
Monthly Archives: September 2014
વાર્તા- “જિંદગી પ્યાર કા ગીત હૈ”.માર્ગી સપ્ટેમ્બર ૨૦૧૪નાં અંકમાં પ્રકાશિત

સંવેદનાનું સીમકાર્ડ : ” સાદગીમાં સૌદર્ય
આ જગત આખું સુંદરતાનું પુજારી છે.હમેશાં લોકોની નજર સુંદર અને દેખાવડી વસ્તુને પહેલી પસંદ કરે છે.પછી લગ્નવિષયક જાહેરાત હોય કે ઘરનું કોઇ રાચરચીલું હોય.
આ કારણે જ પોતાની બહેનથી ઓછી દેખાવડી શ્યામલી શીતલ નાનપણથી મનોમન હિજતાતી રહેતી હતી,અને વાત પણ સાચી હતી કે બાળપણ થી તેને બીજા ભાઈ બહેનોમાં તેની તુલના માં તે રંગમાં શ્યામ હતી.ક્યારેક તો એનાં મા બાપ તેને અવગણતા હતા.
જ્યારે પણ ઘરમાં વસ્તુ કે કપડાં આવતા ત્યારે પહેલી પસંદગી હમેશાં તેની મોટી બહેન કરતી,અને બાકીનું લે આ તને સારું લાગશે કહીને શીતલને આપતી હતી.નાનો ભાઈ કદી શીતલ નામથી બોલવતો નહી.એને હમેશાં કાળી કહી ચીડવતોહતો.એક માત્ર દાદી એને મારી શ્યામા કહી બોલાવતા.પછી કહેતા કે જે કૃષ્ણની પ્રિય સખી હોય તેને જ શ્યામા કહેવાય.દ્રૌપદી કૃષ્ણની પ્રિય સખી હોવાના નાતે એને શ્યામાં અને કૃષ્ણા ઉપનામ આપવામાં આપ્યું હતુ.
શીતલ રંગે શ્યામ હતી પણ તેની કાયા ઘાટીલી હતી અને સુંદર ચમકતી ચામડી ઘરાવતી હતી,અને બુદ્ધિમાં પણ એટલી જ તેજસ્વી હતી.સ્વભાવે નામ પ્રમાણે શીતલ અને બધા સાથે સહજતાંથી ભળી જતી.એની એક વિશેષતાં હતી કે કોઇને પણ હમેશાં કામમાં મદદરૂપ થવાની.
છતાં પણ એનાં શ્યામનાં રંગનાં કારણે સ્કુલ અને હાઈસ્કુલમાં પણ આ રંગ ભેદ હમેશા નડતો હતો.જ્યારે વાર્ષિક મહોત્સવ નિમિત્તે કલ્ચર પ્રોગ્રામ થતા ત્યારે તેની અભિનય કળા બીજા બધા કરતા વધારે વાસ્તવિક હોવા છતાં તેને ભાગે ખાસ સારા રોલ આવતા નહોતા.એનું એક માત્ર કારણ હતું તેનો શામળો રંગ છતાં,તેના મળતાવડા સ્વભાવને કારણે મિત્રોમાં તે પ્રિય હતી.
તેની મોટીબહેન રૂપા હંમેશા બ્યુટી પાર્લર અને સૌદર્ય પ્રસાધન પાછળ ખર્ચા કરતી અને જ્યારે પણ શીતલ આ માટે કઈ કહે તો તેને તરત જવાબ મળતો કે,”હું રૂપાળી છું અને એટલે જ મારા રૂપને સાચવવા હું પાર્લર જાઉં છું.તારે ક્યા રૂપ સાથે નહાવા નિચોવા જેવું છે.તારે ક્યા કોઈને બતાવવા તૈયાર થવાનું હોય છે.” આમ રૂપા દિવસે દિવસે અભિમાની થઇ ફરતી હતી
શીતલ હમેશા ચુપ રહેવામાં માનતી પરંતુ ક્યારેક બહુ દુઃખી થાય તો તે મમ્મીને કે બાને આ બાબતે ફરિયાદ કરતી.મમ્મી હંમેશા કહેતી કે,”એ તો છે જ એવી,તું તેની સાથે શું કામ જીભાજોડી કરે છે.”આમ કહી શીતલને ચુપ કરાવી દેતી.પણ બા ગુસ્સે થઈ રૂપાને કડવા વેણ જરૂર કહેતા .
હવે શીતલ કોલેજમાં આવી ગઈ હતી.જ્યાં રૂપા પણ ભણતી હતી.અહી રૂપાને તેના મિત્રો સામે તેની બહેન તરીકે ઓળખાણ કરાવતા બહુ સંકોચ થતો હતો.શીતલ આ વાત જાણી ગઈ હતી આથી તે સમજી કરીને તેનાથી દુર રહેતી હતી.કોલેજમાં બંને બહેનો હોવાં છતાં એક બિજાથી કિનારો કરી પોતપોતાનાં મિત્ર મંડળ સાથે રહેતા.
ધીમે ધીમે શીતલ એનાં મિલનસાર સ્વભાવને કારણે કોલેજના પહેલા વર્ષથી બધાને પ્રિય થઇ ગઈ હતી.જેમ જેમ ભણતર વધે તેમ ગણતર પણ વધે છે હવે બધાના મન અને વિચારો બહુ સંકુચિત નહોતા તેથી બધાએ શીતલને પ્રેમથી અપનાવી લીધી હતી.આ બાજુ જેમ જેમ શીતલ બધામાં પ્રિય થતી જતી હતી તેમ તેમ રૂપાને તેની નાની બહેનથી જલન થતી જતી હતી.
છતાય બંને બહેન હતી તો ઘરે આવતા બધું બરાબર થઈ જતું હતું.સમય જતાં રૂપાને કોલેજના ચાર વર્ષ પુરા થયા અને શીતલ હવે કોલેજના બીજા વર્ષમાં આવી હતી .
ઘરમાં હવે રૂપના લગ્નની વાત ચાલતી હતી.ક્યારેક મમ્મી બળાપો કાઢતા મારે રૂપાની કોઈ ચિંતા નથી પણ કોણ જાણે મારી આ શીતલ ને કેવો વર અને ઘર મળશે.
એ દિવસે અમેરિકાથી આવેલો રવિ રૂપાને જોવા માટે આવવાનો હતો.બધા ઘરમાં ખુશ હતા.રૂપા આગલા દિવસે પાર્લરમાં જઈ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવી આવી હતી.તેથી તેનો ચહેરો ખુશીથી ચમકતો હતો.રૂપાનાં પગ તો જાણે જમીન ઉપર ઠરતા નહોતા.એ સુંદર રીતે તૈયાર થઈ રવિની રાહ જોતી હતી.ઘરમાં મહેમાન આવવાના હોવાથી શીતલે પણ સુંદર લાઈટ વાયોલેટ કલરનો ડ્રેસ પહેર્યો હતો તેણે લાંબા કાળા વાળને ખુલ્લા રાખ્યા હતા.કપાળમાં નાની લાલ બિંદી ચોટાડી હતી.બંને કાનમાં એનાં જ્ન્મદિવસમાં મામાએ આપેલા લાંબી શેર વાળા બુટીયા પહેર્યા હતાં.ખુલ્લા વાળા અને નાકમાં જમણી બાજું પહેરેલી વાળીને કારણે શીતલ બહુ સોહામણી લાગતી હતી..એને જોઇને પ્રતિતિ થઇ શકે તનવી શ્યામાંઓ પણ રૂપમાં ઉતરતી ના હોય.
રવિ અને તેના પરિવાર વાળા આવ્યા ત્યારે નાની બહેન હોવાના કારણે મમ્મી પાપા અને દાદી સાથે શીતલ બધાને આવકાર આપવા બહાર ઉભી હતી.રવિની નજર પહેલા શીતલ ઉપર પડી અને તે તેને જોતોજ રહી ગયો”અને મનોમન બોલી ઉઠયો-સાદગીમાં સૌદર્ય તે આનું નામ.”
થોડીવાર પછી રૂપા ચાની અને નાસ્તાની ટ્રે લઈને બહાર આવી.બધાએ સાથે મળી કેટલીક આવતો કરી.આ દરમિયાન અહી બધાને શીતલના શીતળ સ્વભાવનો અને વાંચાળતા સાથે સૌમ્યતાનો અનુભવ થઈ ચુક્યો હતો.થોડીવાર પછી રૂપ અને રવિ બંને વચ્ચે એકાંતમાં વાતચીત કરી અને જતી વેળાએ રવિના માતા પિતાએ બે દિવસ પછી જવાબ આપીશું કહી વિદાય લીધી.આ તરફ રૂપાને તો વિશ્વાસ હતો કે રવિ તેને હા જ કહેવાનો છે
બે દિવસ પછી રવિના પપ્પાનો ફોન આવ્યો અને કહ્યુ,”નવીનભાઈ,રવિને તમારી દીકરી પસંદ છે પણ માફ કરજો એને રૂપા પર નહી પણ શીતલ પર પસંદગી ઉતારી છે.”
“શું…….? “આટલું બોલ્યા તો નવિનભાઈના હાથમાંથી ફોન પડતાં પડતાં રહી ગયો.ફકત એટલુ જ બોલી શક્યા,”પણ રૂપા મોટી છે અને વધુ દેખાવડી પણ છે.”
“નવીનભાઈ,તમારી વાત સાચી છે પણ મારા દીકરો અમેરિકામાં રહે છે ત્યાં છોકરીનાં વાન અને રૂપ પરથી એનું મુલ્ય નથી અંકાતું,સાથે સાથે એની આંતરીક બાબતોની પણ નોંધ લેવાય છે.ઉપરાંત ત્યા કાળા રંગનો કોઇ છોછ નથી.તમારી શીતલ તો નાજુક નમણી અને સૌમ્ય સ્વભાવ અને વાંચાળતાં ધરાવતી દીકરી છે.
જુઓ નવિનભાઇ…..,અમને બધાને શીતલ પસંદ છે.જો તમારી હા હોય તો અમે શીતલનો માંગું નાખીએછીએ” રવિના પપ્પાએ છેલ્લો જવાબ આપ્યો
આટલું સારું ઘર અને છોકરો નવીનભાઈ છોડવા તૈયાર નહોતા આથી તેમને જવાબ આપ્યો,”ભલે જેવી તમારી મરજી.હું ઘરમાં બધાને પૂછીને જવાબ આપું છું.”આમ કહીને ફોન મુકયો.
ઘરમાં બધાને આ જાણીને બહુ નવાઈ લાગી.બા એ મોકો જોઇને હસતા હસતા કહ્યું,”મારી શ્યામાને તો રૂડો રૂપાળો કાન મળ્યો”
આજે પહેલી વાર રૂપાનું અભિમાન તૂટી પડ્યું,અને તે સમજી ગઈ કે સુંદરતાના દાયરામાં રંગ એકલો નથી આવતો..સાથે આંતરિક સૌંદર્યનાં મુલ્યોનું મહત્વ હોય છે.
રેખા વિનોદ પટેલ (વિનોદિની )
ડેલાવર (યુ એસ એ )
સંવેદનાનું સીમકાર્ડ ;ખુશીનો અહેશાસ
આજે સવારથી હું બહુ ટેન્શનમાં હતો.એક મહિનામાં રીક્ષા ચલાવી પચાસ હજાર રૂપિયા હું કેવી રીતે ભેગા કરીશ?આખી જિંદગી તનતોડ મજુરી કરી રીક્ષા ચલાવી અને માંડ દોઠ લાખ રૂપિયા અને આ ચાર તોલા જેટલું સોનું જમા કરી શક્યો છું.એ મારો નફો ગણો કે મૂડી જે કાંઇ હતું આ મારી જિંદગીનું જમાં ખાતું હતું.
મારી દીકરીને ગ્રેજ્યુએટ થઇ ગઇ.દીકરાને બીકોમ કરાવી બેંકીંગ સવિર્સનો કોર્સ કરવા દાખલ કર્યો હતો,બસ હવે હું રાહ જોતો હતો કે ક્યારે બંને ભણીને પોતપોતાની નોકરીએ લાગે તો અમારા સારા દિવસો આવે.
એ જ કારણસર હું અને રમીલા ભગવાનને પ્રાર્થનાં કરતા કે,”બસ અમારું જીવન તો જેમ તેમ ગયું પણ દીકરા દીકરીનું જીવન સુધરી જાય અને બે પાંદડે સુખી થાય.
થોડા દિવસ પહેલા તો લાગતું હતુ કે અમારી પ્રાર્થના ફળી ગઇ.જ્યારે અમારી દીકરી નીલાને એક અમારા ઘર કરતા સારા ઘરના સુનીલનું માગું આવ્યું. કારણકે અમારી નાતમાં છોકરીઓ બહુ ભણતી નહી.પણ અમારી નીલા ભણી હતી અને વધારેમાં તેની મા જેવી દેખાવડી પણ હતી.
સુનીલ એક ફેકટરીમાં સારા હોદા ઉપર હતો.અહી ભોપાલ શહેરના બીજા છેડે તેમનું નાનું પણ પોતાનું ઘર હતું.જ્યાં તેની નાની બહેન અને માં બાપ સાથે રહેતો હતો.
“હાશ રમીલા ! આ નીલાનું બહુ સારે ઠેકાણે ગોઠવાઈ ગયું હવે જોજે ને ઉપર વાળો આપણા કાન્તિને પણ આમજ ગોઠવી દેશે”નીલાનું સગપણ નક્કી થયાં પછી હાશકારો થયો.
“હા તમારી વાત સાચી છે.આપણે કોઈ દિવસ કોઈનું ખોટું વિચાર્યું નથી.તો આપણું કશુ ખોટું ઉપરવાળો નહિ થવા દે….બસ હવે કાન્તિનું નોકરીનું ગોઠવાઈ જાય પછી હું તમને આ રીક્ષા ચલાવવા દેવાની નથી.”
બધાય ખુશ હતા બાદ આ દિવાળી પછી લગન નક્કી થયા.અને હું દીકરી જવાની વાતથી દુઃખી થતો.છતાંત દીકરી પારકું ધન માની એ સારે ઠેકાણે જવાની છે,એમ વિચારી ખુશ થતો હતો.
પચાસ હજાર રૂપિયા લગ્ન પ્રસંગના જમણવારમાં ખર્ચાઈ જશે.બાકીનાં રૂપિયામાં નીલાના કપડા,કરિયાવરની વસ્તુઓ આવશે.આમ બધો હિસાબ અમે મનોમન માંડી રાખ્યો હતો.હું માનતો હતો કે અમારે ક્યાં ખોટા ખર્ચા કે દેખાડા કરવાના હોય.એટલે થોડી કરકસરથી પણ આ પ્રસંગ પાર ઉતરી જશે
હવે હું વધારેને વધારે સવારીઓ શોધતો.જેથી જે કઈ વધારાની બચત થાય.એમાંથી રમીલા અને કાન્તીને પણ સારા બે જોડ કપડા કરાવી દેવાય.
બસ હવે લગ્નને મહિનો આડો રહ્યો ત્યાજ એક સવારે વેવાઈ મળવા આવ્યા,અને બોલ્યા,”ભીખાભાઈ….., લગનના વહેવારની વાત કરવી હતી,માટે હું એકલો જ તમને મળવા આવ્યો છું.”એમની વાત સાભળતા મારા પેટમાં ફાળ પડી.
“હા…હા,બોલોને વેવાઈ,શું કામ અચકાવ છો?”મેં પરાણે હસતું મ્હો રાખી મેં ઠાવકો જવાબ આપ્યો.
“જુવો વેવાઈ,અમને છોકરી સારી જોઈતી હતી અને એ તમારી નીલા દીકરી છે.પણ અમારી ઈચ્છા એવી છે કે,તમે જોડે પચાસ હજાર રોકડા આપો.જેથી હું સુનીલ અને નીલાના ભવિષ્યનું વિચારી શકું.”વેવાઈ દાણો દબાવી બોલ્યા
વેવાઇની વાત સાંભળીને મારા તો પગ નીચેથી જમીન સરકી ગઈ.”હવે ક્યાંથી લાવું એક મહિનામાં પચાસ હજાર”એ વિચાર કરતાં કરતાં,”ભલે કહીને વેવાઈને વિદાય કર્યા।
અમારા સગાઓ પાસેથી જાણવા મળ્યું કે વેવાઈની દીકરીના લગ્ન નક્કી થયા છે.તેમાં સામે વાળાએ પચાસ હજાર દહેજમાં રોકડા માગ્યા હતા.જે અમારા વેવાઈને અમારી પાસે ખંખેરવાણ માંગતાં હતા.
