RSS

સંવેદનાનું સીમકાર્ડ; બંનેની નશોમાં એકજ લોહી

27 Aug
સુલોચના અને સતીષના લગ્નને સાત વર્ષ થઇ ગયા હતા.છતાં એનાં ઘરે પારણું બંધાયું નહોતું.અમદાવાદ અને મુંબઇનાં નામી ગાયનેક સર્જન પાસે ઇલાજ કરાવ્યો છતા પણ શેર માટીની ખોટ ના પૂરી થઇ શકી.દવાની અસર ના થતાં બાધા આખડી અને ભગવાનનાં મંદિરોના પગથીયા તેમણે ઘસી નાખ્યાં … છેવટે સાત વર્ષ પછી સુલોચનાએ જણાવ્યું કે તેને  સારા દિવસો જાય છે, ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું..
સુલોચનાને લાંબા સમય પછી ગર્ભ રહ્યો હતો.તેથી ડોક્ટર જોષીની સલાહ મુજબ સુલોચનાએ બહુ સાવધાની વર્તવાની હતી.તે ઉપરાંત તેને પ્રસુતી વખતે અનેક મુશ્કેલીઓનો સામાની કરવો પડશે એ બાબતે તેના ડોકટર જોષીએ અગાઉથી સુચના આપી હતી.
બધી મુશ્કેલીનો સુલોચના હસતા મ્હોએ સામનો કરવા તૈયાર હતી.બસ તેને તેનું બાળક હેમખેમ જોઈતું હતું.છેવટે પ્રસુતીનો દિવસ આવી ગયો.ડોક્ટર જોશીના કહ્યું હતું એવું જ બન્યું.બાળક હેમખેમ અવતરી ગયું.પરંતુ તેનું ગર્ભાશય ક્ષતિગ્રસ્ત થઇ ગયું હતું.પ્રસુતી વખતે પુષ્કળ લોહી વહી જતા તેને હંમેશને માટે શરીરનો દુખાવો રહી ગયો હતો
 
સુલોચનાં પહેલા જે રીતે થાક્યા વિના કામ કરી શકતી હતી.હવે એ જ કામ કર્યા પછી         સુલોચના તુંરત થાકી જતી હતી.છતાં પણ ખુશ હતી કે એક બાળકની માતા બની ગઈ હતી. નનકડા વેદાન્ત્તને મોટો કરવામાં અને લાલન પાલન કરવામાં તેનો બધો સમય પસાર થઇ જતો હતો.
વચ્ચે વચ્ચે સુલોચનાની તબિયત લથડતી રહેતી હતી.એને આમ બીમાર પડતી જોઈ સતીષ તેને ટોકતો હતો અને કહેતો કે,”સુલું….., તારી તબિયતનું ઘ્યાન રાખતી રહેજે.’
 
આ બાજું વેદાન્તની કિશોરાવસ્થા અને એને વધુ પડતા લાડને કારણે એ વધુ પડતો જીદ્દી થતો જતો હતો.હવે તો તેની જીદ પૂરી કરાવવા જમીન આસમાન એક કરતો હતો.અને એકનું એક સાત ખોટનું સંતાન હોવાથી વેદાન્તની મોટા ભાગની માંગણી પૂરી કરવામાં આવતી હતી.
           
હવે વેદાન્તની સોળમી વર્ષગાઠ આવી.તેને નાનકડું સ્કુટી જોઈતું હતું.ઘરમાં બઘાની નાં હતી.એ તે જાણતો હતો.એટલે  બરાબર કેક કાપવાના સમયે તે ઘરમાંથી ચાલ્યો ગયો કેટલીય શોધખોળ પછી તે પાછળના વાડામાં થી જડી આવ્યો.એની બસ એક જ જીદ હતી, મને સ્કુટી લાવી આપો તોજ હું કેક કાપીશ ….બસ દીકરાને કેક કાપતો જોવા માટે સુલોચનાએ બધાની ઉપરવટ જઈને સ્કુટી માટે હા કહી હતી
સમય સરતો ગયો,હવે વેદાન્ત એન્જીનીયર બની ચુક્યો હતો એણે માતા પિતા સમક્ષ ઘ સાથે ભણતી પરજ્ઞાતિની શિલ્પા સાથે લગ્ન કરવાની વાત મૂકી, તેની ખુશીમાં સુલોચના અને સતીષ ખુશ હતા શિલ્પા સાથે તેના લગ્ન લેવાઈ ગયા.
કહેવાય છે ને કે “પુત્રના લક્ષણ પારણે અને વહુના બારણે” શિલ્પાને ઘર અને વેદાન્ત ઉપર હકુમત કરતા આવડી ગયું હતું.આ વાત ચકોર સતીષ સમજી ગયો હતો.સતીષની અચાનકા આવેલી કેન્સરની ટુકી બીમારીના કારણે સમજી ચુક્યો હતો કે હવે તેનો જવાનો વખત આવી ચુક્યો છે.તેથી તેને સમજદારી વાપરી ઘર સુલોચનાને નામે કરી દીધું હતું. અને જતા જતા સલાહ આપતો ગયો કે “સુલું…..,હવે તારો દીકરો પરાયો બન્યો છે.તું તેનામાંથી જીવ બહાર કાઢી સુખેથી જીવજે અને પ્રભુ ભજન કરજે “
પણ એક માની મમતા ક્યા આ બધું સમજે છે.અને વેદાન્ત તો એકનું એક સંતાન હતુ.    
 
વેદાન્ત હવે શિલ્પા સાથે પાર્ટીઓ અને મોજ મજામાં મશગુલ રહેતો હતો.કદી પણ એકલી પડેલી માની મનોદશા સમજવાનો તેણે પ્રયત્ન કર્યો જ નહોતો.સુલોચના હજુ પણ વેદાન્ત માંથી જીવ બહાર કાઢી શકી નહોતી આથી વેદાંતની ઉપેક્ષા એના માટે ધીમું ઝેરનું કામ કરતી હતી.અને સુલોચના મનોમન રિબાતી હતી.
વેદાંતની એકત્રીસમો જન્મદિવસ હતો.માટે શિલ્પાએ ઘરમાં પાર્ટી રાખી હતી.તેના ઓફીસના બધા મિત્રોને અને તેની બહેનપણીઓને બોલાવ્યા હતા.શિલ્પાએ વેદાન્તને કહુ,”હવે આ વૃદ્ધ થઇ ગયેલી માનું શું કરવું? આ બહુ મોટો પ્રશ્ન છે…..વેદાન્ત આપણે માને  કહીએ કે આ મોર્ડન પાર્ટી છે.તેમને નહી ફાવે તો ત્રણ કલાક એ એનાં રૂમમાં રહે તો સારું રહેશે?” અને સ્ત્રી ચરિતર અજમાવી શિલ્પાએ વેદાન્તને મનાવી લીધો
સાજે પાર્ટી પહેલા સુલોચના વહેલી જમીને રૂમમાં જતી રહી.પણ માનું મન કચવાતું હતું છતાં પણ તેની માટે દીકરાની ખુશીમાં ખુશી હતી.માટે અંદરથી સુલોચનાં મનોમન સમાધાન કરી લીધું.      
બહાર હસી ખુશીના અને ઘોઘાંટીયા સંગીતના અવાજો સુલોચનાના કાનમાં સંભાળતા હતા. તેટલામાં હેપ્પી બર્થડે ટુ યું નું સમૂહ ગાન કાને પડ્યું અને સુલોચનાની આંખમાંથી એક ટીપું સરી પડ્યું.
 એટલામાં બારણું ખુલવાનો અવાજ આવ્યો”ચાલો મા,બહાર આવ જલદી,તારા વગર હું કેક કેમ કરી કાપી શકીશ? તું નહિ આવે તો હું ફરી સંતાઈ જઈશ.”
“મારા દીકરા ” સુલોચનાની આંખોમાં આંસુની ધારા વહી નીકળી.એક દિવસ તો દીકરાની આંખો ખુલાવાની જ હતી આખરે બંનેની નશોમાં એક જ લોહી દોડતું હતું.
સામે દીવાલ ઉપર લટકતો સતીશનો ફોટો  જાણે હસતો હતો અને સુલોચના કહી રહ્યો હતો,” સુલુ….આખરે માની મમતા જીતી ગઈ”
-રેખા પટેલ( વિનોદિની )
ડેલાવર (યુ.એસ.એ)

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: