સૂકા થડમાં ફરી લીલાશ આણી ખૂશ થાવાનું
ભૂલીને કાલ,ચાલો આજ માણી ખૂશ થાવાનું
ના લાગે ભાર સપનાનો રહે જો આંખ ખોલેલી
છે સુખદુખ જોડિયા બ્હેનો,એ જાણી ખૂશ થાવાનું
ઉગ્યાં બાવળ જગતમાં ચોતરફ પણ શાંતિ છે મનમાં
ફૂલોથી મ્હેકતાં જગની છું રાણી ખૂશ થાવાનું
આ શબ્દોનું જોર છે તલવાર કરતા પણ અણીયાણું
વંચાઈ આંખમાં જો મૌન વાણી ખૂશ થાવાનું
જીવન કાંઇ નથી,છે શ્વાસની ખાલી એ માયાજાળ
એ ફુગ્ગામાં હવા જાણે સમાણી ખૂશ થાવાનું
છો માણસ એમ કહેવા,આટલા કાં ઘમપછાડાઓ?
વહે જો આંખથી ક્યારેય પાણી ખૂશ થાવાનું
-રેખા પટેલ(વિનોદિની)
mee143naren
May 9, 2015 at 6:23 am
આ શબ્દોનું જોર છે તલવાર કરતા પણ અણીયાણું
વંચાઈ આંખમાં જો મૌન વાણી ખૂશ થાવાનું વાહ