કેટલા જતનથી હું બગીચામાં નાના મોટા છોડવાઓ ને સાચવતો હતો,સમયાંતરે પાણી પીવડાવતો, ખાતર આપતો અને એનાથી વધુ હું મારો પ્રેમ પાતો ,પાસે જઈને ગીતો ગાતો …એક માળી ખરોને !
પછી તો તેના ઉપર સુંદર મઝાના ફૂલો લહેરાતા તેમને જોઈ પતંગિયા પણ રંગબિરંગી પાંખો ફરફરાવતા સાદ પુરાવવા આવી પહોચતાં ગીતો ગાતા અને મારા આછી કરચલીભર્યા ચહેરા ઉપર એક ચમક છવાઈ જતી બરાબર એમજ જાણે કે મારી મીરા મારી આસપાસ તેના ખુલ્લા વાળ સાથે તેના પાયલની ઝણકાર સાથે મંડરાતી .
પીળું ગુલાબ મીરાની કમજોરી હતું અને મારી કમજોરી હતી મીરા .
લાગતું હતુ કે ઉપરવાળાને પણ મારી કમજોરી નો ખ્યાલ આવી ગયો હતો. રસ્તોઓળંગવા જતા એક કાર સાથેના થયેલા અકસ્માતમાં મીરાને તેની પાસે તેડાવી લીધી હતી ,મને એકલો કરી એ પોતે તો મંદિરમાં રાધાજીને બાજુમાં બેસાડી ખુશ હતો.
બસ ત્યાર પછી પીળા ગુલાબને હું ક્યારેય તોડતો નહિ તેને જોઇને મનોમન ખુશ થતો , એક સવારે હું જોઉં છું મારા એ છોડ ઉપરથી હમણાં સુધી લહેરાતા પીળા ફૂલ ગાયબ અને સાથે ગાયબ મારું હુંફાળું હાસ્ય ,આંખોમાં લાલાશ તરી આવી .
આજુ બાજુ નજર દોડાવી એક પ્રૌઢ ફૂલોનો ગુચ્છો હાથમાં લઇ દોડતો હતો . એની પાછળ દોડી તેને કોલરેથી પકડી નીચે પાડ્યો , ધૂળથી ખરડાએલો એના ચહેરો આંખોમાં ભીનાશ સાથે મારી સામે યાચકભાવે જોઈ રહ્યો, તેનો એ દેખાવ મને સહેજ પીગળાવી ગયો !
“શરમ નથી આવતી આ ઉંમરે ચોરી કરતા અને તે પણ ફૂલોની??
તે વૃધ્ધ રડમશ અવાજે મારી સામે જોઈને બોલ્યો “માફ કરો ભાઈ આજે મારી પત્નિને ગુજરી ગયે પચાસ વર્ષ પૂરા થયા તેને પીળાં ફૂલ બહુ ગમતા હતા.આજે એટલા પૈસા નથી ખિસ્સામાં કે તેની એક ઈચ્છા પૂરી કરું, આ બગીચાની બાજુના કબ્રસ્તાનમાં તેની કબર છે ત્યાં ઉપર આજે ફૂલો ચડાવવાની લાલચ લાગી ભાઈ માફ કરો ,એની આંખો છલકાઈ પડી.
મેં સહેજ કૂણાં થઈ પૂછ્યું ભાઈ કેટલા વરસોનું લગ્નજીવન હતું કે હજુય આટલું દર્દ ચહેરે ટપકે છે ?
“એક દિવસ નું સમૃદ્ધ લગ્નજીવન “અને બોલતા એક ચમક પથરાઈ ગઈ !!
તેનો આ જવાબ મને રોજ તેને એક પીળું ગુલાબ આપવાનો વાયદો કરાવી ગયો ……rekha patel
હું રેખા પટેલ પણ કબુલ કરું છું આટલું લખતા મારી આંખો છલકાઈ પડી
chandralekha
July 9, 2015 at 3:59 pm
Haiyu kampan kari gayu… kaash. Ishwar avo murtimant prem sauna haiya ma appe.
nkd2
July 9, 2015 at 3:59 pm
સંપુંર્ણ સહમત આપની વાત સાથે….કોઇક જ નફ્ફટ માણસ હોય જેને આવી હ્રદયદ્રાવક ઘટના વાંચીને અસર ના થાય…ખૂબ જ હ્રદય સ્પશી આલેખન..
પેલાં વૃધ્ધનાં પ્રેમમાં પચાશ વર્ષે કશો બદલાવ ના આવ્યો..અને પચાશ વર્ષ સુધી એ જ લાગણી અકબંધ રહી…સલામ એ વૃધ્ધને…આવું લેખન તમારા જેવા સંવેદનશીલ લેખક જ લખી શકે
Rekha Shukla
July 9, 2015 at 4:22 pm
khub sundar lakhan 🙂
mohit mesvaniya
July 9, 2015 at 6:17 pm
Bau j sahajta thi tme ek manas ni majburi ne varnavi che… kudrat agad lachar thay jay che manvi hamesha…
Sangita
July 9, 2015 at 9:05 pm
Aankho ma anshu!!!!
bhumika
July 10, 2015 at 5:00 pm
waaah
મૌલિક રામી "વિચાર"
July 11, 2015 at 1:55 pm
Extraordinary!!1