નથી તારૂં એ તારા હાથમા કઇં રીતથી આવે?
જે તારું છે એ તારી પાસ શોધે તો જડી આવે
અભાવો હોય ત્યારે પ્રેમની કૃપણ ખરતી રહેવાની
ને ભીની આંખમાંથી પાનખર નામે નદી આવે
બગીચો પાન વિના ક્યાંથી રૂડો લાગવાનો છે? .
સુકા ફૂલોની ખૂશ્બૂ નાકમાં ત્યારે ચૂભી આવે
અમાસે ઘોર અંધારું ઘણુ લાગે છે ત્યારે પણ
ગગનમા બીજ રેખા ચાંદની નોખી તરી આવે
આ સંબંધોને દિવડા મીણના જાણી ના સળગાવો
કદી મુળ રૂપમાં ધારો તોય પાછા ના ઢળી આવે
તમારી છે તો એને હાથમાં બાંધીને રાખો
કદી તકદીરમાં રેખા નવી થઇને નહીં આવે
-રેખા પટેલ(વિનોદીની)
લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા