દિવસ વીતે ને તહી કેલેન્ડરથી એક પત્તું તૂટી નીચે પડે
જ્યાં આવે મહિનો “મે” ને તારી વરસગાંઠે મને હરખ ચડે
આ આભે પુનમી રાત જ્યારે રઢીયાળી થઇ નીચે ઢળે,
તહી સ્નેહલ મારું વ્હાલ તુંજ અસ્તિત્વમાં આવી ભળે.
તારા સ્નેહબંધની ડાળી જકડી સદા નિર્ભય થઇ ઝુલુ
એકમેકને સથવારે શમણાં આપણા એક થઈને ફળે.
હરખઘેલી બની હું ,તુજ મસ્તાની આંખોમાં જોતી રહું
ને તારી આંખના અરીસે સદા મારૂ હસતું મુખડું જડે.
ના ગરમી ના શરદી ગમે ,મને “વિનોદીની” મૌસમ ગમે
મઘમઘતો વાસંતી પ્રેમ જ્યાં બારેમાસી ફૂલો જેવો મળે.
એના હાથે સજાઈ લાકડે ચડું ,મારી ઉમ્ર એને નામ કરું
બાકી રહું હરપળ વિનોદ સંગે,જેમ પડછાયો ભેગો ફરે.
-રેખા પટેલ (વિનોદિની)
મૌલિક રામી
May 7, 2015 at 5:12 am
Happy birthday to him!!Many Many Best Wishes!!
Ashok Vavadiya
May 7, 2015 at 5:32 pm
જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ વિનોદ ભાઈ