RSS

કાળીચૌદશ સ્પેશ્યલ : “સાચું વશીકરણ”

24 Oct

કાળીચૌદશ સ્પેશ્યલ : “સાચું વશીકરણ”

હું કેટલાય દિવસ થી કાળીચૌદશની રાત્રિની રાહ જોઇ રહ્યો હતો ,
સાભળ્યું હતુ કે આ રાતે તાંત્રિકોની જેમ વિધિ કરવાથી વશીકરણ અને ધાર્યુ કામ કરવાની તાંત્રિક શક્તિ મળે છે.

આ દિવસે સવારથી જ સ્મશાન આખું ખાલીખમ હતું . રાતના સમયે તો અહી ભલભલા વ્યક્તિઓ ડર અનુભવતાં હોય છે. કાળીચૌદસની રાત્રે ખાલી અડકાવેલા સ્મશાનના દરવાજાને મેં હળવો હડસેલો માર્યો …..કિચુડ નાં અવાજે મને ઉપર થી નીચે સુધી ધ્રૂજાવી નાખ્યો. હું હાથમાં પૂજા અને તંત્રમંત્રની સામગ્રી સાથ સ્મશાનમાં અંદર પ્રવેશ્યો .
હાશ દુર ખૂણામાં બે ત્રણ જુદીજુદી જગ્યાએ કોઈ ભુવાઓ અને તાંત્રિકો ભૂતપ્રેતને રીઝવવા માટે જાત જાતની સાધનાઓ કરતા હતા. જે હોય તે કમસે કમ મને અહી કોઈ માણસ છે એનો અહેસાસ થોડી તાકાત આપી ગયો.
હું ભૂલી ગયો કે મરેલા કરતા જીવતા મનુષ્યનો ડર વધુ હોય છે.

આગલા મહિનાથી પંચમહાલના એક આદિવાસી જેવા તાંત્રિક પાસે થી શીખી લાવેલી વિદ્યા અજમાવી મારા મનસૂબાને પુરા કરવા હું ઉતાવળો હતો.
આમ તો હું ખાસ અંધશ્રદ્ધાળું નહોતો પરંતુ મારા લાખ પ્રયત્નો છતાં પણ જે મારૂ નહોતું થઇ શક્યું તેને મારું કરવા માટે આજે આ છેલ્લો દાવ અજમાવી લઉં તે આશાએ આજે હું આવા અજુગતા લાગતા કાર્યને હાથ ઉપર લેવા પ્રેરાયો હતો.
આંખોમાં મેંશ આજી હું આજે અહી વશીકરણ માટે આવ્યો હતો.

બે હાથમાં પણ બાથમાં ના ભરાય તેવા એક વૃક્ષના થડીયા પાછળથી મને ભયંકર અંઘકાર ચીરીને આવતો ગણગણાટ સંભળાયો ,અજાણતા મારા પગ સાથે કાન ત્યાં દોરાયા.

“બસ આજની રાત નીકળી જાય પછી તું અને હું કાયમ માટે એક થઈ જઈશું, આપણે આજે ઘરેથી ભાગી આવ્યા છીએ ,કાલે મારા મામા આપણને મદદ કરવા આવી જશે ,અને જો એમ નહિ થાય તો આ સ્મશાન આપણને એક કરતા ક્યા રોકવાનું છે ” એક યુવકનો સ્વર સંભળાતો હતો.
“સુરજ તું મારા જેવી અપંગને ખાતર તારો જીવ કેમ ખતરામાં નાખે છે તેજ મને સમજાતું નથી, તું એવું તે શું જોઈ ગયો છે કે મુજ અપંગ માટે આટલું દુઃખ સહન કરે છે ” એક ઝીણો સ્ત્રી સ્વર સંભળાયો
“નીરજા તારો મીઠો સ્વભાવ તારી મારા પ્રત્યેની મમતા ,લાગણી મારા ઉપર વશીકરણ કરી ગયો છે મને તારા પ્રેમપ્રાસમાં બાધી ગયો છે,
હવે તુજ કહે વશીકરણમાં જકડાઈ ગયેલો માણસ કેમ કરીને છૂટે ”
મારા હાથમાં થી તંત્ર મંત્રની બધી સામગ્રી નીચે પડી ગઈ એક મજબુત નિર્ણય મનમાં ઉગી આવ્યો
બસ હવે મારા સ્નેહ અને ધીરજથી હું પ્રીતિને કાયમને માટે મારી બનાવી લઈશ એજ “સાચું વશીકરણ” હશે

રેખા પટેલ (વિનોદિની)

 
Leave a comment

Posted by on October 24, 2014 in અછાંદસ

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: