સાચા સબંધ માં સંગ પ્રસંગ બની ઉજવાય છે …
તેને આપણે સાચા સબંધો કહી શકીએ છીએ
કેટલાક સબંધો જેને આપણે લાગણીના સબંધો કહીએ છીએ ,
જ્યાં ક્યાય કશોજ સ્વાર્થ નથી હોતો જ્યાં કોઈ ફરિયાદ નથી હોતી .કોઈ ઊંચ નીચ કે મારું તારું નથી હોતું .
આ મુખોટો પહેરેલા જમાના માં આવા સબંધો જવલ્લેજ મળી આવે છે .
“જો કોઈને પણ આવા મોતી જડી જાય તો હૃદય નાં છીપલાં માં સાચવીને રાખજો ”
બાકી મોટા ભાગે અહી સબંધો ચહેરા ઉપર ચહેરા લગાવેલા મળે છે .પછી તે લોહીના હોય કે મિત્રતાના .
1 : કેટલાક લોકો એવા પણ હોય છે કે જે તમારી સાથે તમારા જ લાગે જરાક દુર જતા તે તદ્દન વિરુધ્ધ બની બેસે .
આવા લોકો સાથે સાવચેતી પૂર્વક વર્તવું …
કારણ તે કદી તમારી સાથે વફાદાર નહિ થઈ સકે
2 : કેટલાક એવા હોય છે જે અંગત રીતે તમારી સાથે બહુ પોતાના થઇ વર્તે અને જાહેરમાં જાણે જાણતા જ નાં હોય તેમ વર્તન કરે
આવા લોકો થી હંમેસા દુર રહેવું ….
માની લેવું કે તેઓ તમારી સાથે દેખાડો કરે છે અંગત રીતે તેમને આ સબંધો થી શરમ છે, જે અહી ઝહેર સમાન છે
3 : કેટલાક લોકો તમે જે છો તેવા અપનાવે અને તમારી સારી નરસી બન્નેવ બાજુ વિષે જાહેરમાં કહે તેમને હંમેશા માન થી જોવા …
જે તમને જાહેર માં ટોકી સકે છે તે તમારા માટે હંમેશા સારું વિચારે છે
4 : કેટલાક જે તમારા ગુણો ની જાહેર માં ચર્ચા કરે પણ તમારા અવગુણ ને એકાંત માં ગણાવે
તેમને હમેશા પ્રેમ થી જોવા ….
કારણ તે તમારા સ્વમાન ને પોતાનું ગણે છે , તમારું માન અપમાન પોતાનું ગણે છે તેમને હમેશા દિલ માં રાખો
આ મારું પોતાનું પર્સનલ માનવું છે બાકી પોત પોતાની રીતે દરેક ને વિચારવા નો અને વર્તવાનો હક સમાન છે
રેખા પટેલ (વિનોદીની)