RSS

“વાત અમેરિકન હોમલેસ પિપલની”

16 Jun

Displaying IMG20150616204131.jpg

પ્રિય મુક્તાકાકી

આજે કોણ જાણે તમારી યાદ આવી ગઇ એટલે તમને પત્ર લખવા બેસી ગઇ.એનું ખાસ કારણ એ છે કે હું નાની હતી ત્યારે તમારી સાથે મંદિરે આવતી ત્યારે મંદિરની બહાર બેઠેલા ભિખારીઓને તમે છુટા પૈસા આપતા ત્યારે હું હમેશાં એમ કહેતી કે,”કાકી,તમારા જેવા લોકો પૈસા આપે છે એટલે આ લોકો કશું કામ કરતાં નથી અને ભીખ માંગવાની આદી બની જાય છે.
ત્યારે તમે મને સમજાવતા કે,”દીકરા આપણને ભગવાને ઘણું આપ્યું છે તો બીજાને થોડું આપવાથી તે ઓછું નહી થઇ જાય.”કાકી,તમારી વાત સાચી પણ મફતમાં મળતી વસ્તુ કે સુખ માણસને આળસુ બનાવી દે છે તે વાત સાવ સાચી છે.હું આજે પણ જરૂરીયાતને આપવામાં માનું છું અને કામચોરોને કશું નહી આપવાનો નિયમ આજે પણ પાળું છું.

હું જ્યાં ગ્રોસરી લેવા જાઉં છું તે સ્ટોરની બહાર ટ્રાફિક લાઈટ ઉપર એક સાઈઠની આજુઆજુ ઉભેલો એક અમેરિકન માણસ કાયમ “હોમલેસ ,આઈ નીડ મની ફોર ફૂડ” લખેલું પુઠાનું બોર્ડ હાથમાં પકડીને ઉભો રહે છે.ત્યા જતા આવતા તેના દયામણા ચહેરા અને લખાણને જોઈ એક બે ડોલર આપતા જતા હોય છે.ક્યારેક છુટ્ટા પૈસા હોય તો હું પણ આપી દેતી.

એક વખત મારા હસબન્ડ મારી સાથે હતા અને તે દિવસે બહુ ઠંડી હતી.પેલો માણસ ઠંડીમાં થરથરતો લાલ થઇ ગયેલો ભીખ માટે આમ તેમ દરેક કાર પાસેથી પસાર થતો હતો તે જોઈ મેં પર્સમાંથી ડોલર બહાર કાઢયો.મને આમ કરતી જોઈ મારા હસબંડ બોલ્યા,”નેહા….,તું જાણે છે આ માણસ આપણા લીકર સ્ટોરનો રોજનો કસ્ટમર છે.સવાર સાંજ એને ભીખમાં મળતા ડોલરથી તે ભરપેટ ખાવાનું નથી ખાતો પણ ભરપેટ દારૂ પીવે છે.”એમની વાત સાભળતા ભીખ આપવા જતો મારો હાથ રોકાઈ ગયો.

“મુકતા કાકી ,મને ક્યારેક લાગે છે આપણેજ સામે ચાલી આવા લોકોને ભીખ માગવા પ્રોત્સાહન આપી રહ્યા છીએ.

કાકી,તમે જાણો છો કે,દુનિયાભરનાં લોકોને અમેરીકાનું ઘેલું છે.કારણકે અમેરીકા એટલે સપનાઓનો દેશ.જ્યારે આવી ટેગલાઇન ધરાવનારા દેશમાં “હોમલેસ” એટલે “ઘરવિહોણા”  શબ્દ સાભળીયે ત્યારે આપણી વિચારોમાં ખળભળાટ મચી જાય છે.સુધરેલો સમાજ હંમેશા ગરીબ કે પછાત દેશોમાં રહેલા આવા ધરવિહોણાં ભિખારીઓની વાત કરવામાં આગળ રહ્યો છે  જ્યારે પણ ગરીબીની વાત આવે છે ત્યારે દરેક સુઘરેલા દેશ અને ત્યાના સુધરેલા સમાજના લોકોના નાકના ટેરવા ચડી જાય છે,પણ અંદર ખાને જુઓ તો દરેક સમાજ અને દેશમાં આવા ભીખારીઓ ઠેર ઠેર જીવા મળી આવે છે.

પરદેશમાંથી હિંદુસ્તાનમાં આવતા આપણા જ દેશી ભાઇઓ  રસ્તા ઉપર ભીખ માંગતા ભિખારીઓને જોઈને નાકનું ટીચકુ ચડાવે છે અને આ બાબતની ટીકા કરતા જોવા મળે છે.પરતું પરદેશમાં આવા ભિખારીઓને એક સુધરેલું અને મજાનું નામ ” હોમલેસ ” આપી આખી વાત સંકેલી દેવાઇ છે.

અહીયાંનાં શીયાળાની ઠંડી હાડગાળી નાખે એવી કાતિલ હોય છે.એવા સમયે આ હોમલેશ લોકો જાણીજોઇને નાના મોટા ગુના કરી જેલમાં પણ પોતાના રહેવાની વ્યવસ્થા કરી લેતા અચકાતા નથી.કેટલીક વખત જોવા મળે કે જેલમાંથી પરત ફરેલા આવા હોમલેસ ભીખારીઓ પહેલા કરતા શરીરે વધુ શસક્ત દેખાતા હોય છે.બહાર ખુલ્લી હવામાં જ્યારે ખાવાના સાંસા પડતા હોય ત્યારે અહીની જેલમાં બે ટાઈમ સારું ખાવાનું અને રહેવાનું મળે.ઉપરાંત અહીની જેલોમાં સામાન્ય ગુનાઓ કરેલા કેદીઓને માટે રમત ગમત અને જીમની પણ વ્યવસ્થા મળતી હોય છે આથી થોડા દીવસ માટે તેમને ખાઈ પીને તેઓ તગડા બની જાય છે.

કાકી જોકે ઘર વિનાના માણસોની સ્થિતિ શીયાળા માં ખરેખર દયાનીય બની જતી હોય છે. કાતિલ ઠંડી આખાય અમેરિકામાં તેમા ખાસ કરીને ઈસ્ટ કોસ્ટને થીજાવી દેતી હોય છે.આવી પરિસ્થિતિમાં અહીયા વસતા હોમલેસ માણસો દિવસ આખો તો જેમતેમ રખડીને કે ભીખ માગીને વિતાવે છે અને ભીખમાં મળેલા ડોલરથી બર્ગર ને એકાદ પેગ  સસ્તી બ્રાંડીનો ચડાવી પૂરો કરી લતા હોય છે.પરંતુ રાત્રીનો કપરો કાળા એમના માટે અસહ્ય બની જાય છે.

આ વાત સાચી ,છતાં પણ ક્યારેક વિચાર આવે છે કે આવા લોકો આટલી ઠંડીના કે ગરમીમાં જે રીતે ભીખ માગે છે તેને બદલે કામ માગતા હોય તો શું ખોટું?
મારા ઘરથી થોડે દુર કોલેજ કેમ્પસ આવેલું છે ,ત્યાંથી હું ગમેતે સમયે પસાર થાઉં દરેક સમયે એક યંગ કપલ રસ્તાની સાઈડ ઉપર ઉભું રહેલું જોવા મળે છે, જેમાં સ્ત્રી હશે માંડ પચ્ચીસ ની આસપાસ અને પુરુષ હશે પાંત્રીસ ની આજુબાજુ નો જે હોમલેસ નું પાટિયું લઈને ફરતા જોવા મળે છે ,ત્યારે સવાલ થાય છે કે શું આજ તેમની જીંદગી બની ગઈ છે ?
આ જિંદગી તેમને જાતે પસંદ કરી છે બાકી કામ કરનાંરને અહી પણ બહુ કામ મળી રહેતું હોય છે

ગમે તેમ હોત પણ આ બાબતે અહીની ગવર્મેન્ટ આપણી ભારતની સરકાર કરતા ઉદારવાદી બની હોમલેસ લોકો  માટે કઈક કરવા પ્રયત્નશીલ રહેતી હોય છે.
અમેરિકા સમૃદ્ધ દેશ છે તેમાં જરાય અતિસયોક્તી નથી.અહીની લાઇફ સ્ટાઈલ સુરુચિ પૂર્વકની છે.અહીની ગવર્મેન્ટ પોતાની નાણાકીય તાકાત કરતા વધુ ડોલર ખર્ચીને ગરીબી રેખા નીચે જીવતા લોકોને તેમની જિંદગીભર મદદ કરે છે.

આપણે ત્યાં કહેવત છે કે,”ગામ હોય ત્યાં ઉકરડો હોય”.તો સુધરેલા દેશમાં પણ ગામ અને નગર તો હોય જ છે.બસ આપણે એજ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે જે તે સમાજમાં વકરતો ઉકરડો હોય તેને રોકવામાં મદદ કરવી જોઈએ નહિ કે તેમાં વધારો થાય તેવું કરવું જોઈએ ,હું માનું છું દયા કરવા દાન કરતા કામ આપો  … કાકી,આજે પણ કહું છુ કે આવા લોકોને ભીખ નહિ પણ કામ આપવું જોઈએ તેવું હંમેશા મારું માનવું રહ્યું છે ”

રેખા પટેલ(વિનોદિની)
યુ.એસ.એ-ડેલાવર

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: