માનનીય રંજનબેન ,
આજે તમને પત્ર લખવાની બહુ ઈચ્છા થઇ આવી.એનું એક ખાસ કારણ છે કે જ્યારે અમે સ્કુલમાં ભણતા હતા ત્યારે તમે અમને ગુજરાતી ભાષા શીખવતા હતા અને વાતવાતમાં હંમેશા એક સલાહ આપતા કે તમારી પાસે દસ પૈસા હોય તો તેમાંથી એક પૈસો જરૂરીયાત વાળા માટે ખર્ચવો જોઈએ.તમારી વાત સાચી છે પણ કેટલા આ પ્રમાણે વર્તે છે? હું પોતે પણ બહુ જરૂરીયાત વાળું કોઈ દેખાય તો થોડા દાન પુણ્ય સમજી કરી લઉં છું છતાં આજે મેં જે સાભળ્યું તે વાતે મને તમારી યાદ અપાવી દીધી એટલે ખાસ તમને યાદ કરીને હું પત્ર લખવા બેસી ગઈ.
આજે અમારા ટાઉનમાં અહી ચાલતું ગુજરાતી સમાજનું સંમેલન હતું. હું અને મારા પતિ ત્યાં ગયા હતા.એ સંમેલનમાં મારી નવીનવી મિત્ર બનેલી કેતકી મળી.એ બહુ ખુશખુશાલ દેખાતી હતી .મને જોતાજ વળગી પડી અને કહે કે,”નેહા,મારી પાસે એક ગુડ ન્યુઝ છે.મારા પતિ મેહુલ જ્યાં કામ કરતા હતા તે કંપનીએ તેમને પચાસ ટકાની પાર્ટનર શીપ આપી છે તે પણ કોઇ પ્રકારનું રોકાણ કર્યા વિના!!”
કેતકીની વાત સાંભળીને હું તો અચંબામાં પડી ગઈ,અને વિચારવાં લાગી કે આમ કેમ બની શકે?આમ તો હું જાણતી હતી કે મેહુલભાઈ તે કંપનીમાં છેલા પંદર વર્ષથી પૂરી ઈમાનદારીથી કામ કરતા હતા.એ એની જોબ હતી.આજે એ જ કંપનીમાં આજે પચાસ ટકાની ભાગીદારી મળી.?”
નેહાની ખૂશીને વધાવવા મે ખૂશી બતાવતા કહ્યુ,”વાઉ,વેરી ગુડ,આ તો બહુ જ સરસ ન્યુઝ છે કેતકી”
એ પછી મેં આગળ પૂછ્યું ” જો તને વાધો નાં હોય તો આ કેમ બન્યું એનું કારણ મને જણાવીશ તો મને ગમશે.”
ત્યાર બાદ કેતકીએ મને જે જણાવ્યું તે બહેન હું તમોને અહીંયા લખીને જણાવું છું.” મેહુલભાઈના બોસ મિસ્ટર જેક રોનાલડૉ મુળ અમેરિકન છે.એને બે દીકરા છે,અને એનાં બંને દીકરા મિ.જેકથી અલગ રહે છે.બંને દીકરા બહુ દુર નથી રહેતા છતા પણ ભાગ્યે મિસ્ટર જેકની સંભાળ લેવા તો ઠીક દીકરા હોવાને નાતે તેમની ખબર લેવા પણ આવતા નથી.એક દિવસ અચાનક મિ.જેકની તબિયત અચાનક લથડી ગઇ ત્યારે મેહુલભાઈ બે દિવસ સુધી કોઈ પણ સ્વાર્થ વિના તેમની સાથે રહ્યા .આ પહેલા જ્યારે જ્યારે મિ.જેકની તબિયત ખરાબ થતી મેહુલભાઈ તેમને અંગત સ્વજનની જેમ સાચવતા હુંફ આપતા અને સાચા હ્રદયથી મિ.જેકની સેવા કરતા અને કંપનીના કામની સાથે એને દવા સમયસર લીધી કે નહી એ ફોનમાં પુછી લેતા હતા.મેહુલભાઇનો સ્વભાવ પહેલેથી પરોપકારી હોવાથી એના સગાવ્હાલામાં પણ કોઇને તકલીફ હોય તો એનાંથી બનતી મદદ કરતા.કંપનીનું કામ જાણે પોતાનું જ હોય તેમ પૂરી ઈમાનદારી અને મહેનતથી કરતા હતા.આ જ કારણસર મિ.જેકને મેહુલભાઈ ઉપર બહુ સ્નેહ હતો તે કંપનીનાં અન્ય સ્ટાફ મેમ્બરને પણ જાણ હતી.પંદર વર્ષમાં મેહુલભાઇની નિષ્ઠા જોઇને મિ.જેક પછી કંપનીમાં એક મહત્વનાં હોદા પર બિરાજતા હતા. કદાચ આ બધાનો ગુણ ગણીને તેમના બોસે તેમને પોતાના સમજીને કંપનીમાં ભાગીદાર બનાવ્યા .
