લઘુ વાર્તા : ઘંટડી
ટ્રીન ટ્રીન કરતો ટેલીફોન વાગી ઉઠયો
સાથે એ મારા દિલની ઘંટડી પણ વગાડી ગયો,
આજ સમયે મહિનાઓ પહેલા માત્ર તેનોજ ફોન આવતો,
લંડન થી અઠવાડિયે આવતા તેના ફોન હવે ઇદના ચાંદ બની ગયા હતા.
છતાં પણ હું સમજી ગઈ કે આ તેનોજ ફોન હશે,……
“હાય મીરા કેમ છે તું ? સોરી યાર બહુ સમયે વાત થાય છે ,
“હા ત્રણ મહિના અને સાત દિવસ ,તું તો મને ભૂલીજ ગયો ” મારા અવાજમાં ઉદાસી ટપકી પડી
” નાં ડીયર તને કેમ ભૂલાય ! બટ ટુડે આઈ હેવ ગુડ ન્યુઝ ફોર યુ ” તે બોલતો રહ્યો
“હા કહે ને શું વાત છે ?” અહી મારું દિલ ધડકવા લાગ્યું .
“મારું સ્ટડી પૂરી થયું , હું નેક્સ્ટ મંથ પાછો આવું છું ”
“વાહ આનાથી વિશેષ ગુડ ન્યુઝ મારી માટે શું હોઈ શકે ? પ્લીઝ કમ ” હવે મારું દિલ ઉછળતું હતું
“યસ બટ ગુડ ન્યુઝ ઈઝ આઈ એમ એન્ગેજડ હિયર ,તે પણ મારી સાથેજ આવે છે “તેના અવાજમાં આવેગ હતો
મારું દિલ ઉછળીને ફરી બહુ નીચે બેસતું જણાતું હતું…..
“હા સ્યોર ,આઈ એમ વેઈટીંગ હિયર ” મારો અવાજ ધીમો પડતો ગયો.
સમજાતું નહોતું કે તેના આવવાના સમાચાર જાણી હું ખુશ થાઉં,
કે પછી તેના આ ગુડ ન્યુઝ જાણી દુઃખી થાઉં……….
આ ટેલીફોન મારા દિલની સાથે મગજની ઘંટડી પણ વગાડી ગયો.
રેખા પટેલ (વિનોદિની)
લઘુ વાર્તા : ઘંટડી
01
Apr
Alpesh
April 2, 2015 at 3:57 am
Do not wait for our lover / friend if he/she come with married