
પ્રિય નીતા , કેમ છે સખી ?
આજે તને ભારે મનથી પત્ર લખી રહી છું ,હું જાણું છું આ વાત જણાવી તારું મન પણ જરૂર દુઃખી કરીશ પણ શું કરું મારૂ મન હળવું કરવા એક તુજ તો દુર રહીને પણ મારી પાસે રહી છે .
આજે અમેરિકાના સીએનએન ટીવી ચેનલ ઉપર એક ન્યુઝ સાંભળ્યા અને મારા વિચારોમાં એક હલચલ થઇ આવી અને મને તું યાદ આવી ગઈ. આજે આખી દુનિયા ભરનું એક માથાભારે સામાજિક દૂષણ છે સ્ત્રીઓની થતી છેડતી અને તેમના ઉપર થતા રેપ…
આજના આ ન્યુઝ વાચી મને આ આપણા સમાજના આ દૂષણ પર મારા વિચારો વ્યક્ત કરવાનો મોકો મળ્યો છે.
ન્યુઝમાં આવતી વાત તું જાણીશ તો તને પણ લાગશે કે પાપ ક્યારેક તો છાપરે ચડીને પોકારે છે. મેરીલેન્ડ સ્ટેટમાં આજથી ચાલીશ વર્ષ પહેલા એક અઢાર વર્ષની ઉંમરનો લોઈડ માઈકલ નામના સેક્સ મેનીયાક યુવકે બે સગીર બાળા જે 10 અને 12 વર્ષની ઉમરની હતી તેમની ઉપર બળાત્કાર કરી તેમને મોતના ઘાટ ઉતારી દીધી હતી। 1975 માં આ બંને બાળકીઓ ઈસ્ટર ના ફેસ્ટીવલ માટે ડેકોરેશન ની વસ્તુઓ ખરીદવા માટે ઘરની નજીક આવેલા મોલમાં ગઈ સવાર નો સમાય હતો. સાંજ સુધીમાં આ બહેનો ઘરે નાં આવી તો માતા પિતાને ચિંતા વધવા લાગી અને તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ યુવક બંનેને પરાણે કારમાં બેસાડી નીકળી ગયો હતો .
આ બંને બાળાઓને ફોસલાવી લોઈડ તેની કારમાં બેસાડીને લઇ ગયો હતો, ત્યાર બાદ તેમની સાથે શું થયું તેની કોઈને પણ આજ સુધી ખબર પડી નથી . અમેરિકા બહુ વિશાળ દેશ છે અહી ઠેર ઠેર જંગલ ઝાડીઓ પથારાએલા છે કોઈને મારીને નાખી દેવાય તો તેની ભાળ સુધ્ધા મળતી નથી. બસ આ કેસમાં પણ આમજ બન્યું હશે.
એક વીટનેસ બનેલા માણસે તેનો આછો પાતળો સ્કેચ બનાવ્યો હતો. આ મળેલી બાતમીના આધારે લોઈડ માઈકલની પૂછપરછ પણ થઇ હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે આ સમયે તે અહી હતો જ નહિ અને અપૂરતી બાતમી અને બંને બાળાઓના કોઈ જીવિત કે મૃત પુરાવા નાં મળતા તેને છોડી દેવાયો હતો. બંને નાજુક કુમળી કળી જેવી દીકરીઓ સમય પહેલા મુરઝાઈ ગઈ.
ફરી 2013 માં આજ કેસ કોઈ કારણોસર રી ઓપન થયો અને અત્યારની નવીન ટેકનોલોજી ના કારણે જુના મળેલા સ્કેચ ને લોઈડના ચહેરા સાથે સરખાવી જોયો અને તે મળતો આવતા હવે એફ્બીઆઈ ના ઓફિસર ફરી એક્ટીવ થયા અને છેલ્લા અઢાર મહિનાની ભારે મહેનત પછી આજે લોઈડને ફરી એરેસ્ટ કરાયો અને તેની ઉલટ તપાસમાં જાણવા મળ્યું કે તે બંને છોકરીઓને સાથે લઇ ગયો હતો , વધુમાં જાણમાં આવ્યું કે 1994માં વર્જીનીયામાં તેણે 10 વર્ષની બાળકીને સેકસ્યુઅલી મોલેસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેને 18 મહિનાની સજા પણ થઇ હતી .
અમેરિકાના ન્યાયતંત્ર ને કારણે આટલા વર્ષે કેસ ફરી રીઓપન થયો છે હવે જો ગુનો પુરવાર થશે તો તેને ઓછામાં ઓછી 20 વર્ષની સજા થવાના ચાન્સીસ છે .
આપણા દેશમાં અલગ-અલગ શહેરોમાં ગામડાઓમાં થતી બળાત્કારની આવી ઘટના સામે હવે લોકો વિરોધ કરતા થયા છે અને લોકો એકત્રીત થઈને રોષ વ્યક્ત કરવા લાગ્યા છે આ એક નોધપાત્ર ફેરફાર કહી શકાય . હવે કોઈ આવી ઘટના બહાર અવે છે ત્યારે સમગ્ર દેશમાં ખળભળાટ મચી જાય છે , લોકો જાહેર સ્થાનો ઉપર ખુબજ મોટી સંખ્યામાં એકત્રીત થઇ ન્યાય માટે સુત્રોચ્ચાર કરે છે. પરિણામે અત્યારનું નિષ્પક્ષ પ્રમાણિક બની કામ કરી રહેલ મીડિયા ને અંગત સપોર્ટ મળે છે , આથી કરીને પોલીસ તંત્ર સાથે ન્યાય તંત્ર ની આંખો ઝડપથી ખુલી જાય છે, અને મોટાભાગે ગુનેગારોને સજા મળવાની શક્યતાઓ વધી જાય છે.
સૈકાઓ પુરાણું આ સર્વસામાન્ય સામાજિક દુષણ ગરીબ અને અમીર કોઈને છોડતું નથી . અભણ થી લઇ શિક્ષિત અને સુખી લોકો વચ્ચે વિકરાળ રાક્ષસ બની પ્રસરી રહ્યું છે અને સમાજમાં ફેલાતી આ ગંદકીને કારણે લોકો દીકરીઓને જન્મ આપતા ડરે છે .
“જ્યાં સેક્સનાં જ્ઞાન પ્રત્યે આડી આંખ કરાય છે અથવા તો અધકચરું ઠલવાય છે ત્યાં રેપ જેવા બનાવો બનવાની શક્યતા ઓ વધી જાય છે ”
આજે અમેરિકામાં સ્માર્ટ ફોનમાં એમ્બર એલર્ટ નામની એક એપ શરુ થઇ છે, જે ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ તરફ થી શરુ કરાઈ છે. જેમાં આજુબાજુના એરિયામાં કઈ અજુગતા બનાવો બન્યા હોય તો આ એપ દ્વારા દરેકના ફોનમાં એક એલાર્મ વાગે છે સાથે સાથે જેતે બનાવ વિષે ટેક્સ્ટ આવે છે અને દરેક ને આ રીતે તે બનાવ માટે સૂચિત કરી દેવાય છે. જે તે એરિયામાં થતા રેપ ,એક્સીડેન્ટ ,ગન સોર્ટ ,ચોરી લુંટફાટ કે પછી “મધર નેચર ઈમરજન્સી “એટલેકે વાવાઝોડા વંટોળિયા કે ભારે વરસાદના કારણે પુર જેવી શક્યતાઓ વગેરે માટે આ એપ કામ કરતી હોય છે.
આજથી નવ વર્ષ પહેલા ટેક્ષાસમાં એક 9 વર્ષની બાળા સાથે ઘટેલ કિડનેપ અને રેપની આવી ઘટના ને કારણે ત્યાંના જસ્ટીસ ડીપાર્ટમેન્ટ દ્વારા આવી માહિતી માટે ફોનનો ઉપયોગ શરુ કરાયો હતો અને એમ્બર એલર્ટની શરૂવાત થઈ હતી . હમણાં લોસ એન્જેલસમાં એક 13 મહિનાની બાળકી આજ એમ્બર એલર્ટના કારણે તેમની માતાને પાછી મળી હતી , બાળકી ખોવાઈ જતા માતાએ આ ખાસ ડીપાર્ટમેન્ટમાં ફોન કરી જણાવ્યું અને તરત બધાના ફોનમાં આ મેસેજ પહોચી ગયો , પરિણામે ગભરાઈને અપહરણકર્તા બાળકીને નજીકની ઝાડીઓમાં મૂકીને ભાગી ગયો. આ રીતે એક માસુમ બાળકી તેની માતાને પાછી મળી .
અહી અમેરિકામાં રેપ અને મોલેસ્ટ ના બનાવો બીજા દેશો કરતા પ્રમાણમાં ઓછા જોવા મળે છે. જ્યાંરે દેશમાં આજે ચારેબાજુ આવા બનાવો જોવા સાંભળવામાં આવે છે . જેમ સારા લોકો આપણી આસપાસ રહે છે તેમ વિકૃતિઓ ઘરાવતા માણસો પણ ક્યાંકને ક્યાંક જડી આવે છે , ભારત સરકાર દ્વારા આપણા દેશમાં પણ આવી સુવિધાઓ શરુ થવી જોઈએ કારણ આપણાં દેશમાં પણ ફોનનો વપરાશ બહુ વધી ગયો છે અને હવે સામાન્ય લોકો આવી હાથવેત મળતી સેવાનો લાભ ઉઠાવી શકે તેમ છે ત્યારે ત્યાં આવા બધા એલર્ટ કરતા સાધનોની પણ બહુ જરૂર છે.
નીતા બહેન આજે મન બહુ ભારે થઇ ગયું છે આખરે હું પણ દીકરીની માતા છું ,વિચાર કરતાજ કંપી જવાય છે કે આવા સમયમાં એ માં બાપ ઉપર શું વીતતું હશે ? …. આજે તને નેહાની ભારે મનની યાદ
રેખા વિનોદ પટેલ
Like this:
Like Loading...
Related