ઉપરોકત વાત બધી સાચી રંજનબેન,તમે જ કહો કે મેહુલભાઇ જેવા આપણા દેશની ધણી કંપનીમાં ઈમાનદાર કર્મચારીઓ હોય છે,છતાં પણ કદી સાભળ્યું છે કે કંપનીનાં બોસનાં પોતાના સંતાનોના હોવા છતાં પોતાની અડઘી મિલકત કોઈ કર્મચારીને આપી દે?સાચું કહું રંજનબેન,આ બધુ અહીયાં જ શક્ય બને છે.
બાકી તમે જાણો છો કે આપણા દેશમાં તો સાવ અણધણ એવા વારસદારો પણ ગાદી પતિ બની બાપની મહેનતને પાણીમાં ડુબાડી દેતા હોય છે અને આ વાતની ખાતરી હોવા છતાં દરેક બાપ પોતાના વારસદારને જ બધું સોપતા જાય છે.
મિસ્ટર જેક માત્ર પૈસાથી મોટા નહોતા.તે વિચારો અને દિલ પણ મોટા હતા.તે સમજી ગયા હતા કે પોતાની કંપનીને આગળ ચલાવવા માટે અને પોતાનો સહુથી મોટો સહારો મેહુલભાઇનો છે.મેહુલભાઇની છેલ્લા પંદર વર્ષની એકધારી નિષ્ઠા અને મહેનતના બદલામાં આ વૃદ્ધ બનતા જતા મિ.જેક દ્રારા તેમને કંપનીમાં પચાસ ટકાના ભાગીદાર બનાવીને અશક્ય હોય એવુ વળતર ચુકવ્યું હતું.
આપણે માનતા હોઈયે છીએ કે આપણી દરેક વસ્તુ ઉપર આપણાં સંતાનોનો જ માત્ર હક હોય છે.આ વાતને આમ વિચારવામાં એ ભૂલી જઈએ છીએ કે જે સ્થાને આપણે પહોચ્યા છીએ,એ પ્રગતિનાં પાયામાં કે ચણતરમાં કેટલા બધાની મહેનત રહેલી હોય છે.
હા બહેન હમણાં થોડા સમય પહેલા એક દાખલો આપણા દેશમાં સુરતનાં હીરા ઉધોગનાં અગ્રણી એવા સુરતનાં નાના વરાછા સ્થિત હરે કૃષ્ણ ડાયમંડના માલિક શ્રી સવજી ધોળકીયાની કર્મચારીઓના કર્મને સન્માનવાની અનોખી પહેલ કરીને ૨૭૦ કર્મચારીને ઘર અને ૫૭૦ કર્મચારીને જવેલરીની ભેટ આપી હતી. પેઢીના ૭ હજાર કર્મચારીઓની વચ્ચે દિવાળી બોનસ તરીકે ચમચમાતી ફીઆટ, પુન્ટો ઇવો કાર આકર્ષણનું કેન્દ્ર બની હતી.આ કાર્યક્રમ કર્મચારીઓને ૪૫૦ કાર સાથે ઘર અને જવેલરીની ભેટ આપવામાં આવી હતી
એવા જ એક બીજા ગોવિંદભાઇ ધોળકીઆ છે. જેમને કન્યા કેળવણીને ઉત્તેજન મળે તે હેતુથી વી. એન. ગોધાણી કન્યા વિદ્યાલય સ્થાપીને શહેરને આદર્શ શિક્ષણ આપતી એક નમૂનેદાર સંસ્થા પૂરી પાડી છે, જેમાં 3,000 કન્યાઓ શિક્ષણ પામે છે. પોતાના વતન દૂધાળામાં પણ સંતોકબા ધોળકિયા પ્રાથમિક સ્કૂલનું નિર્માણ કર્યં. દામનગર ગુરુકુળમાં પણ માતુશ્રી સંતોકબહેન લાલજીભાઈ ધોળકિયા હાઈસ્કૂલનું નિર્માણ કર્યુ.
એ ઉપંરાતઅમદાવાદ-અમરેલી હાઈ-વે રોડ પર ટીંબી – તા. ઉમરાળા ખાતે આવેલી આ હાસ્પિટલમાં આજે ગુજરાતના ખૂણે-ખૂણેથી દર્દીઓ આવે છે. રોજે 500થી 600 દર્દીઓને ઓપીડી સારવાર, સોનોગ્રાફી, એક્સ-રે, લેબોરેટરી તપાસ, તમામ પ્રકારની દવાઓ, નાનાં-મોટાં ઓપરેશનો, તેમજ દર્દીઓને તથા તેમનાં સગાંઓને ઉત્તમ પ્રકારનું જમવાનું અને રહેવાની સગવડ સંપૂર્ણ વિનામૂલ્યે આપવામાં આવે છે.
આપણા દેશમાં પણ આ પ્રકારની પહેલ થતી જોઇને મને પણ આંનદ થાય છે.રંજનબેન બસ અહીંયા મારો પત્ર પૂરો કરૂં છુ.
-રેખા વિનોદ પટેલ
ડેલાવર (યુએસએ)
મૌલિક રામી
May 16, 2015 at 9:35 am
Interesting!!!