હવે બાકી રહ્યાં એ શ્વાસ રહેવા દો
જુની યાદોનાં એ આવાસ રહેવા દો
અહી કૂમળા ફૂલોમાં છે ધણા કાંટા
નજીવી આખરી નરમાશ રહેવા દો
છે કોયલડી તો રંગે રૂપમાં કાળી
તમારા રાગમાં મીઠાશ રહેવા દો
જુદાઈને મિલન તો સાથમાં ચાલે
નયનમાં આંસુની ભીનાશ રહેવા દો
દિવો થરથર ભલેને કાંપતો રાતે
જરા અંતરનો એ અજવાસ રહેવા દો
તહેવારો તો આવે ને જતાં રહેશે
જગતમાં પ્રેમનો સાંરાંશ રહેવાદો
હથેળીમા બધાને સરખી “રેખા” હોય
તમે પ્હેચાન મારી ખાસ રહેવા દો
-રેખા પટેલ(વિનોદીની)