હુ મૂંઝાતું આ બચપણ જોઈ મારો જીવ બાળુ છુ
એ કોનુ બાળ છે ને ક્યાંથી આવે,ના હુ જાણુ છુ
ના માથે હાથ કોઇનો ના છે જાજમ કે પાથરણું
નથી મા-બાપનું ત્યાં છત્ર, તેથી આંસુ સારૂ છુ
બધે ઇશ્વર દયાળુ થઇને વર્તે સાંભળ્યું એવું,
દિવસભરનાં ભૂખ્યાનાં પેટને રાતે જમાડું છું
કરેલા કર્મ ભોગવવા પડે છે જિંદગી આખી,
આ ભોળા બાલુડાનો જ્ન્મ તારી ભૂલ માનુ છુ
કદી તારી દયા કેરી નજર આ બાળ પર તું રાખ
હુ પાલનહારના હાથે જ રમતો જોવા ચાહુ છુ
એ નીરાઘારને આશા છે કે સાથે છે ઈશ્વર તું
મળે તેને સહારો તુજ અમીનો એ હું યાચુ છુ
આ બાળકને નાં ચિંતા આજની કે કાલની પરવાં
હું એ આંખોમાં સપનું એક રોપી સૂખ માગું છું
-રેખા પટેલ (વિનોદિની)
Ashok Vavadiya
April 22, 2015 at 11:45 am
સુંદર કાવ્ય….. હું મૂંઝાતું આ બચપણ જોઈ મારો જીવ બાળું છું.
Ashok Vavadiya
April 22, 2015 at 11:49 am
સુંદર કાવ્ય. …. હું મૂંઝાતું આ બચપણ જોઈ મારો જીવ બાળું છું.