http://www.pratilipi.com/rekha-vinod-patel/badalayelu-rup
ગામડાના હેતાળ વાતાવરણમાં ઉછેર પામેલી લતાને શહેરમાં જલ્દી ગોઠતું નહોતું,છતાં આ જ મારું ઘર છે એમ સમજી બધા સાથે હળીમળી જવા બનતો પ્રયત્ન કરતી હતી.સુનીલ આમ તો લતા સાથે સ્નેહથી વર્તતો હતો છતા પણ એક ઉષ્માનો સતત અભાવ દેખાતો હતો.મોટા કાકાના દબાવના કારણે આ લગ્ન શક્ય બન્યા હતા.કારણકે સુનીલનાં પરિવાર ઉપર કાકાનું બહુ અહેસાન હતું.
સુનીલ એન્જીનીયર થયેલો શહેરી યુવાન હતો.જ્યારે લતા પાસેના ગામમાં જઈ બીએ ભણેલી સામાન્ય યુવતી હતી.ભણતર અને ગણતરથી સામાન્ય જીવનમાં કદાચ બહુ ફેર નાં પડતો હોય,પણ વિચાર શક્તિ,વાણી વર્તન અને રીતભાત બધામાં અવશ્ય ફેર પડી જતો હોય છે.તેમાય ભણતર સાથે ટેકનોલોજી ભળી હોય ત્યારે સોનામાં સુગંધ ભળી જતી હોય છે.
સુનીલને આધુનિક સ્માર્ટ ફોન અને કોમ્પ્યુટર નો બહુ શોખ હતો.જ્યારે લતા આ બધાથી ઇલેકટ્રોનિક ઉપકરણૉથી તદ્દન અજાણ હતી.કારણકે સામાન્ય પરિવાર અને નાના ગામમાંથી આવતી લતાને વેબ જગતનું કોઈ ખાસ જ્ઞાન નહોતું.
લગ્નના અઠવાડિયા પછી માતાના કહેવાથી સુનીલ લતાને મિત્રની બર્થડે પાર્ટીમાં સાથે લઇ ગયો.ત્યાં એકત્ર થયેલા મોર્ડન યુવાન યુવતીઓમાં લતા સાવ ભિન્ન દેખાઈ આવતી હતી.લતા પહેરવેશથી લઇ બોલચાલ સાવ અલગ પડતી હતી.છતાં સ્વભાવની મીઠાસના કારણે લતા બધાની વચમાં જાતે જ ગોઠવાઈ ગઈ હતી.છતાં પણ સુનીલને આ બાબતનો સંકોચ હતો જે તેના મ્હો ઉપર ચોખ્ખો દેખાઈ આવતો હતો.
“સુનીલ યાર આજે તારો મુડ બરાબર નથી લાગતો, નવા પરણેલા આવા ડરી જતા હોય તો યાર આપણે કુંવારા સારા.” સુનીલની હાલત જોઇને તેનો એક મિત્ર તેની મજાક કરી રહ્યો હતો.
“નાં યાર બસ માથું ભારે છે,બાકી બધું બરાબર છે.” સુનીલે જવાબ વાળ્યો
“કે પછી ગામડાની અલકમલક વાતો કરી ભાભી સુવા નથી દેતા” યુવતીઓના ટોળા વચ્ચે ઘેરાએલી લતા સામે જોઈ પેલા મિત્રએ આંખ મિચકારી
સુનીલને માટે આ વાત જરા વધારે વાગી ગઈ, ઘણીવાર બનતું હોય છે કે સાવ સામાન્ય લાગતી વાત જેને અણગમો હોય એને અનુલક્ષીને હોય તો એ કાંટાની જેમ ખુંપી જતી હોય છે.સુનીલને આ ગામડાની વાત અપમાનજનક લાગી ગઈ.એ ઘટનાં બન્યા પછી તેણે લતાને વ્યવહારિક પ્રસંગો સિવાય બહાર લઇ જવાનું ટાળવા લાગ્યો.
લતા આ વાત બરાબર સમજતી હતી છતાં પોતાની સ્થિતિથી તે અજાણ નહોતી આથી તે પણ ઘરને વહાલું કરી બધા સાથે સ્નેહથી જીવતી હતી.સુનીલ સાંજે ઘરે આવી હંમેશા કોમ્પ્યુટરમાં માથું ખોસી બેસી જતો.ક્યારેક લતા કઈ પૂછે તો જવાબમાં હમેશા કહેતો કે તે ઓફિસનું કામ ઘરે લઈને આવે છે જેથી ઘરે સમય વધુ ફાળવી શકાય.પરંતુ આ વાતમાં કેટલું સત્ય હતું તે માત્ર સુનીલ જ જાણતો હતો.
શહેરી વાતાવરણમાં ઉછરેલા સુનીલને લાગતું હતું કે લત્તા બુદ્ધિના લેવલમાં પોતાનાથી ઉતરતી છે તો તેની સાથે એના લેવલની કોઈ જાતની ચર્ચા વિચારણાને અવકાશ નથી. બસ આ સમજી તે કોમ્યુટરમાં સોશિયલ સાઇટની આભાસી મૈત્રીની દુનિયામાં મિત્રો બનાવી તેમાં ખુપી જતો.અહી ચહેરા ઉપર ચહેરા ગોઠએલા હોય છે.એમાનાં અમુક લોકો ખરેખર મિત્રતાને લાયક હોય છે તો કેટલાક આભાસી મૃગજળ જેવાહોય છે. આવી અજીબો ગરીબ દુનિયામાં એક પાત્ર બની સુનીલ આ દુનિયામાં ખોવાઈ ગયો.
અહી નવાં નવા દોસ્તો સાથેની મૈત્રી દરમિયાનાં એમાની એક કેતકી સાથે તેની દોસ્તી વધતી ગઇ.કેતકી એક સરકારી ઓફિસમાં એકાઉન્ટ ડીપાર્ટમેન્ટમાં જોબ કરતી.હજુ સુધી અપરણિત રહેલી કેતકી રોજ સાંજે કામથી પરવારી ઓનલાઈન આવી જતી.સુનીલ ઓળખાણ થતા શરૂવાતમાં કેમ છો ,મઝામાંથી વધીને વાતોનો દોર હવે કલાકો સુધી લંબાયો હતો.
સુનીલને કેતકી સાથે વાતો કરતા લાગતું કે તેની અપેક્ષા મુજબની આ સ્ત્રી છે. એક મિત્રથી વધુ લાગતી કેતકીને મેળવીને તે ખુશ હતો.હવે તેને જીંદગીમાં ખાસ કોઈ ફરિયાદ નહોતી રહી.આ તરફ ઘર અને તેને સાચવવાનું કામ લતા પ્રેમથી કરતી હતી.માટે સુનીલને ધર માટેની ચિંતા નહોતી રહી.જ્યારે કૌટુંબિક પ્રસંગોમાં બહાર જવાનું થયું તો લતા સામે ખાસ વાધો નહોતો.પરંતુ અફસોસ ત્યારે થતો કે જ્યારે મિત્રો સાથે બહાર જવાનું થતું ત્યારે કોઈને કોઈ બહાનું બતાવીને સુનીલ એકલું જવાનું પસંદ કરતો હતો.
કેતકી જાણતી હતી કે સુનીલના લગ્ન થઈ ગયા છે,અને તે એની પત્નીથી ખુશ નથી.સ્ત્રીની છઠી ઇન્દ્રીય પુરુષને ઑળખવામાં મોટે ભાગે થાપ ખાતી નથી.કેતકી જાણતી હતી.આ જ કારણસર સુનીલ તેની હોશિયારી અને ચપળતાના બે મોઢે વખાણ કરતો હતો,અને બસ આજ વાત કેતકીને સુનીલ તરફ વધુ આકર્ષતી હતી.ગમે તેવી હોશિયાર અને ચાલાક સ્ત્રી હોય એવું ઇચ્છતી હોય અને મનમાં કોઇ ને કોઇ ખૂણે અવી અપેક્ષા હોય છે કે કોઇ એની તરફ સતત ધ્યાન આપે.અની સંભાળ લે,એને હુંફ આપે, એની પાછળ ઘેલું થાયં અને એની લાગણીને સમજે.સુનીલનાં પોતાનાં પ્રત્યેનાં ભાવ કેતકી આ બધુ અનૂભવતી હતી.
સમય જતા બંનેએ એકબીજાને મળવાની પણ વ્યવસ્થા કરી લીધી ,એક કોફી હાઉસમાં તેમની પહેલી મુલાકાત ગોઠવાઈ.
“હાય કેતકી કેમ છે તું ? ‘
“હાય સુનીલ “કહીને કેતકી મીઠું હસી
પછી આડી અવળી વાતો ચાલી।
“સુનીલ તું ખુશ તો છે ને મને પહેલી વખત મળીને”?
“હા….,કેતકી સાચે તું મારી કલ્પના કરતા પણ બધું સુંદર અને સ્માર્ટ છે , હું કમનશીબ છું કે તું મને મોડી મળી.કાશ !! એક વર્ષ પહેલા તું મને મળી હોત તો આજે આપણી લાઈફ કઈક અલગ હોત.” કહીને સુનીલ અફસોસ વ્યક્ત કરવા લાગ્યો
સુનીલની આ વાતનું દુખ કેતકીને સ્પર્શી ગયું,અને સુનીલનાં હાથ ઉપર હાથ મૂકી બોલી
“સુનીલ આમ નિરાશ નહી થવાનું અને હજુ તારે આખી જિંદગી વ્યતીત કરવાની છે,અને હું તો તારી સાથેજ છું ને!”
કેતકીને સુનીલને પોતાનો કરી લેવાની આશા જન્મી.હવે સમય મળે જરૂર મળીશું નાં વાયદો આપીને બંને છુટા પડયા.
બસ પછી આ પહેલી મુલાકાત પછી,મુલાકાતોનો સિલસિલો આગળ વધતો ચાલ્યો.એકલી રહેતી કેતકી વધુને વધુએ સમય સુનીલ સાથે વ્યતીત કરવા મોડે સુધી જાગીને તેની સાથે અવનવા ટોપિક ઉપર ચેટીંગ કરતી રહેતી.આ બધામાં તેઓ ભૂલી જતા કે લતા નામનો ત્રિકોણનો ત્રીજો ખૂણો એકલો ચુપચાપ ખાલી સુવાનો ડોળ કરી સુનીલના બીસ્તરના છેવાડે તેની રાહ જોતો આડો પડયો છે.
સુનીલ હવે કેતાકીમય બનતો જતો હતો અને ઘીમેઘીમે લતા તરફ તેનો ઉપેક્ષા ભાવ વધતો જતો હતો ,. શરુવાતમાં લતા તેના સ્વભાવની મીઠાસને અનુશરી આ બધું ચુપચાપ સહન કરતી હતી પરતું હવે તેની સહનશક્તિની હદ આવી ગઈ હતી ,તે સમજી ગઈ કે તેની ચુપ્પીને સુનીલ તેની કમજોરી સમજી રહ્યો છે , ગામડામાં રહેલી છતાં બીએ પાસ કરેલી લતાની સુઝબુઝ સહેરની ટાપટીપ કરીને બીજાને આકર્ષતી યુવતીઓ કરતા વઘુ પ્રમાણમાં હતી
ત્યાર બાદ લતાંએ મનોમન નક્કી કરી લીધું”બસ હવે બહુ થયું,માં કહેતી હતી કે આ જગતમાં હવે ભલમનસાઈનો જમાનો રહ્યો નથી.અહી માગ્યા વિના માં પણ પીરસતી નથી તો પોતાના હક માટે હવે સ્ત્રીઓ એ જાતે લડતા શીખવું જોઈએ.”
લતાએ આ માટે સહુ પ્રથમ તો તેના સાસુ મધુબેનને પોતાના વિશ્વાસ માં લીધા.એને સુનીલના પોતાના તરફના ઓરમાયા વર્તનની વાત કરી અને આ માટે તેણે પોતાના દેશી પહેરવેશ અને વેશભૂષા ને કારણભૂત ગણી વધુ મોર્ડન થવા માટે મધુબેનની પરવાનગી લીધી.આ તરફ મધુબેન દીકરાની પસંદ ના પસંદ બધુ જાણતા હોવાથી મધુબેન સમજી ગયા હતા કે લતા શહેરી નથી,તો તો અભણ પણ નથી.તે હોશિયાર યુવતી છે બસ તેને થોડી ટ્રેનીગની જરૂર છે.નવા જમાના પ્રમાણે ઘડાવાની જરૂર છે. આથી તેમણે પણ વહુને દીકરાની મનગમતી લાડી થવા મદદ કરવા માટે ખુશીથી હા કહી. સાથે જરુર્રી ખર્ચ માટે તેમણે પોતાની બચતમાંથી દસ હજાર રૂપિયા કાઢી લતાના હાથમાં આપી દીધા .
આ જ શહેરમાં રહેતી લતાની ભાભીના બહેનની મદદથી લતા સારા બ્યુટી પાર્લરમાં ગઈ .ત્યાં થોડી બ્યુટી ટ્રીટમેનન્ટ કરાવીને પોતાની જાતને વધુ સ્વચ્છ અને સુઘડ બનાવી દીધી.
લતાએ તેના લાબા વાળાને થોડા ટુંકા લેયર્સમાં કપાવી નાખ્યા.હવે રૂપાળી નમણી લતા હવે વધુ આકર્ષક દેખાતી હતી.મધુબેનની રજામંદીથી બજારમાં મળતા નવી ડિઝાઈનના ચાર જોડ સલવાર કમીજ ખરીદી લાવી.આટલાથી નાં અટકતા ભાભીના બહેનની મદદથી ત્રણ મહિનાનો કોપ્યુટરનો બેઝીક કોર્સ કરી લીધો.હવે તે વેબ જગતમાં ઘણું જાણતી થઈ ગઈ હતી.શોખ અને ધગશ લતાને બહું જલદી આગળ વધવામાં પ્રોત્સાહીત કરતાં હતા.
સુનીલના ઘરે આવતા પહેલા લતા પહેલા જેવી સીધી સાદી બની જતી છતાં પણ સુનીલ તેની પોતાના બાહ્ય દેખાવમાં ખાસ્સો ફેરફાર અનુભવતો હતો હવે તે લતા સાથે થોડો કુણો પડતો જતો હતો .
હવે લતાએ ફેસબુક ઉપર એક અલગ નામથી એકાઉન્ટ ખોલી નાખ્યું.પોતાની પ્રોફાઈલમાં બહુ થોડો ચહેરો દેખાય તેવી રીતે પોતાનું આકર્ષક પીક ગોઠવી દીધું.સુનીલ આકર્ષાય તેવી જ પ્રોફાઈલ લતાએ એક જાળની જેમ બીછાવી હતી.સુનીલનાં બેચાર કોમનફ્રેન્ડને પોતાના ફ્રેન્ડલીસ્ટ એડ કરી ત્યાર બાદ સુનીલને એડ કર્યો.ત્યાર બાદ ધીરે ધીરે લતાએ સુનીલને પોતાની તરફ આકર્ષવા માંડ્યો.લતાની સાથે વાતોમાં લપેટાઈ હવે સુનીલ કેતકીથી દુર થતો ગયો અને સમય મળતા ઓફીસમાથી જ લતા સાથે ચેટ કરતો હતો. વાતો વાતોમાં સુનીલ હવે લતા તરફ ખેચાતો જતો હતો અને આ ખેચાણ વધુ તીવ્ર થતા છેવટે સુનીલે લતાને મળવા માટેની ઈચ્છા વ્યક્ત કરી.થોડી આનાકાની પછી નજીકના કોફી હાઉસમાં બંને એ મળવાનું નક્કી કર્યું.
એ દિવસે લતા જરા વધારે સુંદર રીતે તૈયાર થઇ હતી.તેના કપાવેલા વાળને વ્યવસ્થિત રીતે સેટ કરેલા હતા,ગુલાબી લીપ ગ્લોઝથી હોઠ ચમકતા હતા,તેણે કાજળ કરેલી આંખો ઉપર ડાર્ક ગોગલ્સ ચડાવ્યા હતા.નક્કી કરેલી જગ્યા ઉપર લતા અવળા મ્હોએ સુનીલની રાહ જોતી બેઠી હતી.થોડીવારમાં સુનીલ ત્યાં આવી પહોચ્યો
“હલ્લી મિસ સુનીતા ” સુનીલે હસ્તધૂન માટે હાથ લાંબો કર્યો .લતાએ આંખો ઉપરથી ચશ્માં માથે ચડાવી સામે હલ્લો માટે હાથ લાંબો કરી સુનીલને આપ્યો.
લતાંએ જેવા ચશ્માં ઉંચા કરીને હાથ લંબાવ્યો ત્યારે સુનીલનો હાથ હવામાં અધ્ધર રહી ગયો તેના ગળામાંથી એક દબએલી ચીસ નીકળી આવી ” લતા તું ?”
“સુનીલ લગ્નના થોડાજ સમયમાં હું સમજી ગઈ હતી કે તમારા મારા વચ્ચે આ એક ફેશન અને ટેકનોલોજીનું અંતર નડે છે.જે તમને મારી નજીક આવતા રોકે છે.તેથી સુખી લગ્નજીવન માટે આટલું કરવા મેં કમર કસી.કારણકે હું તમને ખોવા નહોતી માગતી અને પરાણે પકડી રાખવા પણ નહોતી માગતી.” લતા બોલી
“સજના હૈ મુઝે સજના કે લિયે ,જરા ઉલઝી લટે સવાર લુ , હર અંગ કે રંગ નિખાર લુ। …કી સજના હૈ મુજે “
-રેખા વીનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર( યુએસે