RSS

અંતરાત્માં ડંખે એવું કરો છો?

31 Jul

unnamed8

 • વ્હાલી મમ્મી ,
 • તારો પત્ર જ્યારે પણ મળે છે મને તારી નજીક હોવાનો અહેસાસ થઇ આવે છે ,અને એટલેજ નાની મોટી વાત તને કહેવાની આદત આ આઘુનિક ડીજીટલ યુગમાં પણ જાળવી રાખી છે. આજે તને એક અલગ વાત લખું છું . ચોરી ગેરવ્યાજબી વાત છે , એ વાત આજેય મારા અસ્તિત્વ સાથે જોડાએલી છે .
  આજે હું શોપિંગ માટે મોલમાં ગઈ હતી ,ત્યાં એક અજબ વાત બની જોઈ હું દંગ રહી ગઈ.  બે સુંદર મજાની સત્તર અઢાર વર્ષની ઘોળી અમેરિકન છોકરીઓ ને મોલની સિક્યોરીટી પોલિસ એક ખુણામાં પકડીને ઉભી હતી . છોકરીઓની આંખમાં કોઈ શરમ દેખાતી નહોતી , મને થોડી નવાઈ લાગી હું બાકીની ખરીદી મુલતવી રાખી ત્યાં નજીક મુકાએલી ખુરશી ઉપર બેસી ગઈ.
  પોલીસ પેલી બંને અમેરિકન છોકરીઓને પૂછપરછ કરી રહી હતી ,  વાતચીત દરમિયાન પેલી બંને છોકરીઓ આંખમાં કે અવાજમાં કોઈ પણ પ્રકારની ગીલ્ટ વિના ગિલ્ટી કબુલ કરી રહી હતી ,એટલે કે ભૂલનો સ્વીકાર કરતી હતી.  તેમના જણાવ્યા પ્રમાણે તેઓ આ ચોરીનું કામ છેલ્લા બે વર્ષ થી કરતી હતી, બંનેના માતાપિતા તેમને જે ખિસ્સા ખર્ચી માટે આપતા તે તેમને ઓછા પડતા હતા આથી તેમની હાઈસ્કુલમાં બીજા બાળકો તેમને જે પણ સ્ટોરમાંથી કઈ પણ વસ્તુ કહેતા તેઓ ચોરી લાવી તે બાળકોને બજાર કરતા ઓછા ભાવે વેચી દેતા , છોકરીઓના જણાવ્યા પ્રમાણે આ તેમને ઘંધો હતો .
  મમ્મી અહી જેને ચોરી કરવી હોય તેની માટે બહુ આસાન રીતો હોય છે, મોટા ભાગે વસ્તુઓ ઉપર ટેગ લગાવેલી હોય છે જેને આસાની થી તોડી શકાય છે ,અને સિક્યોરીટી કોડ લગાવેલા બેલ્ટ ને આ છોકરીઓ નાનકડી પીન વડે ખોલતા શીખી ગઈ હતી ,આવી વસ્તુઓ તે ચેન્જીગ રૂમમાં જઈ પહેરી લેતી અને પછી કઈ પણ ના બન્યું હોય તેમ આરામથી બહાર નીકળી જતી . આજે આમ કરતા એક કોડ તેને પહેરેલા ડ્રેસ સાથે રહી ગયો હતો અને બહાર નીકળતા થયેલા અવાજ થી તે પકડાઈ ગઈ.  તેમની તલાશી લેતા બંનેની પાસે થી ચોરેલી વસ્તુઓ ઝડપાઈ ગઈ.
  અમે નાના હતા ત્યારે તમે હંમેશા કહેતા કે ફાટેલા કપડાને થીંગડું લગાવીને પહેરવાનું થાય તો ભલે થાય પણ ચોરીનો વિચાર મનમાં પણ લાવતા નહિ.  મમ્મી મોટે ભાગે કોઈ પણ માં બાપ બાળકોને અનીતિના રસ્તે ઘકેલાતા નથી ,પરતું બાળકો તેમની જરૂરીયાત પૂરી કરવા કેવા માર્ગે ઘકેલાઈ જતા હોય છે .   વિચારીને પણ દુઃખ થયા છે.
  અમેરિકામાં અહી લગભગ બધીજ જગ્યાએ સસ્તી મોંઘી બધી વસ્તુઓ બહાર હાથવેગી મુકાએલી હોય છે ,છતાં પણ ચોરી થવાના બનાવો બહુ ઓછા બનતા હોય છે. પણ સાવચેતી દરેક જગ્યાએ જરૂરી હોય છે ,માટે અહી દરેક સ્ટોરની કેમેરા સીસ્ટમ બહુ સારી હોય છે,જ્યાં મોટા ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં  મોટાભાગે એક કર્મચારી બેસાડેલો હોય છે જે સતત આ કેમેરાઓ દ્વારા ત્યાં હાજર રહેલા ગ્રાહકો ઉપર ચાંપતી નજર રાખતો હોય છે .
  હું મારી આંખ સામે બનેલો એક બનાવ આજે તને લખું છું. મારી મિત્ર ના એક દુરના માસી તેના ઘરે થોડા દિવસ રહેવા આવ્યા હતા ,અમે તેમને લઇ મોલમાં એક મોટા ડીપાર્ટમેન્ટલ સ્ટોર “જેસીપેની” માં ગયા હતા. ત્યાં જઈને અમે તો શોપીંગમાં બીઝી થઇ ગયા , પેલા માસી અમારી સાથે ફરતાં બધું જોતા હતા ,પહેલી વખત અહી આવેલા આ માસીને બહુ નવાઈ લાગતી કે બધી કિંમતી વસ્તુઓ બહાર ખુલ્લી લટકતી હતી. તે અમારી અને કાઉન્ટર ઉપર કામ કરતા માણસોની નજર ચુકાવી તેમની સાથે લાવેલા મોટા પર્સમાં લટકાવેલી જ્વેલરી અને ઘડીયાળ ભરવા લાગ્યા , તે આ વાતથી તદ્દન અજાણ હતા કે ઉપર છતમાં સંતાડેલા છુપા કેમેરામાં બધું પકડાઈ રહ્યું હતું ,જે ઉપર ઓફિસમાં બેઠેલા ઘ્યાનથી જોતા હતા .
   અમારું બધું શોપિંગ થઇ જતા અમે સ્ટોરમાંથી બહાર નીકળવા જતા હતા ત્યાજ બરાબર ઉપર અમને બધાને ઉભા રાખ્યા.  અમે તો ગભરાઈ ગયા મારી નાની રીના અમારી સાથે હતી  તો મને લાગ્યું રીનાએ મારા થી છુપાવી કઈક લીધું લાગે છે પણ જ્યારે તેમને પેલા માસીને અલગ બોલાવ્યા અને તેમનું પર્સ માગીને સામે મુકેલા ટેબલ ઉપર ઠાલવ્યું  ત્યારે અમે બધા આશ્ચર્યમાં પડી ગયા।  આ શું ? કેટલી બધી વસ્તુ તેમણે ચોરી હતી ,પોલીસ આવી તેમને લઇ ગયા છેવટે ચાર હજાર ડોલર  બેલના ભરી મારી ફ્રેન્ડના પતિએ તેમને છોડાવ્યા.
  મમ્મી તને યાદ છે તું કહેતી હતી કે “એક વાત સમજવા જેવી છે કે કોઈ જુવે કે ના જુવે પણ ઉપરવાળો ચોરી અને શહુકારી બધુજ જુવે છે , ચાર આંખોથી છુપાવી કોઈની પરવાનગી વિના લીઘેલું બધુજ ચોરીનું ગણાય .  આપણો અંતર આત્મા ડંખે તે કામ કદી ના કરવું જોઈએ” .
  મમ્મી આજે તો તમને મેં અહી થતી ઉઠાંતરી ની વાતો લખી છે ક્યારેક તને અહીની પ્રામાણીકતા ની વાતો પણ કરીશ ,કહેવત છે ને કે ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય બસ તો આવુજ કંઈક દરેક જગ્યાએ મળી આવે છે ,છતાં આપણે આપણી પ્રમાણિકતા ને આગળ રાખી રસ્તો કાપીશું તો મંઝીલ સ્પષ્ટ અને સમયસર મળી આવશે.
  હું હવે રજા લઉં છું .. તારી જ પ્રતિકૃતિ
  રેખા વિનોદ પટેલ (યુએસએ )
Advertisements
 

One response to “અંતરાત્માં ડંખે એવું કરો છો?

 1. મૌલિક રામી "વિચાર"

  July 31, 2015 at 5:03 am

  very nice story!! well for awareness!! when i was in leeds, england. one of my friend’s wife deported streight after her stolen one new born baby scarf…as she was pregnant and she was expecting baby in near future!!! unfortunately, her husband could not go to India and still they are apart but married and she has twins now but in India. one small mistake can make anyone’s life hell!!!

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: