ગમે તેવી નાણાકિય કટોકટી હોય કે મંદી હોય ત્યારે પણ અહીની સરકાર આ પ્રોગ્રામને જાળવી રાખવા મરણીયો પ્રયાસ કરે છે.એ વાત ખાસ ઘ્યાનમાં રાખવા જેવી છે,કારણકે એનાં પરથી જાણી શકીએ કે અમેરિકન સરકાર નાનામાં નાના નાગરીકનો ખ્યાલ રાખે છે.આ વેલ્ફેરમાં યોજના હેઠળ નાગરીકો જુદી જુદી પેટા યોજનાં આવે છે.જેમાં એક છે ફૂડ સ્ટેમ્પ.આ યોજનાં હેઠળ નાગરીકો ફૂડ કુપનો આપવામાં આવે છે.બીજી છે મેડીકેડ.જેમાં મફત દાકતરી સેવા ઉપલબ્ધ કરાય છે.ત્રીજી છે,હુડ હોમ સપ્લીમેન્ટરી; જેમાં ઘર વગરના પરિવારોને નજીવા ભાડા હેઠળ ઘર અપાય છે.પછી આવે છે.સોશિયલ સિક્યોરીટી આવક ;જે કમાણીના અને ટેક્સના આઘાર ઉપર પાછલી ઉમરમાં મળતી પેન્સન જેવી ટેકારૂપ રકમ છે.
અમેરિકામાં એક વ્યક્તિની વાર્ષિક આવક અગિયાર હજારની ડોલરની હોય તો તે ગરીબીની રેખા હેઠળ આવતો નથી.છતાં પણ પરિવારમાં કમાનાર એક જ વ્યકિત હોય અને ખાનારા વધુ તો તેને આ બધા આર્થિક સહાયના વેલ્ફેર પ્રોગ્રામોનો લાભ મળી શકે છે.
અહીના સહુથી મોટા વેલ્ફેર પ્રોગ્રામમાં ફૂડ સ્ટેમ્પ,મેડીકેડ મહત્વના છે આ પ્રોગ્રામમાં જરૂરી હોય એ ફંડ જે તે રાજ્ય એનો પોતાનો ફાળો આપે છે.તેમાં અમેરિકાની ફેડરલ ગવર્મેન્ટ પણ સહાય આપે છે.
ફૂડ સ્ટેમ્પ પ્રોગ્રામ એટલે સપ્લિમેન્ટલ ન્યૂટ્રિશન આસિસ્ટન્સ પ્રોગ્રામ (SNAP),એ રાજયનાં ફંડ ઉપર ચાલે છે.જ્યાં ઓછી આવક ધરાવતા પરિવારોને ખોરાકના ખર્ચની ચૂકવણી માટે દર મહીને મળતી ફૂડ કુપન હોયા છે જેના દ્વારા રોજબરોજની ખાઘ્ય ચીજવસ્તુઓ ખરીદી શકાય છે.ફૂડ સ્ટેમ્પ લાભો માટે કોઇ પણ અરજી કરી શકે છે.આ પ્રોગ્રામ મુખ્યત્વે મર્યાદિત આવક ધરાવતા પરિવારોને આર્થિક મદદના હેતુ માટે ચાલતો હોય છે.મોટાભાગે આર્થિક કટોકટી અનુભવી રહેલા પરિવારો તેમજ ઓછી આવક ધરાવતા પરિવારોનો સમાવેશ થાય છે.
તદુપરાંત કોઈ પણ સિંગલ પેરેન્ટ્સ બાળક સાથે એકલું રહેતું હોય અને તેની કમાણીની આવક ઓછી હોય તો આવી સ્થિતિમાં તેને ફૂડ કુપન આસાનીથી મળી શકે છે.ગર્ભવતી સ્ત્રી અને છુટાછેડા પામેલી માતા પણ આ પ્રોગ્રામનો લાભ લઇ શકે છે.
અહી કામ કરવા અશક્ત હોય તેવા કામદારો કે સીઝનલ માઈગ્રેટ વર્કર પણ આ પ્રોગ્રામની લાભ મેળવી શકતા હોય છે.અમેરિકાનાં એક આકડા મુજબ 109,630,000 થી વધારે અમેરિકન વેલ્ફેર પ્રોગ્રામના લાભ ઉઠાવે છે જેમાં 467,000,000 ફૂડ સ્ટેમ્પ લેતા હોય છે જે સર્વે પ્રમાણે મોટો આકડો કહી શકાય જે આશરે માસિક 1000 ડોલર મળતો હોય છે.આ બધો ભાર ગવર્મેન્ટની તીજોરીને પડે છે છતાં પણ અહીની ગવર્મેન્ટ આ કામ કરવામાં ક્યારેય કચાશ રાખતી જોવા મળતી નથી.દરેક લાભાર્થીને નિશ્ચિત સમયે આ રકમ મળી જતી હોય છે આ અહીની સરકારનું એક જમા પાસું ગણી શકાય.
બાકી બીજા ઘણા દેશો છે જ્યાં મહિનો પૂરો થવા આવે છતાં પણ આવી વેલ્ફેરની રકમ જરૂરિયાતના હાથમાં પહોચી શકતી નથી ,અને જો પહોચે તો તેનો કેટલોક હિસ્સો સરકારી કર્મચારીઓના ખીસ્સાનો ભાગ બની ચુક્યો હોય છે ,અમેરિકાની આ આખી યોજનાં સમજવા જેવી છેઆ લાભ મેળવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનાં નાગરિક હોવું જોઈએ અને પરિવારની આર્થિક સ્થિતિના પુરાવા માટેના જરૂરી દસ્તાવેજો આપવા પડે છે.પરિવારની માસિક આવક પરિવારમાં રહેતા લોકોની સંખ્યાને આધારિત આવક મર્યાદા કરતા વધુ ના હોય તો આ લાભ મળી શકે છે.
અહી આ પ્રકારની અરજી દાખલ થયા પછી લગભગ મહિનામાં આ લાભ મળી શકે છે અને જો પરિવારની જરૂરીયાત કરતા આવક ઘણી ઓછી જણાય તો આ લાભ વહેલા પણ મળી શકે છે.
આતો વાત થઇ સરકારની નાગરીકોને મદદરૂપ થતી યોજનાની.હવે હું આ ફૂડ કુપન લેનારા વિષે હું આજના લેખમાં થોડું જણાવવા માગું છું.જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે.એ જ રીતે આવા યોજનાઓ સાચી રીતે લાભા લેનારા છે તો બીજી બાજુ આ યોજનાનો ગેરલાભ ઉઠાવનારા પણ અહિયાં ઘણા લોકો મળી આવે છે
આ ફંડ એવા લોકો માટે હોય છે જે પોતાનું કે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા અસમર્થ હોય છતાં પણ બનાવાએલા કાયદા મુજબ મોટી સંખ્યામાં એવા લોકો આ પ્રોગ્રામનો લાભ લેતા હોય છે જેને આની જરૂરીયાત હોતી નથી. અને આવી પરિસ્થિતિમાં એવા લોકો આ કુપનનો દુરુપયોગ કરતા હોય છે…..જેમકે આમાં મળેલી કુપનની નક્કી કરેલા ડૉલરથી માત્ર ખાવાની વસ્તુ જ ખરીદી શકાય છે તો તેના બદલે કેટલાક લોકો પોતાના શોખ પોસવા કે દારુ કે સિગારેટ જેવા વ્યાસન માટે કે એનાથી વધારે નશાને પોષવા મળતી કુપનો ને ઓછી કીમતે વેચી તેના બદલે ડોલર ખરીદી લે છે.તો કેટલાક ઓળખીતાની દુકાનોમાં ખાધ્ય સામાન કુપનની નિર્ધારીત રકમથી ઓછો ખરીદી અને બાકીનાં ડોલર લઇ રોકડા મેળવીને આ કુપનોનો દુરુપયોગ કરે છે..
અમેરિકામાં જેમ બાળકો વધુ હોય તેમ આ કુપન બધું મળે છે.તદુપરાત તેમના બીજા ખર્ચાઓ માટે ગવર્મેન્ટ અલગથી રોકડ રકમ પણ આપતી હોય છે.તથા નાના બાળકો માટે મિલ્કનાં ડબ્બા,સીરીયલ,એગ્સ,ચીઝ જેવી પોસ્ટીક ખાવાનું પણ અલગથી આપે છે.એમાનાં કેટલાક માં બાપ નાના ગ્રોસરી સ્ટોરમાં જઈ વેચીને બાળકોનાં ફૂડની વસ્તુઓનાં રોકડા કરી લે છે.આવી અંગત કમાણી થતી હોવાથી કેટલાક લોકો જાણીબુઝીને વસ્તી વધારો કરતા હોય છે..
એકલી રહેતી બાળકની માતા હોય તો એ આઘારે સાવ સસ્તા દરે રહેવાનું મળી જતું હોય છે.તેને હુડ હોમ સપ્લીમેન્ટરીમાં ગણવામાં આવે છે.વૃદ્ધોને પણ આ યોજનાં લાગુ પડે છે. આ પ્રકારના ઘર આપણે ત્યાં સામાન્ય પરિવાર રહેતા હોય તેના કરતા પણ કઈક વધારે સારા હોય છે.જ્યાં દરેક જાતની પ્રાથમિક સુવિધાઓ હોય છે.અહીની ગવર્મેન્ટ પણ આ બધામાં ખાસ ચોક્કસાઈ રાખતી હોય છે .
આજ કારણે અહી આર્થિક રીતે પોષાય તેવા લોકો પણ જુઠાણા ચલાવી આવા ઘરમાં સસ્તા દરે રહેતા હોય છે.આ બધામાં આપણા દેશી ભાઈ બહેનો પણ કઈ પાછા નથી પડતા.
પણ વિચારો કે આવું બોલનારા કેટલા વૃઘ્ઘો કે વડીલો અમેરિકા છોડી ભારત પાછા આવે છે ? ખાસ કોઈ નહિ કારણ છે અહી આવા અમેરિકન નાગરિત્વ ધરાવતા પાંસઠ વર્ષથી વધારે ઉંમર વાળા વડીલોને ગવર્મેન્ટ દર મહીને અમુક ફાળવેલ રકમ તેમના માસિક ખર્ચા પેઠે આપે છે અને આ મળતી રકમ માટે તેમને આ જ દેશમાં રહેવું પડતું હોય છે। . બસ આજ કારણ છે કે તેઓ આ દેશમાં રહે છે અને દર વર્ષે તેમાંથી પોતાની ટીકીટ વગેરે ખર્ચી બે મહિના દેશમાં ફરવા આવી જતા હોય છે
આ દેશ જ એવો છે કે વગર મજૂરીએ તમને દર મહીને આવી રકમ ઘરે બેઠા આપે છે પછી ભલેને તમારે તેની જરૂર હોય કે ના હોય। …. કેટલાક તો આવું ફંડ બટોરવા અમેરિકાની સોસ્યલ ઓફિસમાં જઈને ખોટી કમ્પ્લેન પણ કરતા હોય છે કે દીકરો અને વહુ કે દીકરી અને જમાઈ રાખતા નથી અને બદલામાં પેઈન્ગેસ્ટ તરીકે આપવા માટે ગવર્મેન્ટ પાસે થી મોટી રકમ મેળવી લેતા હોય છે
હું તો બસ આજ કહેવા માગું છું કે જે ઘરતી ઉપર રહો છો તેને પ્રેમથી અપનાવતા શીખો
સારી નોકરી કરતા હોય અને તેની એ જોબ કોઈ કારણોસર છૂટી જાય તો તેને તે વ્યક્તિને તેના પગારના ઘોરણે “અન એમ્પ્લોયમેન્ટ” એટલે કે બેરોજગાર તરીકે ચોક્કસ રકમ દર મહીને બીજી નોકરી નાં મળે ત્યાં સુધી કે પછી અમુક સમય સુધી મળતી રહે છે. આ વખતે એવું જોવામાં નથી આવતું કે તેની પાસે બાકીની મિલકત કેટલા પ્રમાણમાં છે કે પરિવારના બીજા સભ્યોની આવક શું છે. જોકે આ સહુલીયતનો મોટા ભાગે ગેરઉપયોગ વધુ થાય છે કારણકે કેટલાક લોકો થોડો સમય કામ કરીને યેનકેન પ્રકારે નોકરી છોડી ઘરે બેઠા અનએપ્લોયમેન્ટ એટલે કે બેરોજગાર ભથ્થું વસુલ કરે છે.
કેટલાક લોકો તો આ પ્રમાણે ગવર્મેન્ટ પાસેથી બેરોજગાર ભથ્થું વસુલે છે અને બીજે રોકડ પગાર લઇ બીજી નોકરી કરતા હોય છે.જે પણ હોય આ ફંડ જરૂરીયાત વાળા માટે ફાળવાય છે તે તેવાજ લોકો સુધી પહોચવું જોઈએ.આ યોજનાઓ ગેરલાભ ઉઠાવનારાઓને બહાર પાડવા જોઇએ અને એ લોકોને સમાજનો એક ભાગ બનાવવાં જોઈએ.
હવે આવે છે “ચાઈલ્ડ વેરફેર” જેમાં બાળક ફેમેલી સાથે રહેતું હોય કે સિંગલ પેરેન્ટ્સ સાથે તેના ઉપર આઘાર રહેતો નથી…. અહી બાળકને કેવી સુવિધાઓ મળે છે તેના ઉપર આ પ્રોગ્રામ આધાર રાખે છે.જો બાળક પોતાનાઓ સાથે રહેતો હોવા છતાં એકલતા અનુભવતો હોય કે ફેમીલી સભ્યો તેની દરકાર નાં કરતાં હોય એવી સ્થિતિમાં આ પ્રોગ્રામ હેઠળ બાળકને ફૂડ,મેડીકલ ટ્રીટમેન્ટ થી લઇ કાઉન્સ્લીગ એટલે કે બાળકના કુમળા મગજ ઉપર આવી પરીસ્થિતિની થયેલી વિપરીત અસર દુર કરવા માટે માનસિક સારવાર આપવામાં આવે છે. ક્યારેક પરિસ્થિતિ બહુ બગડે અને બાળક પોતાનાજ ઘરમાં તરછોડાએલુ હોય તો તેની માટે ફોસ્ટર પેરેન્ટ્સ એટલે કે તાત્કાલિક રીતે દત્તક અપાય છે.અહી આવા બાળકો માટે ચાઈલ્ડ એડપ્સન પ્રોગ્રામ પણ ચાલતા હોય છે.

ડેલાવર (યુ એસ એ )
chandralekha
February 27, 2015 at 3:20 pm
વાહ… ઘેરબેઠા અમેરિકાના સુખસુવિધા અને સગવડોનું દર્શન કરાવી દીધું.. માનવજાત એને મળેલ સુખસગવડોથી ક્યારેય સંતુષ્ટ નથી થતી તે પણ જાણ્યું…. આટલા સુંદર લાભ આપવામાં આવતા હોય છતાંયે લોકો તેમાં છીંડા શોધે અને તેપણ ત્યાં..?? તે જાણીને નવાઈ લાગી…સાચે જ માણસોની લાલચને ક્યારેય સીમા નથી હોતી…
હા, આવાં ઉદરતાના નિયમોવળું જીવન જીવવ મળે તો વ્યક્તિએ બીજા વધુ જરુરિયાત વળને મળે એવો વિચાર કરી પોતાને મળતી મદદ જેટલું લઈને સુખનો ઓડકર ખાવો જોઇએ..જ્યાં સબુરે હોય ત્યાં શાંતિ પણ હોયજ….
1289stn
February 27, 2015 at 11:58 pm
એક ગુ જરાતી કહેવત છે. “કાશીમાં પણ કાગડા કાળા.” મીલ્ટન ફ્રાઇડ્મેનનું એક વાક્ય નું અહિં અવતરણ કરું છું .”કોઇ પણ પ્રોબ્લેમનો ઉકેલ સરકાર પાસે માગો તો જેટલો ખરાબ પ્રોબ્લેમ તેટલો ખરાબ ઉકેલ.” સરકારે ખર્ચ અને લાભના લેખા જોખા કરીને પ્રોગ્રામ બનાવે જરૂરી છે. લોકોને આળસુ અને પ્રમાદી બનાવે તેવા પ્રોગ્રામ લાંબે ગાળે સરકારને દેવાદાર બનાવી દે છે. રાજકારણીય નિર્ણયો અને આર્થિક નિર્ણયો વચ્ચેનો ભેદ સમજવા જેવો છે.અમેરિકા આજે તેનું લસ્ટર ગુમાવી રહ્યું છે .જે કાર્યક્રમો અમેરિકાને પણ ન પરવડેતેવા કાર્યક્રમોના રવાડે ગરીબ અને વિકસતા દેશોને ચઢાવી દેવાથી લાંબે ગાળે સમગ્ર માનવ જાતનું અહિત થૈ શકે છે.