એક અનોખો પ્રેમ ( રાજ અને રચના )
કહી તો યે દિલ કભી મિલ નહિ પાતે , કહી સે નિકલ આયે જન્મોકે નાતે ….
માંડ ટીનેજરની ની અવસ્થાને આંબતા આ બંને દોસ્તો એક દિવસ સંતાકુકડીની રમતમાં એક સાથે સંતાઈ ગયા હતા
ત્યાં મળેલા એકાંતમાં રચનાને કંઈક યાદ આવી ગયું
” રાજ ત્રણ વર્ષ પહેલા આપણે મળ્યા ત્યારે હું અને તું અગિયાર વર્ષના હતા ”
“હા યાદ છે તે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવાજીના મંદિરે મેળો ભરાયો હતો ” તે હસીને બોલ્યો
” અને તું તે દિવસે મને ટીકી ટીકી ને જોતો હતો ,અને હું મનોમન ગુસ્સે થઈ હતી , પણ તું એમ કેમ કરતો હતો તે કહીશ મને?” આંખોમાં આશ્ચર્યના ભાવ ભરીને તે પૂછી બેઠી
” રચના તું સાચું માને તોજ હું તને એ વાત કહું ”
“હા રાજ કહે હું માનીશ ”
” આપણે નવ વર્ષના હતા ત્યારની આ વાત છે , તને પહેલીવાર મેં મારા ગામની સ્કુલમાં તારી કોઈ ફ્રેન્ડ સાથે જોઈ હતી ,યાદ છે તેને એ વાત ” રાજની માસુમ આંખોમાં એક ચમકારો ઉતરી આવ્યો હતો.
” હા હું એક વખત ત્યાં આવી હતી,પણ તેનું શું ? મેં તો તને નહોતો જોયો” રચના માસુમિયત થી બોલી હતી
” હા રચના મેં પણ તને ત્યાં પહેલીજ વાર જોઈ હતી અને ત્યારે કોણ જાણે કોઈ અજાણી શક્તિ મને તારા તરફ ખેચી રહી હતી,મારે તને ફરી જોવી હતી.
અને તે પછીના એક વર્ષ સુધી મેં તને બધેજ શોધ્યા કરી હતી , તું ફરી જોવા મળી જાય એવા આશય થી કેટલાય દિવસો સુધી તારી એ બહેનપણીના ઘરની બહાર હું ચક્કર લગાવતો. પણ તું ફરી ક્યાય દેખાઈ નહોતી
અને બે વર્ષ પછી તને અચાનક જોઈ હું બધુજ ભૂલી ગયો હતો, ત્યારે મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે હવે તું ફરી ખોવાઈ નાં જાય ” રાજ જાણે ઊંડાણ માંથી બોલી રહ્યો હતો.
” લે તો ભગવાને તારી પ્રાર્થના સાંભળી લીધી ,પછી જો આપણે એકજ ફળિયામાં રહેવા આવી ગયા અને મિત્રો બની ગયા” મીઠું હસી રચના બોલી
“તો બસ રચના તું હવે કદી ખોવાઈ તો નહિ જાયને ?”
” પાગલ છે સાવ તું ,આવું તો કઈ હોતું હશે”
“લ્યો આ રહ્યા બંને …પકડાઈ ગયા ” બીજા મિત્રની બુમ સંભળાઈ.
” હવે સમય બતાવશે કોણ ખોવાઈ ગયું ,કોણ પકડાઈ ગયું .. બાકી આ માસુમ પ્રેમને કઈ કેટેગરીમાં મુકવો ? ”
રેખા પટેલ( વિનોદિની )
nkd2
July 7, 2015 at 8:02 pm
Very nice