ઘણા વખતે પત્ર લખું છું ,પણ વાત જ એવી છે કે આજે તમને પત્ર લખ્યા વીના રહી શકતી નથી. કારણ હું તમારો પ્રાણી પ્રેમ જાણું છું માટે આજે એક વિચિત્ર પ્રાણી પ્રેમની વાત સાંભળતાં તમે યાદ આવી ગયા.
ભાઈ, અહી અમારી બાજુના ટાઉનમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડીંગમાં બનેલી એક સત્ય ઘટના હું તમને લખું છું. આ એપાર્ટમેન્ટ માં ઘણુંકરી મઘ્યમવર્ગના લોકો રહે છે ,જેઓ દરેક પોતપોતાના રોજીંદા કાર્યોમાં વ્યસ્ત રહેતા હોવાથી આજુબાજુ ના નેબર સાથે તેમના માત્ર હાઈ હલ્લોના વહેવાર રહેતા હોય છે.
આજ એપાર્ટમેન્ટ માં ડેનિયલ એલેન નામના એક વૃધ્ધ એકલા રહેતા હતા . આ દેશની એક કરુણતા છે કે “અહી કુટુંબ ભાવના બહુ નબળી છે પરિણામે વૃધ્ધત્વ અને એકલતાને સીધો સબંધ બંધાઈ જાય છે ” . સરકાર તરફથી મળતી સહુલીયત થી તેમનો જીવન નિર્વાહ ચાલતો હતો ,પોતાને ખાવાના માંડ ઠેકાણા હતા ત્યાં તેમનો પ્રાણી પ્રેમ જુવો કે તેમની સાથે એક મોટો એલીગેટર પાલતું પ્રાણી તરીકે રહેતો હતો . આ એલીગેટર એટલેકે આપણે ત્યાં મગર હોય છે ,તેવું સહેજ નાનું તેજ ફેમિલીનું પ્રાણી.
અહી લોકો જાતજાતના પ્રાણીઓ પાળતા હોય છે ,ક્યારેક તો નામ સાંભળતાં જ નવાઈ લાગી જાય બિલાડી ,કુતરા, પક્ષીઓ તો જાણે ઠીક છે પણ જ્યારે દેડકા કાચબા ,મગર,અજગર, ગિનિ પીગ , આવા નામ સાંભળવા માં આવે ત્યારે નવાઈ લાગી જાય છે.
આ ડેનિયલ ડાયાબેટીક હતો ,સામાન્ય રીતે તે તેના આ એલીગેટર ને સવાર સાંજ માંસ ખવડાવતો અને પેલો પણ આની આજુ બાજુ ઘૂમ્યા કરતો હતો. આ દિવસોમાં તેની સુગર બહુ વધી ગઈ અને દવાઓ પણ ખલાસ થઇ ગઈ હતી , એકલો રહેતો હોવાથી તેણે વિચાર્યું હશે કે થોડું સારું થતા તે દવાઓ લઇ આવશે ,આ દિવસે બીમારીના કારણે તે તેના પાળેલા પ્રાણીને ખાવા આપવાનું ચુકી ગયો , સાંજ થતા સુધીમાં શરીરમાં સુગરના વધારાને કારણે તેના શરીરનું હલન ચલન બંધ થઇ ગયું અને તે ઉભો થવા અશક્તિમાન બની ગયો . લગભગ બેભાન અવસ્થામાં તેનો આ બીજો દિવસ હતો . આ તરફ પેલો એલીગેટર પણ બે દિવસ થી ભૂખ્યો હતો ,છેવટે ભૂખ્યા આ જંગલી પ્રાણીએ તેના માલિકને ખાવાનું શરુ કર્યું . ભાઈ વિચારતા કમકમા આવી જાય તેવી આ વાત છે, પણ આ સત્યતાને કેમ છુપાવવી….
બે દિવસ પછી આજુબાજુના રહેવાસીઓ ને કંઈક વિચિત્ર વાસ આવવા લાગી,ત્યારે કોઈકે આ બાબતે પોલીસને ફોન કર્યો અને પોલીસે આવીને ઘણી વાર સુધી બારણું ખખડાવ્યું છેવટે કોઈ પ્રત્યુતર ના મળતા તેમણે બારણું તોડી નાખ્યું અને ત્યારે અંદર જોવા મળેલું દ્રશ્ય બધાને કંપાવી ગયું. આજ સુધી પોતાને મળતી ટુકી રકમમાંથી મોટા ભાગની ટ્રકમ જે એલીગેટરને માંસ ખવડાવવામાં વાપરી હતી તેજ પ્રાણી તેની ભૂખ નાં સંતોષાતા તેના માલિકને ખાઈ ગયું। અને પેલા વૃધ્ધ તેમના બચાવ કરવા અશક્તિમાન હતા.
આ સાંભળી મારું માથું ચકરાઈ ગયું હતું કેવું કરુણ મોત કહેવાય ….
આસપાસના રહેવાસીઓએ કેટલીયવાર ત્યાંથી બિલાડીઓના કારણે આવતી દુર્ગંધની ફરિયાદ કરી હતી છતાં સરકાર તરફ થી કોઈ ખાસ પગલા ભરાયા નહિ. એવામાં પેલા અસ્થિર મગજના દીકરાનું અચાનક અવસાન થતા તેનું મેડીકલ ચેકઅપ થયું જેમાં વાત બહાર આવી કે ભેગી રહેતી બિલાડીઓને કોઈ એવો રોગ થયો હતો જેની અસર આ અપંગ બાળકને થઇ ગઈ અને એના કારણે તેનું મોત થયું હતું , ત્યાર બાદ બિલાડીઓ ને ત્યાંથી દુર કરી દેવાઈ અને આખું મકાન સીલ કરી દેવાયું .
હા ! સોહનભાઇ હું એમ નથી કહેતીકે પ્રાણીઓ પ્રત્યે પ્રેમભાવ ના રાખવો। પંરતુ એ જરૂરી છે કે તેની આજુ બાજુ રહેલા જોખમો વિષેનો વિચાર પણ કરવો જોઈએ , “એવો પ્રેમ કોઈજ લાભનો નથી જે તમારા જીવના જોખમે થતો હોય” , હા કુતરા કે બિલાડી જેવા પાલતું પ્રાણીઓ હશે તો તે તમને એકલતામાં હુંફ, મનોરંજન સાથે સુરક્ષા બક્ષે છે ,પાળેલા પક્ષીઓ પણ તેમના વર્તન થી બોલ્યા વિના માત્ર હાવભાવથી ઘરના સભ્ય જેટલું વહાલ આપે છે.
આપણા દેશમાં આપણે પીગ એટલે ભૂંડને અછૂત પ્રાણી માનીએ છીએ ,પણ દરેક દેશની જેમ સંસ્કૃતિ અલગ તેમ તેમની વિચારસરણી પણ અલગજ હોય છે . આજકાલ અમેરિકા અને યુરોપમાં ઘરના પાળતું પ્રાણી તરીકે ગિનિ પિગે પણ લોકપ્રિયતા હાંસલ કરી છે. આ પ્રાણી સ્વભાવમાં શાંત છે , અને ખોરાક બાબતે પણ તેને પાલવવું સહેલું લાગવાના કારણે, ગિનિ પિગ લોકપ્રિય પાળતુ પ્રાણી બન્યું છે.
“જંગલી પ્રાણીઓનો શોખ આવા કરુણ મોતને પણ આવકારી જાય છે ,કારણ પ્રાણીઓ પણ મનુષ્યોની જેમ તેમના જન્મગત સ્વભાવને છોડતા નથી “
chandralekha
July 13, 2015 at 9:35 am
Sundar lekh sakhi.
manvswabhav j chhe ke te hunf vina rahi shakto nathi.. pachhli umare kadach aavi ekalta bharkhi na jay te hetu thi pranio rakhta hashe pan.. pahelo kisso vanchta j kamakamaa aavi gaya…pasuprem saro chhe pan teno bhavishy no vichar kari ne palavava joie..
nkd2
July 13, 2015 at 7:13 pm
Khoob sunder ane vistrut mahiti
Congratulations Rekha Patel 🙂