તું કોન્વેન્ટ સ્કુલમાં પ્રિન્સિપાલ બની ગઇ છે એ વાત જાણીને મને ખૂબ જ આંનદ થયો એ બદલ મારા અભિનંદન.હું જાણતી હતી કે નાના બાળકોને સારી કેળવણી કેમ આપવી તે તું નાનપણ થી બહુ સારી રીતે જાણતી હતી ,કારણ તારા થી નાના ત્રણ ભાઈ બહેનોને તું બહુ સુંદર રીતે સારી નરશી વાતો સમજાવતી હતી અને ત્યારેજ અમે સહુ તને હસતા હસતા કહેતા કે તું બહુ સારી ટીચર બની શકે તેમ છે . તું પ્રિન્સીપાલ બની છે તો થોડી મારા મનની વાત તને અહી જણાવું છુ.
છતાં પણ ક્યારેક આપણા દેશી બાળકો કે બીજા દેશમાંથી આવતા બાળકો નો વિચાર આવે છે ત્યારે તેવા બાળકો માટે મનમાં અલગ લાગણીઓનો જન્મ થાય છે
પારકા દેશમાં જ્યાં જીવનની શરૂવાત એકડ એકથી શરુ કરવાની હોય તેવા માતા પિતા માટે કમાણી કરાવી અતિ આવશ્યક હોય છે તેવા સમયમાં બાળકોને ના વિકાસ ઉપર ખાસ ઘ્યાન રખાતું નથી ,તેમાય દેશી માં બાપ ઘરમાં વધારે કરી ગુજરાતી બોલતા હોય છે આવી પરિસ્થિતિમાં બાળકોનો ઝુકાવ માતૃભાષા તરફ વધુ હોય છે અને આવા વખતે જ્યારે તેમને પ્રી સ્કુલમાં મુકવામાં આવે છે ત્યારે તેમની દશા દયાનીય બની જાય છે . માં બાપ જ્યારે દીકરા દીકરીઓને અહીની સ્કુલમાં પહેલું પગથીયું ચડે છે ત્યારે જેટલા ખુશ હોય છે એટલા જ એના માબાપ ચિંતિત પણ હોય છે. કારણ એ બાળકને પૂરું અંગ્રેજી બોલતા પણ આવડતું નથી હોતું ત્યારે માં બાપને તેમની ચિંતા થાય તે સ્વાભાવિક છે.
આવા બાળકોને ક્યારેક તો બાળક બાથરૂમ જવું કે પાણી પીવું છે જેવા સામાન્ય શબ્દો પણ અંગ્રેજીમાં બોલી શકતા નથી.ત્યારે આવી સ્થિતિમાં જ્યાં બધા જ અમેરિકન બાળકો હોય ત્યાં આખો દિવસ તેમની વચ્ચે એક થઇને રહેવું તે બાળકો માટે ચેલેન્જ રૂપે હોય છે….અને નાના બાળકોનાં મન સ્વચ્છ હોય છે તે વાત સાચી,પરંતુ તે બાળકો પણ સમજી શકે છે કે તેમની ભાષા બીજા કરતા અલગ છે.રંગ અને રહેણીકરણી બીજાઓ કરતા અલગ છે અને વધારામાં નાના બાળકોમાં નાની નાની વાતોને સમજવાની શક્તિ પણ ઓછી હોય છે. બીજા બાળકો કરતા અલગ પડતા આ ભારતિય બાળકોની અમેરીકન બાળકો વારેવારે મજાક ઉડાવતા હોય છે.તેમની સાથે દોસ્તી કરતા અચકાતા હોય છે.આવી પરિસ્થિતિમાં આ કાચી વયના બાળકોના માનસપટ ઉપર આ બધી વાતોની ઉલરી અસર નાં પડે એ જોવાનું અને સમજવાનું કામ બાળકના માબાપનુ બની જતું હોય છે .
આ બધું ટાળવા માટે બાળકને ગુજરાતી કે પોતાની માતૃભાષા સાથે સાથે અંગ્રેજીનું જરૂરી શિક્ષણ આપવું બેહદ જરૂરી બની જાય છે.બાળકના માં લધુતાગ્રંથીનાં ઉદભવે તેનું ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે.
એક દિવસ તો લંચમાં મળતા ચીકન નગેટસ તે ભૂલભૂલમાં ભજીયા સમજી ખાઈ ગયો હતો ,કારણ ઘરમાં બધા વેજીયેરીયન હોવાથી તેને અહી મળતા ચીકન નગેટસ વિષે કોઈ જ્ઞાન નહોતું .ઘરે આવીને તેને વાત તેની મમ્મીને જણાવી ત્યારે તેની મમ્મી તેને બહુ લડ્યા હતા. હવે તેને સ્કુલમાં જતા પણ ડર લાગતો હતો
જ્યારે મારી દીકરીએ આ વાત મને જણાવી ત્યારે હું તેના બાળ માનસ ને સમજી શકી કે તેનાં મગજમાં શું દ્વંદ યુદ્ધ ચાલતું હશે.
શાલીની, અમેરીકા હોય કે ભારત હોય મોટે ભાગે પરિવારમાં બાળકો ને આપણે આપણી પોતાની રીતભાત પ્રમાણેનો ઉછેર આપવા માગીએ છીએ તેથી તેમને નાનીમોટી દરેક વાતમાં ટોક્યા કરીએ છીએ.”જેમ કે આપણે અમેરિકન નથી”..”આપણાથી આ ના થાય તે ના થાય.”અમેરીકન જેવા બહુ ટુકા કપડા ના પહેરાય”..”વાળ ખરાબ થાય છે તેલ નાખો.” જેવી અનેક નાની મોટી ટકોર આપણા બાળકો ઉપર સતત ચાલુ રાખીએ છીએ.જ્યારે અમેરિકન બાળકો માટે આ બધું સહજ હોય છે.તેઓ ક્યારે પણ વાળમાં તેલ નથી નાખતા.અને મોટે ભાગે તેઓ પંરંપરાવાદી ના હોવાથી બાળક રોજિંદી ટકોરમાંથી બાળક મુકત રહી શકે છે.જ્યારે આપણ બાળકો આવી સ્થિતિમાં જુદા પડે છે.ઘરે માં બાપ સામે કશું કરી બોલી શકતા નથી અને બહાર જમાના સાથે તાલમેલ મિલાવી શકતા નથી..આપણે આપણા બાળકોને ભારતીય બનાવી રાખવાના મોહમાં ભૂલી જઈયે છીએ કે તેમને આ જમાના પ્રમાણે પગલા ભરતા શીખવું પણ બેહદ જરૂરી છે ,નહીતર આઘુનિક દોડમાં આજ બાળકોની પાછળ રહી જવાની સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે.
વિદેશમાં રહીને આપણા દેશને દેશની સંસ્કૃતિને કે વિશિષ્ટતા કે સમૃદ્ધિ ભૂલી જાઓ તેમ હું નથી કહેતી..પરંતુ બાળ માનશ સમજી તેમના ઉપર દબાણ રાખો તો જ તેનો અર્થ સરે છે.આથી જેવો દેશ તેવો વેશ અપનાવી બાળકોને સમજવા જોઈએ
શાલીની હું માનું છું પ્રથમ આપણે જ આપણી જાતને કેળવી જોઈએ.અને આપણા અમેરીકન બાળકોની તેમની અહીની જરૂરયાતને ધ્યાનમાં રાખીને એનો ઉછેર કરીએ.
રેખા પટેલ વિનોદીની
ડેલાવર (યુએસએ)
મહેશ ત્રિવેદી
June 23, 2015 at 5:34 am
લેખ જોયો, સાવ સીધી સાદી ભાષા મા સમજ આપવાની પદ્ધત્તી બહુ ગમી ! રેખા ! સાહિત્ય ની લગભગ બધી બાજુઓ તે બરાબર તપાસી એને પચાવી કોઈ સિદ્ધહસ્ત લેખક ની માફક કલમ ચલાવે છે તે જોઈ સાચેજ આનન્દ થયો . હજી અગાળ વધો અને ત્યાના ભારતીય કુટુંબ એમના બાળકો ના ઉછેર અનેમા ઉદ્ભવતી સમસ્યાઓ ગુંથી લઈ ને એક સરસ નવલ કે લઘુ નવલ ન આપી શકે ?