RSS

દર્દ ,દવા અને ડોકટર એકમેકના જોડીદાર

27 Mar

Displaying image-50706aa56950cf91c4311039bce257bcfadd4997995d1a3c855be67078d16d73-V.jpg

દર્દ ,દવા અને ડોકટર આ ત્રણ એકમેકના જોડીદાર છે ,એક બીજા વિના તેમને જરાય નાં ચાલે ,આ સાચી વાત છે કારણ દર્દ હશે તો દવાની જરૂર પડશે અને દવા માટે ડોક્ટર જોઇશે .પણ જ્યારે દર્દ માટે દવા જરૂર કરતા બધું મોંઘી થતી જાય ત્યારે આ બેલેન્સ બગડી જાય છે જોડી તુટતી જાય છે,અને  ક્યારેક જીવન અઘૂરું રહી જાય છે.

આજકાલ બજારમાં એક રોગ માટે અનેક દવાઓ અનેક કંપનીઓના માર્કા હેઠળ મળતી થઈ ગઈ છે , એક સામાન્ય રોગની દવા જેનું મુલ્ય નહીવત હોવું જોઈએ તેને ક્યારેક હોવી જોઈએ તેના કરતા સો ગણી કિંમત ની જોઈએ ત્યારે પ્રશ્ન ઉઠે છે કે” શું જીવન સસ્તું છે કે પૈસો મોંઘો છે? ”

અહી અમેરિકામાં દવાઓના ભાવ આસમાને હોય છે , સાચું કારણ સમજાતું નથી. જે દવાઓ ભારતમાં પચાસ રૂપિયામાં મળતી હોય તે અહી પચીસ ડોલરમાં મળે છે જેની કિંમત આપણા આસરે બે હજાર રૂપિયા થાય છે, ખાસ વાત એ છે કે આ દવાઓ મોટાભાગે ભારત જેવા દેશોમાં થીજ આવતી હોય છે , આ વાત થઈ સામાન્ય રોગોની દવાઓ માટેની , તેમાય જો એન્ટીબાયોટીક  કે કોઈ ખાસ ઇન્ફેકશન માટેની દવા હોય તો તેના ભાવ આસમાને પહોચેલા હોય છે ,
અહી “જીનેરીક” અને ” બ્રાન્ડેડ ”  આમ  બે જાતની મેડીસીન મળે છે, જાતે ખિસ્સાના ડોલર ખર્ચવાના થાય તો સામાન્ય રીતે લોકો જીનેરીક બ્રાંડ પસંદ કરે છે જે થોડી સસ્તી પડે છે અને દવામાં રહેલા ફાયદાકારક તત્વો લગભગ સરખા હોય છે , બાકી ડોક્ટર કરતા દવાઓ ભારે પડી જાય છે.
જીનેરીક અને બ્રાન્ડેડ દવાઓના ભાવમાં ઘણો ફેર હોય છે પણ સમજવા જેવી બાબત એ છે કે તેની ગુણવતામાં માત્ર 3 ટકાનો ફેર રહેતો હોત છે ,અહીની સરકાર તરફથી નક્કી કરાએલા કાયદાને અનુસરી જીનેરીક દવાઓની ગુણવત્તા 97 ટકા સરખી રહેવી જરૂરી છે ,માટે આ દવાઓ પણ પુરતી અસરકારક હોઈ શકે છે …

જો ખરીદવામાં આવતો ઇન્સ્યોરન્સ સારી કંપનીનો અને મોઘો હોય તો ખર્ચની મોટાભાગની ટકાવારી ઇન્સ્યોરન્સ કંપની ચૂકવે છે ,અહી ખાસ મળતી સહુલિયત માં જે ગરીબી રેખાથી નીચેનો વર્ગ છે તેમને અને પાંસઠ થી વધારે ઉંમરના વૃધ્ધોને મળતા મેડીકેર કે  મેડીકેડ મેળવે છે તેમનો બધોજ ખર્ચ સરકાર પોતાના માથે ઉઠાવી ને દર્દીને ડોક્ટર અને દવા મફતમાં આપે છે ,આવા સંજોગોમાં આવા ફંડનો ભારે પ્રમાણમાં ગેરઉપયોગ થાય છે . જે દવા તમે રોકડા ડોલર આપી પચ્ચીસ ડોલરમાં ખરીદી શકો તે દવા જો મેડીકેડ કે ઇન્સ્યોરન્સ દ્વારા ખરીદવાની હોય તો તેના ભાવ બદલાઈ જાય છે  સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ ની દવાનો એક મહિનાનો ડોઝ જે દસ થી પંદર ડોલર હોવો જોઈએ તેનો ખર્ચ જો ઇન્સ્યોરન્સ કે મેડીકેર નાં ખાતામાં નાખવાનો હોય તેની કીમત છસ્સો ડોલર ભરી દેવાતી હોય છે , આંકડો સામાન્ય રીતે તમને ખોટો લાગે પણ આ હકીકત છે.હું મારો પોતાનો દાખલો અહી વર્ણવું તો મારી દીકરીને સામાન્ય ચહેરા ઉપર થયેલી ફોલ્લીઓ જેને આપણે ખીલ કહી “રેટીનો એ ”  જેવી  સામાન્ય દવા જે ટ્યુબમાં મળે છે તે આપતા હોઈએ છીએ ,હવે તેજ દવા અહી પણ ડોકટરે લખી આપી જેની કિંમત અહીના સો ડોલર માં હતી જે આપણા  દેશના રૂપિયામાં છ હજાર થી પણ વધુ થાય છે. સવાલ એ આવે છે કે આવી સામાન્ય દવાઓ આટલી મોઘી કેમ વેચાતી હોય છે .

આમ  દવાઓ મોંઘી હોવાના કારણોમાં એક કારણ બતાવાય છે  કે રિસર્ચમાં વધુ ખર્ચ થતો હોય છે જેને પહોચી વળવા માટે દવાઓ બનાવતી કંપનીઓ ઉપર વધારાનો ભાર નખાય છે જેના અકારણે દવાઓ મોંઘી મળે છે ,પણ આ કારણ માં કેટલું તથ્ય હોઈ શકે ? કારણ બીજા દેશોમાં પણ રીસર્ચ થતું જ હોય છે ,ત્યાં આવા વધારે પડતા ભાવ દર્દીઓને માથે નથી નખાતા.
ખરેખર તો આ બધાનું મૂળ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે ,દરેકની પાસે પોતાનો કે સરકાર દ્વારા મળતો હેલ્થ ઇન્સ્યોરન્સ હોય છે ,જેથી કરી આ કંપનીઓ ડોક્ટર દવાખાના અને દવાઓ બધું કંટ્રોલમાં રાખે છે ,
જ્યારે ડોલર અને રૂપિયાના તફાવત ની વાત આવે ત્યારે દેશમાં રહેતા ઘણા એવું કહેતા સંભળાય છે કે અમારે પચાસ રૂપિયા તેમ તમારે પચાસ ડોલર, આ કિંમત બહુ ના કહેવાય
પરંતુ આમ કહેનારે એક વાત સમજાવી અત્યંત જરૂરી છે કે સામાન્ય સારી નોકરીમાં ભારતમાં મળતું વેતન વીસ થી પચ્ચીસ હજાર રૂપિયાનું હોય છે જ્યારે અમેરિકામાં 3000 હજાર ડોલરની આસપાસનું.  હવે આ રેશ્યો ક્યાય મેળ ખાય તેમ નથી.
જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવનો તફાવત કદાચ ચાર પાચ ગણો હોય છે તો દવાઓ માટે આજ તફાવત પચાસ ગણો હોવાના ક્યા કારણો છે તે હજુ સમજી સકાયુ નથી.

ભારતમાં  આશરે 200 જેટલી લાઈફ સેવિંગ દવાઓ સરકારે પોતાનાં કંટ્રોલ હેઠળ રાખી છે , જેના ભાવ ભારત સરકાર કંટ્રોલ કરે છે જેના કારણે દવાઓના ભાવ સામાન્ય જનતાને પરવડે તેવા હોય છે જ્યારે અહી અમેરિકામાં સરકાર આ બાબતે માથું મારતી નથી જેના કારણે દવાઓના ભાવ આસમાને રહેતા હોય છેઆજ કારણોને લીધે મેડીકલ ટુરીઝમ આજકાલ બહુ વધી રહ્યું છે , અમેરીકામાં દવાઓ સાથે દવાખાના પણ બહુ મોંઘા છે ,   સર્જરીના બીલ અમેરિકાની હોસ્પિટલોમાં એટલા ઊંચા આવતા હોય છે કે ખિસ્સા માંથી જો તે ભરવાના આવે તો માણસ દુખ પણ ભૂલી જાય ,આથી દરેકનો અહી હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જરૂરી બની જાય છે , બસ આ ઇન્સ્યોરન્સ કંપનીઓ નાં ખિસ્સા ભરવાનો સીધો રસ્તો દેખાય છે, જેટલા માણસ તેટલો ઇન્સ્યોરન્સ। જો કમાણી નાં હોય તો તેવા સરકારના ફાળવેલા ફંડમાં જાય, આવી સ્થિતિના કારણે આપણા દેશી ભાઈ બહેનો ઘણી વાર દેશમાં આવી દવાઓ કરાવી જાય છે અને કહેતા સંભળાય છે કે “માત્ર ટીકીટના ખર્ચમાં ભારત જવાય દવા કરાવી પાછુ આવી જવાય છે ,બાકી અહી આજ દવા કરાવીએ તો બીલ ભરીને તૂટી જવાય”

વાત પણ સાચી છે હવે ભારતમાં સારી હોસ્પિટલો અને તેમાં મળતી સુવિધાને કારણે મેડીકલ ટુરીઝમનો ખાસ્સો લાભ ભારતને મળવા લાગ્યો છે

હવે વાત આવે છે હોસ્પીટલમાં દર્દીને દાખલ કરવાની. એક રાત ફક્ત રૂમમાં દવાખાનાની નજર હેઠળ રાખવાના 2000 થી 2500 ડોલર લેવામાં આવે છે ,જ્યાં દર્દીને નથી કોઈ પ્રકારની સર્જરી કરવાની કે નથી તેમને કોઈ સેવન સ્ટાર નું ભોજન મળવાનું તો ,આટલો ખર્ચ લેવી રીતે વશુલ કરવામાં આવતો હશે?

અહી પ્રાઈવેટ કેર કે નર્સિંગ કેરમાં એક રૂમમાં બે દર્દીઓને રાખવાની સહુલીયત કરાતી હોય છે ,તેના એક મહિનાના બીલ આશરે 5000  ડોલર જેટલું છે જે દેશના 3,25,000 રૂપિયા થયા હવે વિચાર કરો માત્ર એક મહિનાનું આ બીલ કેટલાને પરવડે તેવું છે ?
અહી સામાન્ય રીતે આવા નર્સિંગ કેરમાં પાંસઠ પછીના મેડીકેડ ફેસીલીટી ઘરાવતા વૃધ્ધો હોય છે અથવા તો ડિસેબલ થયેલા પેશન્ટ હોય છે જેમનો ખર્ચ સરકાર ચુકવતી હોય છે , બાકી સામાન્ય માણસને આવા ખર્ચ અહી પણ પોસાય તેમ હોતા નથી
અહી અમેરિકામાં દવા અને ડોકટરો સર્વોત્તમ છે મળતી સુવિધા ખરેખર સરાહનીય છે પણ મારા કહેવાનું તાત્પર્ય એટલું છે કે દર્દીઓને માથે આવતો ખર્ચ આ બધાની સામે અનેકગણો વધારે છે . અમેરિકાના ઘણા બધા સારા ગુણો સામે બહુ ઓછા અવગુણો છે જેના આ એક નરી આંખે દેખાતો અવગુણ દર્દીઓને બહુ ભારે પડે છે .

રેખા વીનોદ પટેલ
ડેલાવર (યુ એસ એ )
 

One response to “દર્દ ,દવા અને ડોકટર એકમેકના જોડીદાર

  1. pravinshastri

    March 27, 2015 at 11:53 pm

    રેખાબેન, આપનો લેખ ખરેખર સરસ છે. દવાઓના ભાવ અમિરિકામાં આસમાને ચડેલા છે એ સત્ય હકિકત છે. આ જ દવાઓ કેનેડા અને મેક્ષિકોમાં અડધા ભાવે મળે છે. કેટલીક જાત અનુભવની વાત અને કેટલીક મારી માન્યતાની વાત…શક્ય છે કે હું મારી માન્યતાઓમાં ખોટો પણ હોઉં. ભારતમાં બનતી દવાઓનુ ક્વોલિટિ કંટ્રોલ ખુબ જ પાંગળું અને કર્પ્ટ છે. કેમિસ્ટો કેટલીક વાર અભણ પ્રજાને એક્સપાયર ડેઈટની દવા પરખાવતા હોય છે. સામાન્ય જેનેરિક બ્રાન્ડની દવાઓની ટેબ્લેટમાં કોટિંગ એવા હોય છે કે દવા ગળામાં ચોંટી રહે છે. જો અહિની દવા બનાવનારી કંપનીને ભારતના રૂપિયામાં જ પોતાના એમ્પ્લોયીને પગાર આપવાનો હોય તો કદાચ અહીંની દવાઓનો ભાવ નીચો જાય. બીજી વાત કે જ્યાં જ્યાં ઈન્સ્યુરન્સ કંપનીએ પૈસા ચૂકવવાના હોય ત્યાં ચાર ઘણું મોટું બીલ જાય છે. માત્ર “મેડિકેઈડ” કે ચેરિટીવાળાને જલસા છે. આ જલસા તમારા મારા જેવાને ભોગે જ થાય છે. મેં સાંભળ્યું છે કે જ્યારે એન.આર.આઈનું નામ પડે ત્યારે ઈન્ડિયાના ડોકટર અને હોસ્પિટલ જેટલા ચૂસાય તેટલા ચૂસવામાં જરાયે સંકોચ રાખતા નથી. એટલે જે કાંઈ સુખ દુખ છે તે તમારા-મારા જેવાએ તો અમેરિકામાં જ ભોગવવાના છે. હું યે ૭૫નો છું. જો મારે સારા નર્સિંગ હોમમાં જવું હોય તો વાર્ષિક ૮૦,૦૦૦ નો ખર્ચો થાય. મેડિકેરવાળાની સ્થાવર જંગમ મિલ્કતની પૂર્ણાહૂતી થઈ જાય પછી નર્સિંગ હોમ પણ ફ્રી. આના કરતાં ઈન્ડિયાના વૃધ્ધાશ્રમો કે ઘરડાઘરો સારા કહેવાય. સરસ લેખ છે. આપના બધાજ લેખો વાંચું છું. દરેક વખતે પ્રતિભાવ નથી આપતો…માત્ર વાંચ્યાની હાજરી લાઈકથી પુરાવતો રહું છું.

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: