તારો પત્ર મળ્યો જાણીને દુઃખ થયું કે જીજાજીને પગે ફેકચર થયું છે અને હવે જીજાજીને ત્રણ મહિના ઘરે રહેવું પડશે.વધારા માં તે લખ્યું છે કે તેમનું નાનું મોટું બધું કામ હવે તારે કરવું પડશે. હા બહેન! કામનો બોજો વધી જશે તે વાત સાવ સાચી છે ,પણ આને જ તો પતિપત્નીના સબંધો કહેવાય .જ્યાં એક પલ્લું નમે તો બીજું આપો આપ ઉચે ચડી જિંદગીના ત્રાજવાને બેલેન્સ આપે છે.
અહી મારી નજીક એક અમેરિકન ફેમીલી રહે છે.તેની વાત તને કહું તો કેથરીન અને ટીમના લગ્નનને માંડ પાંચ વર્ષ થયા હતા.તેમની દીકરી જેના ત્રણ વર્ષની હતી ત્યારે હતી અને અચાનક ટીમને હાઈ પ્રેસરને કારણે પેરાલેટીક હુમલો આવ્યો જેમાં તેનું આખું શરીર ખોટુ પડી ગયું, તેનું સાંભળવાનું ,બોલવાનું , વિચારવાનું યથાવત હતું ,માત્ર હલનચલન બંધ થઇ ગયું હતું .
હવે તું જ વિચાર કર કે સખી આ પરિવારને કેટલી વિટંબણાઓ નો સામનો કરવો પડયો હશે? આપણે ત્યાં મોટેભાગે સંયુક્ત પરિવાર હોવાના કારણે આવી સ્થિતિમાં પરિવારનો સહારો અને હૂફ મળી રહે છે.જ્યારે અહીના બાળકો પુખ્ત બનતા પરિવારમાં માત્ર સ્પાઉસ અને બાળકોને ગણી લેતા હોય છે અને જેના કારણે અસલ પરિવાર અસલ કૌંટુંબિક સુખથી વંચિત રહી જાય છે.બનેના પેરેન્ટ્સ દુર બીજા સ્ટેટ્સમાં રહેતા હોવાથી આવી વિકટ પરિસ્થિતિમાં કેથરીન માથે ઘરબાર અને બાળકની ભેગી જવાબદારી આવી પડી …
નીતા મને કેથ માટે બહુ દુઃખ થતું.ક્યારેક તેની સાથે થતી અલપઝલક વાતમાં તેણે મને જણાવ્યું હતું કે ટીમ તેને બીજા લગ્ન માટે ખુબ દબાણ કરે છે અને કહે છે મને કોઇ નર્સિંગ કેરમાં મૂકી આવ.કારણ ટીમ કેથરીનને બહુ પ્રેમ કરે છે એથી તેની આ દશા જોઈ નથી સકતો ,કેથરીન આ માટે જરા પણ તૈયાર નથી.
સખી….,વાત સાચી છે આપણે ત્યાં આવા બહુ દાખલા પડ્યા છે જ્યાં પત્ની પતિની આખી જિંદગી સેવા ચાકરી કરે છે.પરંતુ આ અમેરિકા એટલે મુક્ત આચાર વિચારસરણી ઘરાવતો દેશ છે ,અહી બોય ફ્રેન્ડ ગર્લફ્રેન્ડનું રૂપકડું લેબલ સાવ સામાન્ય છે.યંગ બ્યુટીફૂલ કેથરીનને માટે બીજું ઘર મેળવવું સાવ સહેલું હતું.તેમા ટીમ તેને સતત ડિવોર્સ આપી દેવા સમજાવતો હતો.કારણકે એ જાણતો હતો કે હવે તેને સામાન્ય થવું હવે મુશ્કેલ છે.છતાં કેથરીનનાં પ્રેમમાં વિશ્વાસ હતો અને આ સાચો પ્રેમ હતો.જેનાં કારણે તે ટીમને આવી સ્થિતિમાં એકલો ત્યજી દેવા તૈયાર નહોતી. તે ઘર ચલાવવા દિવસ રાત એક કરે છે.
જો નીતા,આજે આ વાત નીકળી છે તો હું તને અહીની લગ્નપ્રથા અને તેને લગતી બાબત ઉપરની માહિતી આપું છું……આજકાલ લગ્ન પહેલા અહી લીવ ઇન રીલેશન સામાન્ય છે.અહી સામાન્ય રીતે લગ્નવ્યવસ્થા ભારતની સરખામણીમાં ડામાડોળ છે.અહી આજ કાલ લોકોમાં લિવ-ઈન રીલેશનનું ચલણ બહુ પ્રમાણમાં જોવા મળે છે. જેમાં સ્ત્રી-પુરુષ પરંપરાગત લગ્નને માળીયા ઉપર ચડાવી બંને એક જ છત નીચે સાથે રહી ઘરસંસાર માડે છે. જ્યાં પરસ્પર સમજુતી અને અનૂકૂળતા જોડાયેલી હોય છે.બનેનાં કામ પણ વહેચેલા હોય છે.અહી એક બીજાનો અહં ના ઘવાય તે રીતે સબંધ જોડાએલો હોય છે.
હવે કોઈ કારણસર આમાં ભંગાણ પડે તો જાણે કોઈ લેવાદેવા નાં હોય તેમ કોર્ટ કચેરીના ઝગડા વીના કે માલમિલકતની વહેચણી વિના અલગ થઈ જાય છે.આ રીતે અલગ થવું બહુ સરળ રહેતું હોય છે,અને હા જો લગ્ન થયેલા હોય તો પણ ડિવોર્સ લેવા અત્યંત સરળ બની રહેતા હોય છે.આ અમેરિકા છે.અહી ડિવોર્સ અને બીજા લગ્ન સાવ સામાન્ય વાત છે. બે વ્યકિત વચ્ચે જો પરસ્પરની સમજુતી હોય તો અહી માત્ર 150 ડોલરમાં સાવ સહેલાઇથી ડિવોર્સ મળી જતા હોય છે.પરતું જ્યાં પ્રેમ હોય છે ત્યાં નાત જાત દેશ પરદેશ બધું એક સમાન બની જાય છે.એટલે જ કદાચ કહેવત છે કે “પ્રેમને કોઇ સિમાડા હોતા નથી.”
કેથરીન ઈચ્છે તો ટીમને ડિવોર્સ આપ્યા વિના બીજા કોઈ સાથે પોતાની મરજીથી રહી શકે તેમ છે અને તે માટે કોઈ કાનુન પણ તેને આમ કરતા રોકી શકે તેમ નથી. આ અમેરિકાનું ઉન્મુક્ત વાતાવરણ પણ આ પ્રેમીઓને અલગ કરી શક્યું નથી.આજે દસ વર્ષ થયા કેથરીન ટીમને એક ધારી રોજ થેરાપી માટે લઇ જાય છે.હવે ટીમ જાતે વ્હીલચેરમાં બેસી ઘરમાં ફરી શકે તેવી સ્થિતિમાં આવ્યો છે તેનો બધો શ્રેય માત્ર કેથરીન અને એનાં ટીમ પ્રત્યેનાં પ્રેમને જાય છે.
સખી….,બસ તું હિમત રાખી જીજાજીને સાચવજે.હું તને દુરથી પણ આમ હિમત આપતી રહીશ. બાકી જે આજની સ્થિતિ છે તે કાયમ ક્યા રહેવાની છે.આતો સમયનું ચક્ર છે જે સમય અનુસાર ફરતું જ રહેવાનું છે
તારી સખી …
-રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસએ)
Sanatkumar Dave
May 11, 2015 at 1:05 pm
dearest રેખા બેટા આ તું નથી લખતી..તારામાં વસેલી એક આર્ય નારી અને તેના ભારતીય સંસ્કાર…તું હમેશા પોસીતીવ જ થીંક કરે અને તે અનુસાર અમેરિકન સીસ્ટમ ને પણ સમજાવે….કદાચ તને સહેલું લાગતું હશે આ લખવું પણ ભારતીયો ને મગજ માં પેસાડવું…
પ્રયત્ન સુંદર ને વાર્તા ઘણી ગમી..
અભિનંદન…ની અધિકારી છું જ…
gbu jsk
દાદુ…
Tushar Bhatt
May 12, 2015 at 8:16 am
Tyan tran W no koi bharosho nahi…em kahevay chhe.ane chhatany prem hoy to tyan pan sabandho ni sugandh aave j chhe.