“જાન આઈ લવ યુ ”
જાનું ,તારા સ્મરણ સાથે મારી સવાર થાય છે ,તારા સપના સંગાથ મારી રાત જાય છે.
તારા વીના મારું જીવવું બેકાર છે મારા શ્વાસ ઉછ્સ્વાસમાં તારો આકાર છે.
નાં હોય તું સંગાથ જીવન જીવન નથી તારા વિના સઘળા ઐશ્વર્યનો અર્થ નથી
નયનના આવા શબ્દોથી નવાજતી આરતી ખુશીમાં છબછબીયા કરતી હતી.
શાળાજીવન થી લઇ કોલેજ સુધી ની સફરમાં આરતી ફૂલ થી અદકી મહેકતી હતી
અચાનક નયને આરતીના હાથમાં પેડા ભરેલું એક બોક્સ લાવીને મુક્યું
તેનો રૂપાળો ચહેરો ખુશી થી ચમકતો હતો અને અવાજ ચહેકતો હતો
“લેન્ડ ઓફ ઓપર્ચુંનીટી ” અમેરિકા…. જાન મને વિઝા મળી ગયા.
આરતીનું હૈયું બેસી પડ્યું……
“પણ આમ અચાનક ?”તેની આંખો છલકાઈ ઉઠી અવાજ રુંધાઇ ગયો.
“જાન તને સરપ્રાઈઝ આપવી હતી ,તું ખુશ છે ને મારી પ્રગતિ થી ?”
“હા ખુશ છું પણ તારી દુરી હું કેમ કરીને શહન કરી શકીશ ?” આરતી રડી પડી
“થોડો સમય જવા દે જાનું હું તને જલ્દી બોલાવી લઈશ” નયન આરતીને સમજાવતો બોલ્યો.
વિરહના વાદળમાં ઘેરાએલી આરતીને છોડી “બાય જાન ‘કહેતો નયન સ્વપ્ના સજાવવા નીકળી પડ્યો
શરુવાતમાં આવતા સમયસરના પત્ર અને ફોન ધીમેધીમે અનિયમિત બનતા ગયા.
“હું બીઝી છું” નું રટણ નયન કરતો રહ્યો અને આરતી પલપલ મરતી રહી.
“બેટા લગ્ન કરી લે ઉંમર થયા પછી ઠેકાણું નહિ પડે “માં બાપનું દબાણ વધતું ચાલ્યું ,
પણ આરતી નયનના વાયદાને હૈયામાં સજાવીને બેઠી હતી.
એક દિવસ ખબર આવી નયન અમેરિકામાં ઘર સંસાર સજાવીને ગોઠવાઈ ગયો છે
આરતીનું હૈયું નંદવાઈ ગયું એનો જીવન રસ ઉડી ગયો
જે સ્કુલમાં નયનો હાથ પકડી ઘુમતી હતી ત્યાજ આરતી નોકરીમાં ગોઠવાઈ ગઈ.
નાચતા ગાતા બાળકો વચ્ચે તે નયન અને આરતીને શોધતી રહી
બે દાયકા વીતી ગયા,આરતીની આંખે ચશ્માં ને વાળમાં સફેદી વાળમાં લહેરાવા લાગી
અચાનક એક ગાડી સ્કુલના પ્રાંગણમાં આવીને ઉભી રહી
જીન્સ પેન્ટમાં સજ્જ આધેડ પણ ચુસ્ત આદમી સાથે એક સુંદર સ્ત્રી નીચે ઉતરી આવી
“જાન…જાન આવ તને મારી બચપણની મીઠી યાદોમાં લઇ જાઉં” …….
આ દ્રસ્ય જોતા થાંભલાની આડશે આરતીની આંખોમાં આંસુનું ટીપું થીજી ગયું.
તેના ગળાની અંદર એક ગીત આવીને રુધાઈ ગયું
“તુમ જાન જાન કહેકે મેરી જાન લે ગયે “
રેખા પટેલ (વિનોદિની )
Bhagwad
November 7, 2014 at 2:41 pm
Very Nice
PD
November 7, 2014 at 3:00 pm
“તુમ જાન જાન કહેકે મેરી જાન લે ગયે “
Very touchy!