સંતોષ છે કે આજ હું તારા ઇશારે ગાઉ છું
તારા વરસતા પ્રેમનાં વરસાદમાં ભીંજાઉ છું
મે બંધ આંખોમાં જો સપનાં સાચ્વ્યા છે જનમોજનમ
કારણ વિના હુ સંગ તારો પામવાં હરખાઉ છું
આનંદ જે કૈં પથરાય છે મારા વદન પર કાયમી
તારા એ મીઠા બોલમાં ભોળી બની રીઝાઉ છું
મારી ખૂશીનું કોઇ તારણ શોધવાથી ક્યાં મળે?
બાહોમાં તારી કોઇ પણ કારણ વિનાં જકડાઉ છું
તે જાદુ પણ મારા ઉપર કેવો કર્યો છે સાજનાં
જોઈને તને નવવધું જેવી બની શરમાઉ છું.
મર્મર થતું કેવું મજાંનું સ્મિત શોભે હોઠ પર .
સુખનું સિહાસન જોઈને હું પણ સતત છલકાઉ છું
રેખા પટેલ (વિનોદિની)
yuvrajjadeja
December 18, 2014 at 10:09 am
ફોટો ખૂબ જ સુંદર છે. આપની કાવ્યરચના પણ સરસ છે, આ ફોટો શબ્દોમાં રહેલી લાગણીમાં અનેક ગણો વધારો કરે છે.