“નીલા…, હું કાન્તીના લગ્નમાં આ ચીલો આગળ નહી વધવા દઉ પણ આ વખતે શું કરીશું” હું માથે હાથ દઈ બેસી ગયો. પણ હવે તો આ લગ્ન પતાવ્યા વિના છુટકો જ ક્યા હતો.નહીતર દીકરી નાતમાં બદનામ થઇ જશે
પરંતુ એક મહિનામાં આટલા રૂપિયા લાવવા?મારો એક બાપનો જીવ હતો.કેમેય કરીને દીકરીનું ભવિષ્ય બગડે એ હું કેમ જોઈ શકું?સવાર સાંજ બસ હું રીક્ષા દોડાવ્યે રાખતો હતો. આજે આખો દિવસ સવારી મળતી રહી.સાંજ પડતા તો થાકીને લોથપોથ થઇ ગયો હતો. રાતના દસ વાગ્યા હતા.આ છેલ્લી સવારી વિચારીને રીક્ષામાં બેઠેલી સવારીને શહેરથી દુર આવેલી રામ ગલીમાં છોડી ઘરે આવ્યો.
રીક્ષાને ફળિયામાં રાખીને ઘરમાં અંદર જતો હતો ત્યાં મારી નજર પાછલી સીટમાં પડેલી એક બેગ ઉપર પડી.હું એ બેગ ઉઠાવી અંદર આવ્યો અને બેગ ખોલીને જોયું તો,મારી આંખો ચાર થઇ ગઈ.અંદર રૂપિયાની થપ્પીઓ હતી.ગણીને જોયા તો પુરા બે લાખ રૂપિયા હતા.
આ રૂપિયા જોઇને તુરત જ વિચાર આવ્યો,”નીલાના લગ્ન માટે અને કાન્તીના ભવિષ્યની વ્યવસ્થા એક જ બેગમાં થઇ ગઇ.”
ત્યાજ રમીલાનો સ્નેહ ભર્યો હાથ મારા ખભે અડ્યો”આજ સુધી આપણે અનીતિનું ખાધું નથી. તો હવે આ પારકાં ધન પર નજર કેમ ખરાબ કરવી.”
રમીલાની વાત સાંભળીને મારી આંખો ખુલી ગઈ.હું સ્વપ્ન છોડી બહાર આવી ગયો …
બેગને બરાબર તપાસી તો પાછળથી એક ઘરનું સરનામું લખેલી ચિઠ્ઠી જડી આવી.
એ બેગ હાથમાં લઇને,”રમીલા હું આવું છું”કહેતા બેગ લઇ નીકળી ગયો !!
હું સરનામા વાળી જગ્યા ઉપર પહોચી ગયો.એક બારી ખુલ્લી જોઈ મેં અંદર નજર નાખી તો ત્યા એક લગભગ મારી જ ઉંમરના એક ભાઈ ત્યાં બેસીને રડતા હતા.અને આ એ જ ભાઈ હતા જે મારી રીક્ષામાં બેઠા હતા.બાજુમાં તેમના પત્ની પણ આમ જ રડતા હતા.અને ખુણામાં તેમનો યુવાન દીકરો ખાટલામાં બીમાર પડ્યો હતો.બાજુમાં બેઠેલીપત્ની તેનો હાથ પકડીને ઉદાસ બેઠી હતી.
પેલા ભાઇ બોલ્યા,”આ મારી જ ભૂલ છે.બે લાખ ઉછીના મળ્યા હતા.જેનાથી હું દીકરાની કીડનીનું ઓપરેશન કરાવી શકત,પણ બહુ ચિંતામાં અને વિચારોમાં હું આખી બેગ રીક્ષામાં ભૂલી ગયો.અને હાથે કરીને મારા દીકરાનું મોત માગી આવ્યો”આટલું બોલતા જ એસજ્જન ચોધાર આંસુ રડી પડ્યા.
મેં પળનો વિલંબ કર્યા વિના ખાલી વાસેલું બારણું ખોલી અંદર પહોચી ગયો.અને તેમની સામે એમની જ બેગ મૂકી દીધી.બેગને જોઇને ત્યા બેઠેલાળ્ બધાની નજરમાં જાણે એક જીવંતતા છવાઈ ગઈ.ઉપરવાળાને હાથ જોડી આકાશ તરફ મીટ માંડી.
અને હોઠો ઉપર મારી માટે આશીર્વાદ વરસતા રહ્યા.બસ હું ખુશીથી ભરેલા હદયને લઇ ઘરે આવ્યો.બરાબર ત્યા જ મારા ઘરે વેવાઈના સમાચાર આવ્યા કે તેમની દીકરીના વેવિશાળ દહેજના વિરોધનાં કારણે સગપણ તોડી નાખ્યું છે.અને અમે પણ નીલા દીકરીને પહેરેલા કપડામાં ઈચ્છીએ છીએ.
મારા અને રમીલાના હાથ આપોઆપ ઉપર વાળા સામે જોડાઈ ગયા.
રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુ એસ એ )
સંવેદનાનું સીમકાર્ડ :એક ભૂલની સજા
બધા કહેવા લાગ્યા કે,”નશીબ ખુલી ગયા આ છોકરીના.”કેવો રૂપાળો અમેરિકન સિટીઝન છોકરો મળી ગયો.જોનારા જાણનારા મ્હોમાં આગળ નાખી જતા.આ વાત પણ સાચી હતી. અમીને આર્ણવનું લગ્ન નક્કી થયું ત્યારે બધા જ અમીને લકી કહેતા હતા.જોકે અમી પણ દેખાવની રૂપાળી અને ભણેલી સંસ્કારી યુવતી હતી. તેથી જ પહેલી નજરમાં આર્ણવને અને એની ભારતમાં રહેતી મમ્મીને અમી પસંદ આવી ગઈ હતી। .
વાત નક્કી થયાને એક અઠવાડિયામાં બંનેના લગ્ન લેવાઈ ગયા અને બીજું એક અઠવાડિયું અમી સાથે વિતાવી અર્ણવ પાછો અમેરિકા ચાલ્યો ગયો . આ અઠવાડિયા દરમિયાન અર્ણવે પુરા પાંચ દિવસ અમી સાથે ઉટીની હોટલ લેકવ્યુમાં વિતાવ્યા હતા.આ સમય દરમિયાન અમી એટલું તો જાણી ગઈ હતી કે તેના પતિને એના શોખ અને અંગત લાગણીઓ કરતા એના શરીરમાં વધુ રસ હતો.
અર્ણવના અમેરિકા ગયા બાદ તેને ખાસ કરીને અમી સાથે વાતચીતના સબંધો રાખ્યા નહોતા.સામાન્ય રીતે કામ અને જરુરીયાત પ્રમાણે ફોન કરતો .મમ્મી હમેશા કહેતી કે બંને એકબીજાથી સાવ અલગ છે.માટે તમે સાથે રહેશો પછી એકબીજાને સમજી શકશો.
સમય થતા તેનો વીઝા કોલ આવી ગયો.અમી સાસુમાના આશીર્વાદ અને તેના મમ્મી પપ્પાના પ્રેમનું પોટલું ભરી પતિગૃહે અમેરિકા જવા નીકળી ગઇ.મનમાં એક અજ્ઞાત ડર અને રોમાંચ હતો.વર્ષોથી સેવેલું સ્વપ્ન પૂરું થવાનું હતું છતાં પણ આટલા બધા સ્વજનોને એક સાથે છોડી દેવાથી અમીનું મન મુઝાતું હતું.
એરપોર્ટ ઉપર અર્ણવને જોઈને મનમાં હાશ થઇ.ત્યાથી અમી અર્ણવના વેસ્ટ ન્યુયોર્કમાં બહુમાળી એપાર્ટમેન્ટનાં બારમાં માળે પોતાનાં નવા ધરમાં આવી.એનો ફલેટ સુંદર હવા ઉજાસ વાળૉ અને વ્યવ્સ્થિત સજાવટ વાળૉ હતો.,ત્યાની દરેક વસ્તુ જોતા જ અર્ણવનો ટેસ્ટ કેવો છે તેનો ખ્યાલ આવી જતો.એની દરેક વસ્તુ અનોખી અને યુનિક હતી.
અમેરિકામાં નવી આવેલી અમીને અર્ણવે થોડા દિવસોમાં ન્યુયોર્ક અને આજુબાજુના વિસ્તારોમાં ઘણું બતાવી દીધું.સાત કલાક ડ્રાઈવ કરી કેનેડાની બોર્ડર પર નાયગ્રાનો ધોધ બતાવવા લઇ ગયો.અત્યાર સુધી ફોટાઓમાં અને ચલચિત્રમાં જોયો હતો તે ધોધને આખો સામે નિહાળી અમી અવાક થઇ ગઈ હતી.અમીને આ રીતના શરૂવાતના દિવસો સોનાના અને રાત ચાંદીની લાગતી હતી.
અર્ણવ કોપ્યુટર ડિઝાઈનર હતો.તેની પોસ્ટ બહુ સારી જગ્યા ઉપર હતી.એને અમીને કહ્યુ,
“અમી…..,તું હમણાં તું અહીની રહેણીકરણી અને વાતાવરણથી બરોબર ટેવાઈ જા.પછી ક્યાંક સારી જગ્યા ઉપર તને જોબ માટે ગોઠવી દઈશું.”આ દરમિયાન અમીને
બે મહિના પુરા થયા ત્યાંરે અમીને ખ્યાલ આવી ગયો કે,અર્ણવને વફાદારી કે જવાબદારીમાં કોઈ રસ નથી.તેને માત્ર આ લગ્ન તેની મમ્મીને ખુશ કરવા માટે કર્યા હતા.અને અહી અમીને સો કેશની એક પુતળીની જેમ ગોઠવી દીધી હતી.હવે અર્ણવ મરજી પ્રમાણે ઘરે આવતો.અને અલગ અલગ છોકરીઓ સાથે મિત્રતા રાખતો હતો.
અમી આ બાબતે ટકોર કરે તો તરત સંભળાવતો કે,”તને શું દુઃખ છે?અહી તું ઈચ્છે તો તારી રીતે જીવી શકે છે.અહીંયા આપણા દેશ જેવા કોઇ બંધન નથી.” પણ સંસ્કારી અમી આમાનું કશુ જ કરી શકે તેમ નહોતી.એને છેવટના માર્ગ તરીકે એને વિચાર્યું કે જો અર્ણવ પિતા બનશે તો કદાચ એનામાં સમજદારી આવશે અને એની ધર પ્રત્યેની જવાબદારીની સમજ આવશે.
ચાર મહિના પછી અમીએ એક રાત્રે અર્ણવ ને સમાચાર આપતા કહ્યું કે તે પ્રેગનેન્ટ છે .
અમીની આ વાત સાંભળીને ખૂશ થવાને બદલે એબોર્સન કરવાનું સુચન કર્યુ અને કહ્યુ કે એ હમણાં આ જબાદારી માટે તૈયાર નથી.પરંતુ અમી મક્કમ રહી.કારણકે આ બાળકના આવવાથી બધું બરાબર થઇ જશે તેવી આશા હતી.
હવે અર્ણવ અમીનું ખ્યાલ રાખતો હતો પરંતુ બહાર નવીનવી ગર્લફ્રેન્ડ બનાવી ફર્યા કરતો.એની આ શોખ સાથેની કમજોરી હતી …
આ બધી ધટનાથી દુઃખી થયેલી અમી એક વખત તેની મમ્મીને આ બધું ફોનમાં કહેતી હતી.અને બરોબર એ જ વખતે અર્ણવ ઘરમાં આવે છે અને બધું સાંભળી જાય છે.અને અર્ણવ છંછેડાઈ જાય છે.તેને લાગે છે અમી તેના મમ્મીને મળી મારા ઉપર દબાવ લાવવા માગે છે. ફોન ઉપર તેના વિરુદ્ધ થતી વાતો જાણવા માટે તેણે એને ઘરમાં કેમેરા ગોઠવ્યા.તે બહાર જતો ત્યારે ઘરનાં ફોનમાં થતી બધી વાતો તે ટેપ કરતો અને હવે તેને આ માં અને દીકરી માટે મનમાં ગુસ્સો વધતો જતો હતો.
સમય થતા અમીને દીકરીનો જન્મ થયો.હજુ બાળકીના જન્મને ત્રીસ દિવસ માંડ થયા હતા અને અર્ણવ આજે પહેલી વખત તેની ગર્લફ્રેન્ડને ઘરે લઈને આવ્યો.આ જોઇને અમી ભડકી ઉઠી,બને વચ્ચે પહેલી વખત સામસામી બોલાચાલી થઇ.અને અર્ણવે તેને ઘરમાંથી ચાલી જવાનું કહ્યું.સામે અમી પણ ગુસ્સામાંને ગુસ્સામાં ઘરમાંથી નીકળી ગઈ. અત્યારે તેની પાસે કોઈ રહેવાની ચોક્કસ જગ્યા નહોતી.આથી તે નવજાત બાળકીને છોડીને તેના દુરના કાકાના ઘરે ચાલી ગઈ.
ગુસ્સો ઉતરતા તેને યાદ આવ્યું કે મહિનાની બાળકી એકલી છે તેનાથી દુર છે તો તેને ઘરે આવવા કોશિશ કરી.અને અર્ણવને ઘણી વિંનતી કરી.પાકટ સમજદારીના અભાવે યુવાનીનાં અણધડ ખ્યાલે અર્ણવ હવે અમીને કોઇ પણ સંજોગે અપનાવવા તૈયાર નહોતો.બીજી બાજુ તેને બાળકીની દેખરેખ માટે તેનો મમ્મીને તાત્કાલિક ભારતથી બોલાવી લીધા હતા.
અર્ણવના મમ્મીને પુત્રનો પક્ષ લઇને અમીને તેની બાળકીને મળવા પણ નાં દીધી.આ વાતથી અમી મેન્ટલી ડીસ્ટર્બ થઈ ગઈ હતી અને ડીપ્રેશનની અવસ્થામાં તેને વધારે પડતી સ્લીપિંગ પિલ્સ લઇ લીધી. એ પછી અમીને સામાન્ય થતા બીજા બે મહિના નીકળી ગયા.આ બાજું આ કારણ ધરીને અર્ણવે દીકરી મેહાને પોતાની પાસે રાખી લીધી
આજે આ વાતને વર્ષ પૂરું થઈ ગયું.હવે અમીને મેહાને મહિનામાં બે વાર મળવાની છૂટ આપવામાં આવી છે.પણ જ્યારે તે મેહાને મળવા જાય ત્યારે અર્ણવ ત્યા જ હાજર રહે અથવા એનાં મમ્મીની ચાપતી નજર હોય.કારણકે તેની પાસે બહાનું હતું કે અમીની માનસિક હાલત બરાબર નથી
મેહા કલાકો સુધી ખોળામાં લઈને રમાડ્યા કરે છે.પોતાના હાથે બનાવેલું બેબી ફૂડ તેને ચમચીથી જ ખવડાવવાની શરત રાખી હતી.અમી એની બાળકીને સતત સમજાવ્યા કરે છે કે હું તારી મોમ છું। .
આ બાજુ અમીએ પોતાનું ગુજરાન ચલાવવા માટે એક બેંકમાં જોબ મેળવી લીધી.હવે અમી ભારત પણ જઈ શકતી નથી. કારણકે મા હોવાને કારણે મેહાને મહિનામાં બે વાર મળવાની લાલચ રોકી શકતી નથી.માતાનો જીવ એની બાળકીમા હતો.
આજે તે વિચારે છે કે,”શું ગુસ્સામાં એક વખત ઘર છોડી ગઈ એ એક માત્ર ભૂલની આટલી મોટી સજા હોઇ શકે ખરી…
રેખા વિનોદ પટેલ (વિનોદીની)
ડેલાવર (યુ એસ એ )
फिर मै रोक नहीं पाउँगा , तुमको भी मेरी तरहा बेचेन होने से….
तुम्हारे बगैर मै ,मै नहीं होता,
मै और मेरा आईना बहुत बातें करते है,
सारी बातोंमें तुम्हारा जिक्र रहता है.
वैसे कितनी बाते कहनी है तुमसे,
पर तुझसे मिलके चुप हो जाता हु
सोचता हु मै बेचैन हु,तुम्हे क्यों बेचैन करू ?
किंतु प्यार मेरा तुमको कैसे बतलाऊ?
सोचा दूर एकांत में उगे फूलों को,
अब मैं दिलकी बाते कहूंगा !!
की तुमसे प्यार करता हूं मैं.
अब न मैं बेचैन रहूंगा
और न गुजरेगे तुज पर ये भारी पल
मैंने भी प्यार किया है तुमको….
बस अब तुम ,
उन फुलोके पास मत जाना.
वो कही बता न दे तुमको ,
की मै तुमसे ही प्यार करता हु
फिर मै रोक नहीं पाउँगा ,
तुमको भी मेरी तरहा बेचेन होने से….
रेखा पटेल (विनोदिनी)
એક મા…
“મારા આ બે હાથ કાપી નાખો ” એક સ્ત્રી આક્રંદ કરતી હતી
એની આંખો થી વહેતા આંસુઓ માં
આજુબાજુ બેઠેલા બધા અવશપણે ખેચાઈ રહ્યા હતા,
દરેકના ચહેરા આંસુઓ થી તરબતર હતા અને હૈયા દુઃખથી રેલાતા હતા.
આ સ્ત્રી બીજી કોઈ નહિ એક મા હતી,
બે વર્ષ પહેલા એના એકના એક દીકરાને માથે સહેરો સજાવ્યો હતો,
ભાલે કંકુ તિલક કર્યું હતું ,શણગારેલી સફેદ ઘોડી ઉપર ચડાવ્યો હતો,
દીકરાનું હૈયું વિશાળ હતું તેની વાતો સાંભળી મા…પોરસાતી હતી
આજે એજ હર્દય જરૂર કરતા વિશાળ થયું અને મા સોરસાતી હતી.
આજે એજ માએ દીકરાને ફરી શણગાર્યો હતો ,
કપાળે ચાંદલો કરી ,સફેદ કફન ઓઢાડીને અગ્નિ શૈયા ઉપર સુવાડ્યો હતો
આજે એક મા પોતાના હાથમાં ચિતરાએલી રેખાઓને કોસતી હતી
જે રેખાઓ માં દીકરાનું મોત લખ્યું છે તેવા આ હાથને તોડતી હતી
આતો પેટના જાણ્યા નું દુઃખ છે……
“તું નહિ તો જિંદગી મેં ઓર ક્યા રહે જાયેગા ”
રેખા પટેલ (વિનોદિની )
એક નાની ઘટના
બધી એક પછી એક ટાટા બાય કરી હસતી હસતી નીકળી પડી.
ખાલી હોસ્ટેલમાં હવે વોર્ડન ની શું જરૂર ?
મેં પણ સામાન બાંધ્યો અને સ્ટેશન આવી ,ટીકીટ લીધી,
વેઇટીંગ રૂમમાં ટ્રેનની રાહ જોતી બેઠી રહી
આજે ટ્રેન બે કલાક લેઇટ હતી ,
આમતો મારે ઘરે પહોચવાની ક્યા ઉતાવળ હતી ?
નાનો ભાઈ અને ભાભી ક્યા મારી રાહ જોતા બેઠા હશે?
સામેની ચેર ઉપર એક મુસાફિર હતો મારા જેવોજ
કેમ… છો? શું નામ ? ક્યા જવું છે ?
બે ચાર ટુકા વાક્યો પછી ઘેરી ચૂપકીદી છવાઈ,
અજાણ્યા લોકો સાથે વાત કરવું મને પસંદ નહોતું.
એકલતામાં જીવવા ટેવાઈ ગઈ હતી ને !
આજે સવારથી જ કંઈક તબિયત ખરાબ હતી
માથું ભારે હતું ,ક્યારેક બ્લડપ્રેશર ઓછું થઈ જતું,
અચાનક ચક્કર આવી જતા હું ત્યાજ ઢળી પડી
સામેની ચેરમાંથી તે અજાણ્યો મુસાફીર ઉભો થયો,
ઓહો શું થયું તમને ? કહેતાજ મને ઝાલી લીધી
પાસેની વોટર બોટલ માંથી પાણી આપ્યું
ચિંતાના ભાવ ચહેરા ઉપર ચોક્ખા તરવરતા હતા
એક નાની ઘટના બે અજાણ્યાને પાસે લાવવા પુરતી બની
રેખા પટેલ (વિનોદિની)
भूलकर सब रस्मो रिवाज चले आओगे तुम,
भूलकर सब रस्मो रिवाज सपनो मे मिल जाते हो तुम
इसी सोच में हर जगह दिनमें भी मिल जाते हो तुम
रातके अंघेरे ने जिस हकीकत को अधूरा छोड़ दिया था
बड़े नादाँ होकर उजालोमे उस की तस्वीर सजाते हो तुम
जिंदगी सूखे पत्त्तों का एक ढेर है तुम बखूबी जानते हो,
फिरभी आग तड़पन की इन में, बारबार लगाते हो तुम.
कच्ची उम्रमे कच्चे रंगोका ख़्वाब इन आखों ने देखा था
गिराकर वक्त बेवक्त अश्कों को क्यों उन्हें मिटाते हो तुम.
जाकर हर बार हमसे दूर तुम कुछ नया लाओ भी कहां से,
तो वही पुराना इश्क में वापसी का इंतजार करवाते हो तुम.
मंज़िल का पता नहीं है ना कोई कदमों के निशाँ बाकी है
खुद चले गए हो,रास्ते मुड़ गए है अब क्यों याद आते हो तुम?
रेखा पटेल (विनोदिनी)
સંવેદનાનું સીમકાર્ડ :ખુશ રાખે તો કોને રાખે ?
આજે સવારથી ઘરમાં ચહલપહલ હતી.રમાબેન ગીતા પાસે આખા ઘરનાં ખૂણે ખૂણાની બારીકાયથી સાફ સફાઇ કરાવતા હતાં.
ખુણામાં મુકેલી ફૂલદાનીમાં તાજા ફૂલો તાજી ખૂશ્બૂ ફેલાવી રહ્યા હતા.આસપાસનું બધુ જ સુંદર લાગતું હતું.પણ આ ઘરનું એક મહામુલુ ફૂલ મૂરઝાએલુ લાગતું હતું.એ ફૂલનું નામ હતું આ ઘરની લાડકી શિયાના.
આજે શિયાનાને જોવા માટે છોકરાવાળા આવવાના હતા.પણ શિયાના આ લગ્નની વિરુધ્દમાં હતી.કારણકે તેનો જીવ તો ચાર વર્ષ પહેલા જ એના સહઅધ્યાયી જીત સાથે મળી ગયો હતો.જ્યારે એ બંને કોલેજના પહેલા વર્ષમાં હતા ત્યારે બંનેની થયેલી પ્રથમ મુલાકાતથી તેઓ એકબીજાના ખાસ મિત્રો બની ગયા હતા.આધુનિક મુક્ત વિચારસરણી અને મળતાવળાં સ્વભાવના કારણે ક્યારે મીત્રમાંથી આગળ વધી એક મેકમાં પરોવાઈ ગયા તેનો તેમને ખ્યાલ પણ નહોતો રહ્યો.મિત્રતા થકી મન મળ્યા.હવે બંનેનાં હ્રદય મળી ગયા હતાં.
હવે જ્યારે કોલેજનું છેલ્લું વર્ષ હતું ત્યારે બંનેએ નક્કી કર્યું કે હવે આપણે પોતપોતાના માતાપિતાને આ સબંધ વિષે જણાવી દેવું જોઈએ.જેથી કરીને કાયમ માટે એક બીજા સાથે બાકીનું જીવન વ્યતીત કરી શકાય.
એક દિવસ શિયાનાએ સમય જોઈ તેની માં સામે આ વાત મૂકી,અને કહ્યુ,”મા…,તું જીતને મારા ખાસ મિત્ર તરીકે તો જાણે જ છે! આજે એથી વઘારે કહું તો હું અને જીત એકબીજાને પસંદ કરીએ છીએ.જો તારી અને પપ્પાની હા હોય તો,હું જીતને મારા જીવનસાથી તરીકે પસંદ કરીશ.”ઘીમા પણ મક્કમ સ્વરે શિયાના બોલી.
રમાબેન જીતને સારી રીતે જાણતા હતા,જીતનાં સ્વભાવની મીઠાશ અને નરમાશનો તેમને પણ અનુભવ થયો હતો.એક વખત શિયાના સાથે જીત ઘરે આવ્યો હતો.ગીતા તેની માટે ચાય બનાવી લાવી હતી.ઉતાવળમાં ગીતાનો હાથ ચાના પ્યાલાને વાગી જતા ચા જીતના નવા જીન્સ પેન્ટ ઉપર ઢોળાઈ ગઈ.
શિયાના ગીતા ઉપર ચિલ્લાઈ ઉઠી પણ,જીત બહુ શાંતિથી બોલ્યો,”રહેવા દે…શિયાના, તેણે જાણીને તો ચા થોડો મારા પર ઢોળ્યો છે?ભૂલ તો બધાથી થાય છે.આ તો એક પેન્ટ છે.કાલે લોન્ડ્રીમાં આપીશ અને તે ચોખ્ખું થઈ જશે.પણ ગીતાનું મન ખારું થશે તો કેવી રીતે ચોખ્ખું કરીશું?”આમ કહીને જીતે હસતા વાતને વાળી લીધી હતી.
બસ ત્યારથી જીત ગીતાનો ફેવરીટ બની ગયો હતો, તે આવે કે તરત ગીતા તેની આદુ ફુદીના વાળી સ્પેશ્યલ ચાય બનાવી આપે
એક દિવસ બહાર બાગમાં માળી કાકા નવો છોડ લાવ્યા હતા. કોણ જાણે આજે તેમના હાથમાં જાણે જોર નહોતું.ખાડો ખોદવામાં થાકી જતા હતા.બરાબર એ વખતે જીત ત્યાં આવી ચડ્યો “અરે રામુકાકા રહેવા દો,લાવો મને આપી કોદાળી આપો,હું બે મીનીટમાં ખાડો કરી આપું છુ.” અને જીતએ માળીકાકાના હાથમાંથી કોદાળી છીનવી ખાડો કરી આપ્યો.બસ ત્યાર પછી તો જ્યારે જીત આવે રામુકાકા તેને સરસ મઝાનું ગુલાબનું ફૂલ આપે.
છેલ્લા ત્રણ વર્ષથી જીત આ ઘરનો જાણે એક સદસ્ય બની ગયો હતો.સાથે સાથે રમાબેનનો પણ લાડકો બની ગયો હતો.
એક માત્ર રાજેન્દ્રભાઈ જીત સાથે અંતર રાખીને વાત કરતા હતા.છતાં પણ દીકરીનો દોસ્ત હતો તેથી કદી પણ ઘરમાં તેના આવનજાવનની રોકટોક કરી નહોતી.
આજે સુંદરભાઈના દીકરા ઇશાનની શિયાના માટે વાત આવી હતી.ઇશાન એના પિતાના ઘંઘામાં જોડાયો હતો.દેખાવમાં પણ શીયેના સાથે શોભે તેવો હતો. રમાબેનને પાસે ઇશાન માટે કોઈ ખોટ કાઢી શકાય એવું કારણ મળતું નહોતું.
આજે રમાબેનનું મન પણ અંદરથી કચવાંતુ હતું.એ જાણતા હતા કે દીકરીનું મન અને હ્રદય જીતને જ ઝંખે છે.પણ રાજેન્દ્રભાઈના કડપ અને જીદીલા સ્વભાવના કારણે એની સામે બોલી શકવા અસમર્થ હતા.તે બહારથી ખુશ હતા.પણ અંતર તેમનું પણ દુખતું હતું.કરે તો શું કરે ?ખુશ રાખે તો કોને રાખે ?પિતાને કે દીકરીને?
એટલામાં રાજેન્દ્રભાઈ બહારથી અંદર આવ્યા.બહાર બારણા પાસે રાખેલું કુંડુ અચાનક એના પગમાં આવ્યું અને પગ સાથે કુંડુ અથડાતા.ગુસ્સામાં આવી ઉંમરલાયક રામુકાકાને ગમે તેવા શબ્દો કહી ઝાટકી નાખ્યા.એટલામાં દોડતી ગીતા વચમાં આવી તો બાકીનો ગુસ્સો તેના ઉપર ઠાલવી દીધો.
આવા સારા દિવસે પણ રાજેન્દ્રભાઈનો ગરમ સ્વભાવ રમાબેનને હચમચાવી ગયો.સાથે સાથે તેમને એક નિર્ણય લઇ લીધો.બસ મારી દીકરીને હું કોઈ સોનાના પિંજરામાં નહી પૂરું.એનાં માટે જીત નામનું ખુલ્લું આકાશ જ અનુકુળ છે