RSS

મને વ્હાલો ઓસરીમાં ઝરમરતો વરસાદ બહુ

22 Jul

ચોમાસાની રસઝરતી ઋતુમાં આભે છલકાતાં વાદળાં હોય અને ખોરડામાં મદઝરતી નવી આવેલી પરણેતરના રૂપ છલકતાં હોય, ત્યારે પરણ્યાના મનના ભાવ કંઈક આવાજ હોય છે ….

મને વ્હાલો ઓસરીમાં ઝરમરતો વરસાદ બહુ
બહુ વ્હાલી લાગે ખોરડામાં રૂમઝૂમતી મારી વહુ
બહુ વ્હાલો લાગે છે વરસાદ …..

ધરતીની સોડમાં લો જઈને ભરાય વરસાદ બહુ
મારા પડખામાં લપાઈને શરમે સંતાતી મારી વહુ
બહુ વ્હાલો લાગે છે વરસાદ …..

કદીક બેચાર છાંટા છાંટી સંતાય છે વરસાદ બહુ
હૈયે અગન લગાવીને દુરથી સતાવતી મારી વહુ.
બહુ વ્હાલો લાગે છે વરસાદ …..

ટીપટીપ કરતો સહુના હૈયા તડપાવે વરસાદ બહુ.
મારા ઘરમાં મીઠા પાયલ ખનખનાવતી મારી વહુ.
બહુ વ્હાલો લાગે છે વરસાદ …..

વિરહી હૈયાની આગને ભડકાવે છે વરસાદ બહુ.
મારા જીવનની હર ક્ષણોને સજાવતી મારી વહુ
બહુ વ્હાલો લાગે છે વરસાદ …..

માટીમાં ભળી ભીની સોડમ ફેલાવે વરસાદ બહુ.
અને રાતે ઓરડામાં મોગરા મહેકાવતી મારી વહુ
બહુ વ્હાલો લાગે છે વરસાદ …..

તડતડ કરતો છાપરે સંગીત રેલાવે વરસાદ બહુ
પિયર જાતી વેળાએ આંખો છલકાવતી મારી વહુ.
બહુ વ્હાલો લાગે છે વરસાદ …..

રેખા પટેલ (વિનોદિની)
7/19/14

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: