RSS

“જેકોબનું એ પોઝિટિવ સપનું”

19 Jul

25 july

વ્હાલા પપ્પા ,
કેમ છો?આજે ખાસ તમારી તબિયત વિશે પૂછવાનું મન થઈ આવ્યું.મારું મન તો હંમેશા એમ જ માનતું હોય છે કે તમે મજામાં હશો.છતાં આજે તમારી યાદ બહુ આવી ગઈ માટે પત્ર લખવા બેસી ગઈ.

આજે આપણી રીનાની સ્કુલમાં એસેમ્બલી હતી.અહીની અમેરિકન સ્કુલમાં મહિનામાં બે વખત એસેમ્બલી ભરાય છે.અહી સ્કુલના તમામ બાળકો એક મોટા હોલમાં એકઠા થાય છે અને દરેક વખતે કઈક અલગ વિષય ઉપર ચર્ચા થાય છે,અને આવા વખતે કોઈને કોઈ બહારથી આવેલી વિશેજ્ઞન વ્યકિત આવે છે જે અહી સ્કુલનાં બાળકોને વિશેષ જ્ઞાન આપે છે.તેથી સ્કુલનાં બાળકો જુદાજુદા વિષયોથી માહિતગાર થાય છે. આજની એસેમ્બલીમાં ઇનામ વિતરણ કરવાનું હતું તેથી બાળકોનાં માતા પિતાને આમત્રિત કર્યાં હતા.પપ્પા….,સાચું કહુ તો   આજનો આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેલા સહુ નાના મોટાની આંખ ભીજવી ગયો હતો.

આજે ગેસ્ટ તરીકે જહોન કોકસ નામનાં એક અમેરિકન ભાઇ આવ્યા હતા. એમની ઉમર પચાસની આસપાસની હતી , એના ચહેરે ટપકતી દયા કારુણા સાથે એમની ભાવવાહી   આંખોમાં ઊંડું દુઃખ સાફ ઝલકતું હતું.

સહુ પ્રથમ બાળકોના સર્ટીફીકેટનું વિતરણ થયું ત્યાર બાદ જહોન કોક્સ ઉભા થયા અને તેમણે સહુ સમક્ષ પોતાની આપવીતી કહી. જેમાં એવી વાત હતી કે તેમના ચૌદ વર્ષના દીકરા જેકોબ કોક્સની જે તેની સ્કૂલનો એક બેસ્ટ એથલીટ  બોય હતો.એ દરેક ખેલમાં સ્કુલમાં આગળ પડતો ખેલાડી હતો.એક દિવસ અચાનક ખબર પડી કે તેને લ્યુકેમિયાનો ભયંકર રોગ લાગુ પડ્યો હતો.તેના આ ખર્ચાળ ઇલાજમાં ઘણા ડોલર વપરાઈ જવાના હતા.

પપ્પા….,અહી એક વાતની બહુ રાહત હોય છે કે આવા કોઈ કેસમાં દરેક પોતાનાથી બનતી મદદ કરે છે.અમારા સ્ટેટ્સમાં આજુબાજુની ત્રીસ સ્કુલના દરેક બાળકો અને શિક્ષકોએ ભેગા મળી તેની માટે ખાસ્સી એવી મોટી રકમ એકઠી કરી હતી.છતાં આ રોગ માંથી જેકોબ બચી ના શક્યો.

હા પાપા,તમને જાણીને નવાઈ લાગશે કે જેકોબનું બ્લડ ગ્રુપ એ પોઝેટીવ હતું અને મરતા પહેલા એને તેને મળેલા ડોલર્સમાંથી એક ઓરગેનાઈઝેશન શરુ કર્યું તેનું નામ આપ્યું “એ પોઝેટીવ”.
મોતને સાવ નજીકથી ઓળખી ગયેલો જેકોબ તેના જેવા બીજા બાળકો માટે એક સોનેરી કિરણ મૂકી જવા માગતો હતો. કારણ તેનો આ રોગ તેને નાનપણ થી ડોલરની મહત્તા સમજાવી ગયો હતો , તેને મળેલી રકમ હવે તેની માટે નકામી છે,તેના દિવસો હવે પુરા થયા હતા એ સચ્ચાઇને આ નાનકડો કિશોર સમજી ગયો હતો . છેવટે તેણે શરુ કરેલા ઓરગેનાઈઝેશન  “એ પોઝેટીવ” ને તેના ડેડીના હાથમાં સોંપી તેને સદાને માટે આંખો મીચી દીધી.

પપ્પા હવે જહોન કોક્સનું એક જ  જીવંત સ્વપ્ન હતું “એ પોઝેટીવ ” બસ દરેક જાહેર સ્થાનો ઉપર પ્રોગ્રામ કરી,અને જે અલગ અલગ સ્કુલમાં રમતો રમાતી હોય ત્યાં બેક કેક ,બિસ્કીટ બનાવી તેને વેચીને કે અલગ અલગ રમતોનું આયોજન કરીને ફંડ રેઇઝ કરતા એટલે કે ફંડ એકત્રિત કરતા. એક વખત તો ત્રણ દિવસ અને રાત સાયકલ ચલાવી તેમને  બે લાખ ડોલર એકત્રિત કર્યા હતા જે તેમણે એક આઠ વર્ષની બાળકી માટે  વાપર્યા હતા. કોલેજમાં ડાન્સ ચેરીટી પ્રોગ્રામ કે મેરેથોન દોડ કરીને તેમેણે પચીસ લાખ ડોલર ભેગા કરી લીધા હતા તેને તેઓ બાળકોને થતા કેન્સર પાછળ વાપરતા હતા.જે બાળકોનાં માતા પિતા આ ખર્ચાળ રોગને પહોચી વળે તેમ નાં હોય તેમને આર્થિક મદદ કરતા હતા.

