RSS

પ્રેમ અને સમજદારી

16 Jun

પ્રાચીને માથે વાજ્રાધાત થયો હતો ,આજની રાત તેની માટે બહુ ભારે હતી. બહાર આભમાં ચમકતો ચન્દ્ર પણ તેને કોઈ કાળે શીતળતા આપતો નહોતો , “અશાંત મનને શાંત વાતાવરણ વધુ એકલતા આપી જાય છે”

આટલી વ્યગ્રતા તો ત્યારે પણ નહોતી જ્યારે તેને મા પાપા સામે બળવો પોકારી એક મુસલમાન યુવક સાથે પ્રેમલગ્ન કરવાનો નિર્ણય મુક્યો હતો , જીદ અને તટસ્થતા સાથે એણે ઈમરાનની સાથે લગ્ન કરવાની વાત મૂકી હતી સાથે એ પણ જણાવ્યું હતું કે તેઓ ખુશી થી મંજુરી નહિ આપે તો પણ તે લગ્ન તેની સાથેજ કરશે.

પાપાએ માથા ઉપર હેતાળ હાથ ફેરવતા ઘણું સમજાવી હતી કે ” તે ઈમરાનને એક વર્ષથી જાણે છે તેની માટે આટલું મોટું પગલું ભરીને તે મુર્ખામી કરી રહી છે , હિંદુ અને મુસલમાન બંને નો ઘર્મ અલગ છે અને વધારામાં તેમની રહેણીકરણી થી માંડી બધીજ આદતોથી એક બીજાથી વિરુદ્ધ છે આજે પ્રેમના જોશમાં બધી એક લાગતી બાબતો થોડાજ સમયમાં અલગ હોવાની અનુભૂતિ કરાવશે ત્યારે એકમેકને અનુકુળ થવામાં ,સહેજ ઊંચનીચ થતા પ્રેમનો નાજુક સબંધ ઝાકળ બિંદુની માફળ સરી જશે ” .

માએ રોકકળ કરી ધાક ધમકી થી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ પ્રેમનું ભૂત પ્રાચીને ટસથી મસ થવા દેતું નહોતું .તેની માટે ઇમરાન સાથે લગ્ન તેજ તેનું સ્વપ્ન હતું જેને એ ગમે તે રીતે પરિપૂર્ણ કરવા માગતી હતી.

છેવટે આગલી રાત્રે બંને પ્રેમી પંખીડા એ સમાજના દાયરાઓ ને તોડી ભાગી જવાની નિર્ણય લીધો હતો , માં પાપાનું એકનું એક સંતાન હોવાના કારણે ઘણા લાડકોડથી ઉછરી હતી આથી તેના હાથમાં હંમેશા રોકડ રકમ બીજાઓ કરતા વધુ રહેતી અને પોતાના અંગત દાગીના પણ પાસેજ હતા ,ઇમરાન ખાસ કઈ કમાતો નહોતો આથી તેના કહેવા મુજબ આ બધું તેમને આર્થિક સંકડામણ માં કામ લાગશે વિચારી એક નાની એટેચી તૈયાર કરી પ્રાચીએ તેના ઓરડામાં અલગ સંતાડી રાખી હતી.

જીદ્દી હોવા છતાં પ્રાચીનું મન એક દીકરીનું મન હતું , વ્હાલસોયા માં બાપને આમ અંધારામાં રાખીને છોડી જતા મન કચવાતું હતું આથી એક વાર મનભરીને મા પાપાને જોઈ લેવા તે એમના રૂમ તરફ ચાલી.એરડાની બહાર પહોચતા અંદરના વાર્તાલાપે તેને ચમકાવી દીધી….

” શીલા હુ કહુ છુ જીદ છોડી દે , પ્રાચીને તેના મનગમતા યુવક સાથે પરણવાની છૂટ આપી દે ” પાપા બોલતા હતા.

” પ્રાચીના પાપા આ જીદ નથી પણ દીકરીના ભવિષ્યની ચિંતા છે ,હું તેને દુખી જોવા નથી માગતી ,તે મારા પેટે નથી જન્મી પણ છે તો મારી દીકરીને! મારા ખાલી ખોળે ઉછરી છે , તેની નશોમાં ભલે આપણું લોહી નથી પણ તેની પાછળ આપણુ જ નામ છે તેના હૈયામાં આપણો જ વાસ છે ” રડતા રડતા શીલા બોલાતી હતી.

” શીલા તું જાણે છે કે પ્રાચીની રગોમાં મારા મુસલમાન મિત્ર અહમદ નું લોહી છે ,પ્રાચી દસ દિવસની હતીને એક અકસ્માતમાં અહમદ અને ભાભીજાન મૃત્યુ પામ્યા હતા અને કોઈ સગાવહાલા પાસે નાં હોવાથી તેની દીકરીને આપણી કરી આપણે રાખી લીધી , તો બસ હવે તેને એક મુસલમાન યુવક સાથે પરણતા નાં રોકવી જોઈએ તેમ તને નથી લાગતું ?”

તમારી વાત સાચી છે પણ આ યુવક તેને લાયક નથી ,વધારામાં કઈ પણ કમાતો નથી અને ખાસ તો પ્રાચી હિંદુ સંસ્કારો થી ઉછરેલી યુવતી છે તેને લગ્ન પછી નું ધર્મપરિવર્તન બહુ આકરું થઇ પડશે હું કોઈ કાલે મારી દીકરીને દુઃખી નહિ જોઈ શકું “.

પ્રાચીના પગ નીચે થી ધરતી ખસી ગઈ તે ત્વરાથી ઓરડામાં પાછી આવી ગઈ ,કેટલીય ક્ષણો તે કશુજ વિચારી નાં શકી .તેને સમજાતું નહોતું કે તે તે માં પાપાનું સંતાન નથી જાણી દુઃખી થાય કે મુસલમાન છે જાણી ખુશ થાય …….
હવે તો સમાજના કોઈ દાયરા તેનાં પ્રેમની વચમાં આવી શકે તેમ નહોતા . કેટલીય વાર સુધી તે આંખો મીંચીને પડી રહી ,છેવટે એક નિર્ણય તેની રડતી આંખોમાં ચમકારો ભરી ગયો.

તેણે ઉભા થઇ ભરેલી એટેચી ખાલી કરીને બધું યથાવત ગોઠવી દીધું અને સવારના પહોરમાં જાણે કઈ નાં બન્યું હોય તેમ માં પાપા સાથે ચાય નાસ્તા ઉપર એક વાત મૂકી ” મા મારી માટે સારા યુવકની શોધ કરવાની જવાબદારી તમારી છે પણ શર્ત એટલી છે કે મને પાપા જેવો પ્રેમાળ જોઈએ કહેતા પાપાના ગળે વળગી પડી .

રેખા વિનોદ પટેલ , ડેલાવર (યુએસએ )

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: