એક તીરાડ…
તીરાડ આજે કેટલું સમજાવી ગઈ
સહુ ભેદ સધળા એક સાથે ખોલી ગઈ
વાસ્યા હતા સૌ બારણાં મજબૂતીથી
તીરાડ ઝીણી રોશની ફેલાવી ગઇ.
કાયમની લહેરાતી હતી જ્યાં વેલીઓ
ને દુષ્કાળ પડતા ભેદ સઘળૉ ખોલી ગઈ
જે લાગણી ભીની હતી ઘરતી આખી
સઘળે સુકી તીરાડ ત્યાં ફેલાવી ગઈ.
વિશ્વાસ થોડો હોય તો દુનિયા જીતાય
જ્યાં ભૂલ થઇ તો પોલ સઘળી ખોલી ગઈ
જેવી ભરોસાની પડી તીરોડૉ ત્યાં
નૌકાઓ મધ દરિયે બધી ડૂબાવી ગઇ.
ખોટા ખરા ચ્હેરા અરીસા અપનાવે
દીવાલ લીસી કાચની લલચાવે બહુ
લાંબી જરાં તીરાડ ખેચાઇ વચમાં
ત્યાં કુરુપતાં સુંદર વદનને આપી ગઇ.
જ્યા સાચવ્યા સુખને દુઃખ શ્વાસોમાં સૌ
એ દિલની ધડકન ભેદ સઘળા બોલી ગઈ
નાની પડી તીરાડ એવી દિલ પર તો
આત્માને ઉંચે આભમાં ઊઠાવી ગઇ
-રેખા પટેલ(વિનોદીની) 2/1/15
ગાગાલગા…ગાગાલગા..ગાગાગાગા