રમતા રમતા એક બાળકના હાથમાં ક્યાક થી સુંદર મજાનું ગુલાબી ફર વાળું એક રબરબેન્ડ હાથમાં આવી ગયું.
બાળકનો ચહેરો તો જાણે કોઈ ખજાનો હાથ લાગ્યો હોય તેમ ખુશખુશાલ થઇ ગયો , બસ હવે તો તે જ્યાં પણ જાય પેલા રબર બેન્ડને હાથની મુઠ્ઠીમાં જકડી રાખે , રખેને કોઈ જોઈ જાય,કોઈ લઇ જાય …….
બાળકની માયા મમતા વધતી ચાલી ,હવે તેને સંતોષ થઈ ગયો કે આ ફક્ત મારુજ છે કોઈ તેને નહિ લઇ જાય, એ તેને હાથનાં કાંડે ભરાવી રાખતો.
નવરાશની પળોમાં તેની સાથે રમવા લાગતો આમ થી તેમ ખેંચી મનફાવે તેવા નવાનવા આકાર બનાવી ખુશ …થતો.
બધાએ તેના રબરબેન્ડ ના બહુ વખાણ કર્યા આથી તે ગેલમાં અવી ગયો અને તેને માથે ભરાવી ફરવા લાગ્યો.
આ રમતમાં તે ભૂલી ગયો કે આ એક રબરબેન્ડ છે , રોજની ખેચાતાણ માં એ પોતાનો મૂળભૂત આકાર ગુમાવતું ગયું.
બસ હવે તે તેની લંબાઈ કરતા ઘણું મોટું અને આકાર વિનાનું થઈ ગયું , નાં તે કાંડે રહેતું નાં માથે રહેતું.
બાળક પાછું તેને તેની મૂળ સ્થિતિમાં લાવવા બહુ પ્રયત્ન કરતો રહ્યો ,પણ કઈ કરામત કામ નાં લાગી.
છેવટે એણે ભેંકડો તાણ્યો ……
પણ કોણ સમજાવે તેને કે “આતો ગોફણ માંથી નીકળેલું તીર છે ,આ તૂટી ગયેલો સુતરનો તાંતણો છે આને યથાવત પાછું લાવવું શક્ય નથી ”
સબંધોમાં ,હૃદયની લાગણીઓ અને રબરબેન્ડમાં કેટલો ફર્ક ?
રેખા પટેલ (વિનોદિની)
મૌલિક રામી "વિચાર"
July 15, 2015 at 12:39 pm
wow!!! Extraordinary explanation…very very nice!!!