કવિતા : સ્ત્રી – પુરુષ …….
હે સ્ત્રી તું છે કોણ? …..
તું ચંચળ છે કે ઘીર ગંભીર છે? તું છે મનચલી કે સાવ સરળ છે?
ઓ પુરુષ ! હું હવા છુ, હું નદી છુ ,તરંગ છુ ,હું એકમાં “અનેક” છું,
નારી ,તું મારી કવિતા છે ,વાર્તા છે,તું એક વણ કહેલ કથા છે
તારામાં જીવન જડે,તારું સૌંદર્ય મુજને અડે,કહે મુજમાં તુજને શું ગમે?
હે પુરુષ, તું છે કોણ? …..
શું તારામાં કાયમ રહેતો અહં છે ? કે મનમાં વસતો વહેમ છે ?
ઓ સ્ત્રી ! હું પથ્થર છું ,પર્વત છું, પણ તારામાં રહેતો હું “એક ” છું
નર ,તું જોરાવર છે, તું ખાસ કઠણ છે,એકનું એક પઠન છે.
તારા મહી નાં કઈ ખાસ જડે ,તારૂ મુજ તરફનું બસ વ્હાલ ગમે.
બની પુત્ર કે પિતા ,બની પ્રેમી અને પતિ એ વ્હાલ કાયમ રાખજે ,
નહિ તો મને દુર સદા તું ભાસજે …. નારી.
-રેખા પટેલ (વિનોદિની)