મિત્રો આજે શૈશવ ની યાદો સાથે જોડાવાનુ મન થયુ છે…બચપણ એક એવો મધુર સબ્દ જાણે કે સાકરનો કોઈ ટુકડો જીભ પર મુકાઈ ગયો.તેની ખટ્ટી મીઠી યાદો જ્યારે પણ યાદ આવે છે ત્યારે એક મીઠી મુસ્કાન હોઠો પર ફેલાઈ જાય છે.હુ આજે પણ જ્યારે પણ એ યાદોની ગલીયો મા ઘુમવા જાઉ છુ તો તેની મીઠી યાદોની ખુસ્બુ થી ભાવુક બની જાઉ છુ.
જ્યારે પણ કોઈ જુની યાદ દસ્તક કરે છે તો,મન સીધુ શૈશવ ની ગલીયોમા પહોચી જાય છે,તેમાય ઊનાળા ની ગરમી અને બચપણ ને સીધો સબંધ છે.યાદો ની દીવાર ઉપર પહેલુ નિશાન ઉનળા નુ વેકેશન.કેરીની મીઠી મહેક અને કોયલની મધુર ગુંજ. લખોટી અને ર્ંગીન કાચ ના ટૂકડાથી ભરાયેલ ખિસ્સા,ના કહેવાયેલ કામ પહેલા કરવાનો અજબ તરવરાટ.બચપણ એટલે રંગીન શરબત અને ખીલ ખીલાટ હસતી જીંદગી ની સવાર, ઝરણા નુ સંગીત…
ગામની ભાગોળે આવેલી નદીએ બપોરમાં બધા સુઈ જાય ત્યારે મિત્રો સાથે ઘુબકા લગાવવા , ખેતરો ખુંદવા ,ક્યારેક સેવ- મમરાની મિજબાની … આહા ! હવે આ સ્વાદ ક્યાંથી લાવવો ? સાંજ પડતા પહેલા ધાબા માં પાણી ભરી રાખવુ , રાત્રે તારાઓ સાથે ની અજબ ગોસ્ઠી, મા-પાપા ની કેટલીય ટોક પછી સપના ભરવા મીંચાતી આંખો..ક્યારેક દુરથી આવતો ઘૂવડ નો બીહામણૉ આવાજ ડરાવી દેતો અને પછી હંમેસ ની જેમ જય હનુમાન દાદા નુ સ્મરણ.
આજે પણ સ્મૃતિ પટ પર બધાજ દ્રશ્યો જાણે એક ફિલ્મની રિલ ની જેમ તાજા થતા જાય છે.આજના ટીવી પોગ્રામ જોતા યાદ આવી જાય છે તે જુના જાણીતા દુરદર્સન ના માલગુડિ-ડેઝ, રામાયણ ,રજની, હમપાંચ, દેખભાઈ દેખ.. શુ તમને આ બધું ક્યારેય યાદ આવ છે ?
ચાર પાચ મિત્રો ભેગા થાય તો ક્યારેય પગ ઝંપીને બેસવાનું નામ ના લેતા …સતોડીયું ,પક્કડ દાવ , લંગડી ,આઘળી ખિસકોલી .. કેટકેટલી રમતો ક્યારેક લખોટી ,પાંચીકા ,સોગઢા,ભમરડાં …આજે પણ આ બધી રમતો મન ઉપર ભરડો લઇ લે છે.
બસ એક સવાલ હંમેસા સતાવે છે.. શુ આજની નવી પેઢીનાં આપણા બાળકો પાસે તેમની કાલ માટે આવી કોઈ યાદો જીવંત રહેસે ? ના તો તેમની પાસે દાદાજી ની વાર્તાઓ છે,ના તે આંબલી પીપળીની રમત ,ના સતોળીયુ ,ના રાત્રે ચમકતા અગાસી ના તારા.
બસ તેમની આજ અને કાલ કમ્યુટર અને વિડીયો ગેમ વચ્ચે પુરાઈ ગઈ છે.અને આજ કારણે તેમની જીંદગી મા નીરસતા આવતી જાય છે, તેઓ જલ્દી કંટાળી પણ જતા હોય છે. આપણા નવરાશ ના સમયમા મિત્રોનાં ઉષ્મા ભર્યા હાથ રહેતા સુખ દુઃખ માં તેમના સાથ રહેતા આજે અહી વિદેશ માં રહેતા આપણા બાળકોને મિત્રો નો સાથ ફેસ ટાઇમ કરી મેળવવો પડે છે , ત્યારે બહુ દુઃખ થાય છે એક ટીસ ઉઠે છે …
હુ આજે પણ ક્યારેક મારા બાળકો સાથે દાદીમા એ સીખવેલ સોગઠા કે “રમી ” રમી લઉ છુ. પણ આ બઘુ ક્યા સુધી..??
રેખા પટેલ (વિનોદિની )