હેપ્પી ઈસ્ટર સન્ડે” આત્માનું વિસર્જન અને સર્જન
આ દિવસે ખ્રિસ્તીઓ ભગવાન ઈસુના પુનરુત્થાનની (મૃત્યુ બાદ ફરીથી સજીવન થવું) ઉજવણી કરે છે. તેઓ માને છે કે ભગવાન ઈશુ મૃત્યુ પામ્યાના ત્રણ દિવસ પછી પુર્નિજવિ ત થયા.
દરેક આત્મા એક શરીરનાં ત્યાગ કર્યા બાદ તે બીજું શરીર શોધી લે છે. દરેક નવા જીવન સાથે આત્માને એક નવી ઓળખ મળતી હોય છે. ઈશ્વરે આપણને આ જીવન બક્ષ્યું છે તો સહુ પ્રથમ આપણી અંદરના આત્માને ઓળખવાનું કાર્ય કરવું જોઇયે. ત્યાર બાદ દુનિયાને ઓળખીશું તો બધી ઓળખ સહેલી થઇ રહેશે.
હિન્દુ માન્યતા પ્રમાણે જન્મથી દરેક વ્યક્તિ સદગુણી છે કારણ દરેક આત્મા નું સર્જન ઈશ્વરે કર્યું છે આથી જન્મથી આપણે બધા દિવ્ય પવિત્ર જીવો છીએ ,માત્ર કર્મો આપણને સદગતી કે અધોગતિ સુધી દોરી જાય છે .
આવો પવિત્ર આત્મા હંમેશા આપણી અંદર હાજર છે. માત્ર તેની ઉપર આપણી આજુબાજુની પરિસ્થિતિઓ દ્વારા ચડેલું વાસ્તવિક અવાસ્તવિકતા ઓનું આવરણ રહેલું હોય છે. એને દુર કરવાથી આપણી અંદરનો આત્મા સ્વયં પ્રકાશી ઊઠે છે. ત્યાર બાદ આત્માના આ સાચા સ્વરૂપને બહાર ક્યાંય શોધવાની આવશ્યકતા નથી રહેતી.
સુખ દુઃખની આ આળપંપાળ દેહને છે આત્માને નહી .આત્માને કોઈ સુખ દુઃખ નથી.છતાં આપણે કહેતા હોઈએ છીએ કે મારા મનને સુખ નો અનુભવ થયો, કે અમુક વાત થી આત્મા દુભાયો. આત્મા શરીર થી પર નથી પરતું જો શરીરની મોહમાયા ને આત્મા સુધી પહોચતા રોકી શકીએ તોજ સાચા અર્થમાં આત્માને ઓળખાવો સહેલો થઈ પડશે.
પ્રથમ આપણા આત્માની ઓળખ થાય તોજ તે પછીના બીજા પગલે આસપાસના અનંત આત્માઓ સુધી પહોચવું શક્ય બને છે. આજ કારણે યોગી મુનીઓ પહેલા પોતે ઘ્યાનસ્થ બની તેમના આત્માને ઓળખે છે ત્યાર બાદ પ્રાપ્ત થયેલું જ્ઞાન બીજાઓ સુધી પહોચાડી સકે છે
ઈશ્વરે આપણને એટલા માટે બનાવ્યાં છે કે આપણે દુનિયાની અંદર ઈશ્વરને શોધીએ, તેને ઓળખીએ, પ્રેમ કરીએ ,સાથે સાથે સર્વત્ર પ્રેમની લ્હાણી કરીએ . આમ કરીને સ્વર્ગનું સુખ પ્રાપ્ત કરી અનંત સુખના સહભાગી બનીએ. જય હો…
રેખા પટેલ (વિનોદિની)
https://vinodini13.wordpress.com
પ્રેમપરખંદા
April 5, 2015 at 4:56 pm
એકદમ સાચી વાત કહી આપે… આત્મજ્ઞાન કરતા મોટું કંઈ જ નથી. આત્મા ઓળખાઈ જાય એટલે ઈશ્વર ઓળખાઈ જાય. ઈશ્વર આપણી અંદર જ રહેલો છે અથવા તો અહં બ્રહ્માસ્મિ.