વ્હાલા પપ્પા આ વાત મારી આંખો સાથે મનને પણ ભીજવી ગઈ.જે પિતાને પોતાનું બાળકને ખોયાનું દુઃખ સહુથી મોટું હોય છે. તે વાત સાચી પણ તેને ગળે લગાવી ફરવા કરતા તે દુઃખ ને હલકું કરવાનો,આ નવતર રસ્તો બીજા કેટલાય બાળકો માટે જીવતદાન બની ગયો હતો.કંઈક સારું કર્યાનો અહેસાસ દુઃખને અવશ્ય ઓછું કરી દેશે , પપ્પા તમે અમને સમજાવતા હતા કે “દુઃખમાં રડવા કરતા તેના અન્ય દુઃખી જીવોનું દૂખ દૂર કરી સાંત્વન આપો”અને આ કાર્યમાં સમય ફાળવી અને આમ કરવામાં તમે તમારા દુઃખને જલ્દી ભૂલી શકો છો.”આ બધી ઘટનાઓને જોઇને મને લાગ્યુ કે તમારી સાવ સાચી વાત છે.

આજે એક નવીન વાત મારા જાણમાં આવી છે કે અહી સરકારને ભરાતા મોટાભાગ ઘંઘાના ટેક્સમાંથી અમુક રકમ કેન્સર પીડિતો માટે વપરાય છે પણ પપ્પા તમને જાણીને નવાઈ લાગશે કે આમાં મળતી રકમનો ઘણો મોટો ભાગ એડલ્ટ એટલેકે વયસ્કો માટે વપરાય છે અને બહુ ઓછો ભાગ બાળકો માટે અલગ રખાય છે.જેથી બાળકોને આ સવલતનો લાભ બહુ મળતો નથી.આથી હું પણ ઈચ્છું છું કે આવા ઓરગેનાઈઝેશન બાળકો માટે વધુ અને વધુ કાર્યરત થતા રહે.

આજકાલ આ રોગ ઘણો મોટા પ્રમાણમાં વકરી રહ્યો છે ,આ રોગ બહુ દર્દનાક સાથે ખર્ચાળ છે જેમાં દર્દી સાથે દર્દીના સગાઓ પણ હોમાઈ જાય છે.આમાં શરૂવાતમાં થતી બાયોપ્સીથી શરુ કરી ઓપરેશન,કીમો થેરાપી ,રેડીએશન અને ત્યારબાદ લેવાતી દવાઓ સુધીની તમામ પ્રક્રિયા ઓ ખર્ચાળ હોય છે.પપ્પા…,આપણા દેશ કરતા અમેરિકામાં દવાઓ પણ ખૂબ મોંધી હોય છે.
અહી પણ પહેલા અને  બીજા  સ્ટેજમાં  નિદાન થયેલું   કેન્સર મટી શકે છે પરંતુ ત્રીજા સ્ટેજે પહોચેલો રોગ તબક્કા અનુશાર મોતના ઘાટે ઉતારી ઝંપ લેતો હોય છે.

પપ્પા…..,હું તો માનું છું મોટા ભાગે આપણી રોજની ટેવો આ રોગને અપનાવવામાં કારણ ભૂત બનતી હોય છે.આજે વિશ્વમાં પાચ લાખ થી વધુ લોકો મ્હોના કેન્સરનો ભોગ બને છે.જેનું મુખ્ય કારણ છે આડેધડ ચવાતી તમાકુ વાળી પડીકીઓ અને ધૂમ્રપાન.આ ઓરલ  કેન્સર મોટેભાગે પુરુષોને થતું હોય છે. આવી જ રીતે વધારે કરીને  ફેફસાનું  કેન્સર વધુ પડતા ધૂમ્રપાન અને કેફીનાના સેવનને કારણે થાય છે,અને જઠરનું આપણા ખોરાકના કારણે થતું હોય છે.

આ શરીરના એક નાના કોષથી કે એક નાની ગાંઠથી શરુ થએલો રોગ જો પ્રસરીને ફેલાતી જાય તો તે હાડકાના પોલાણ અને લોહીના કણ સુધી પહોચી જાય છે અને બ્લડ કે હાડકાનું  કેન્સર કહેવાય છે.આમ કેટલા બધા અલગઅલગ નામ ઘરાવતો આ રોગ હવે ઠેરઠેર જોવા સાંભળવામાં આવે છે.જે અમે યુવાનીમાં ભણતાં ત્યારે નામ પણ સાંંભળ્યાં નહોતાં.

આપણે બધા જાણતા હોઈએ છીએ કે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ કે ખોરાક યોગ્ય નથી છતાં પણ આપણે કુટેવોથી દુર રહી શકતા નથી આજ આપણી લાચારી છે.

-રેખા વિનોદ પટેલ
(યુએસએ)

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: