્તી  છે.આ આઈલેન્ડ વધારે કરી ટુરીસ્ટની અવર જવર ઉપર રહેતી હોય છે.

આ આઈલેન્ડમાં આવેલા એક સારામાં સારી વિલામાં આ ફેમીલી વેકેશન માટે રહેવા આવ્યું.અહી જીવ જંતુઓ ને મારવા માટે તેમના આવતા પહેલા જ ટર્મીનેક્સ પેસ્ટીસાઈડ મેથલ બ્રોમાઈડ નામની દવાનો છંટકાવ તેમની આ રહેવાની જગ્યામાં કરાયો હતો.જ્યારે આ પ્રકારની પેસ્ટીસાઈડ  ઉપર અહી અમેરિકામાં પ્રતિબંધ  છે.છતાં પણ અસરકારક દવા તરીકે આવી જગ્યાઓમાં ઓછા વત્તા અંશે લોકો ગેરકાદેસર આવી દવાઓનો ઉપયોગ કરતા હોય છે.

હવેની વાત પપ્પા તમને જણાવુ છુ, આ એક ભૂલની અસર આ મઝા કરવા ગયેલા ફેમિલીને બહુ ભારે પડી ગઈ.અહી સુદ્ધ વાતાવરણમાં રહેલા આ ફેમિલીને એમની વિલામાં ગયાને થોડો જ સમય વીત્યો હશે ને તરત પેલા બે બાળકોનાં પિતા સ્ટીવ એસ્મડ અચાનક બેભાન થઇને ઢળી પડયા અને તેમની પત્ની અને બંને બાળકોને આંચકી આવવા લાગી.

આ પરિવારનાં તમામ સભ્યોને તેમને હેલીકોપ્ટ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડાયા.ત્વરિત મળેલી સારવારના અકારણે તેમના જીવ તો બચાવી લેવાયા છતાં પણ આ જંતુનાશક દવાની અસરથી થયેલા નુકશાનમાંથી ઉગારી નાં શક્યાં.

પપ્પા વિચારીને પણ દુઃખ થઇ આવે તેવી ઘરના આ ફેમીલી સાથે એક ભૂલને કારણે બની ગઈ.કારણકે આ પેસ્ટીસાઈડ સહુ પ્રથમ સેન્ટર નવર્સ સીસ્ટમ અને આપણી બ્રીથીંગ સિસ્ટમને નુકશાન કરે છે.આજે લગભગ મહિનો થવા આવ્યો ત્યારે માંડ હવે મિસ્ટર સ્ટીવ એસ્મડ થોડા સામાન્ય થઇ શક્યા છે.તેમના પત્ની હજુ પણ હોસ્પિટલમાં છે અને વધારે અસર થયેલા બંને ટીનેજર બાળકો જેમાનો એક ૧૬ વર્ષનો છે તે કોમા માંથી હજુ  બહાર આવી શક્યો નથી અને નાનો દીકરો  જે ૧૪ વર્ષનો છે તે પેરેલિસિસની અસર હેઠળ હોસ્પીટલમાં સારવાર નીચે છે.

અહી સામાન્ય રીતે નુકશાન કર્તા પેસ્ટીસાઈડ દવાઓ ઉપર પ્રતિબંધ છે છતાં પણ આ રીતે ઉપયોગમાં લેવાતી દવાઓ કેટલી નુકશાનકારક છે તે આ એક ઉદાહરણ ઉપરથી સમજાઈ જાય છે.ઇન્ડીયામાં પણ આવા બનાવો બનવાનાં સમાચાર  અવારનવાર સાંભળવામાં અને વાંચવામાં આવે છે.

૧૯૯૦ની સાલની વાત છે.અહીનાં કનેટીકટના એક નર્સરી ફાર્મમાં આવી દવાઓ નાં ઉપયોગને કારણે ત્યાં કામ કરતા કેટલાંક વર્કર્સને ગંભીર રીતે નુકશાન થયું હતું.આમ અમેરિકા હોય કે ઇન્ડીયા હોય આવા બનાવો બનતાં જ હોય છે.પપ્પા તમને હજું પણ યાદ હશે ભોપાલ દુર્ધટના.હજું પણ આ ઘટનાઓની ભૂતાવળ આપણા દેશમાં જોવા મળે છે.

“પપ્પા હું તો એકજ વાત માનું છું જે આપણને હાનીકારક હોય તે બીજા માટે પણ હોય છે.માટે આપણા સ્વાર્થ માટે એવી કોઈ વસ્તુઓનો ઉપયોગ નાં કરવો જોઈએ જેથી આપણી સોસાયટીમાં આવી દુર્ઘટના થતી અટકાવી શકાય ”

જંતુનાશક દવાઓથી દુર રહેવું જોઈએ.આજ કાલ અનાજ અને  શાકભાજીના વધારે ઉત્પાદન માટે વાપરતા રાસાયણિક ખાતર સાથે પાકને રોગોથી બચાવવા માટે ઉપયોગમાં લેવાતી જંતુનાશક દવાઓ પાકમાં અંદર સુધી ફેલાઈ જાય છે અને ખોરાક વાટે આપણા શરીરમાં ફેલાય છે ધીરેધીરે તેમાં રહેલા ઝેરી તત્ત્વોની આપણા શરીર પર અવળી અસર થાય છે અને તેના કારણે આજ કાલ બહુ ઝડપથી સમાજમાં દેખાતા કેન્સર,અસ્થમાં,નર્વસ સીસ્ટમ ને ડીસ્ટર્બ કરતાં રોગો ફેલાય છે.
પપ્પા પહેલું સુખ તે જાતે નર્યા , તમારી તબિયતનું ઘ્યાન રાખજો ….. તમારી દીકરીના પ્રણામ

-રેખા વિનોદ પટેલ
ડેલાવર (યુએસએ) rekha 8

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: