RSS

અપેક્ષાઓનાં તાણાવાણામાં ગૂંચવાતો પ્રેમસંબંધને

05 Jun

અપેક્ષાઓનાં તાણાવાણામાં ગૂંચવાતો પ્રેમસંબંધ

================================

“આશ થોડી,પ્યાસ થોડી ને,ઉમેરી એમા ધીરજની સોડમ
વાયદાનો એક સરખા ભાગ સાથે મોકલું છુ સબંધો

ભૂખ ભાંગી જાય હૈયાની તો,રાહત નામની છે અહીંયાને
પછી ચાહતની થોડી હાશ સાથે મોકલું છુ સબંધો ”
-રેખા પટેલ ( વિનોદિની )

ઘણી વાર સંબંધોમાં થતા લાગણીઓના ચઢાવ ઉતારને કારણે જ્યારે દિલમાં દુઃખે છે.ત્યારે માનવીના ધરબાયેલું જુનું પુરાણું બધું મનમાં ગોટે ચડી બહાર આવે છે.અને ત્યારે મજબૂત એવા સંબંધોમાં ઉદભવેલી કડવાશને સંબંધનાં ઈમારતના પાયાને હચમચાવી નાખે છે..આવા સમય આવે ત્યારે બંને પાત્રોએ ઘીરજ ધરીને સબંઘોને જકડી રાખવાની પ્રક્રિયાને પહેલુ પ્રાધાન્ય આપવું જોઇએ.ફરી એક વાર તેનાં પાયા ચકાસી લો કે તેને ચણવામાં ક્યાંક કચાસ નથી રહી ગઈ ને?અને જો જરા પણ કચાશ જેવું લાગે તો તુરત જ એમાં મરામત કરવી જરૂરી છે.

સંબંધોને સતત સાચવ્યા પછી પણ જો તમને એવું લાગ્યા કરે કે,આ સબંધ માત્ર અપેક્ષાઓ સંતોષવા માટે જ બનલો છે..તો આવા સબંધ માત્ર અને માત્ર દુઃખ સિવાય કશું જ આપી શકે નહી.આ વખતે આવા સંબંધોમાં સાથે લાગણીઓ સાથેનો છેડો ફાડી નાંખો. નહીતર ગૂંચવણભર્યા મનની સીધી અસર તમારી રોજિંદી જીંદગી ઉપર પડશે.

મોટે ભાગે લોકો એમ કહે કે વધું પડતી અપેક્ષાઓ સંબંધને ગુંગળાવી નાખે છે..મારૂં માનવું છે કે અપેક્ષા વિનાનો સંબંધ હોય તો એ સંબંધમાં કોઇ પાત્રની મહતા તમે જાણી ના શકો…હા !! અપેક્ષાઓ હોવી જોઇએ એ હમેશાં અપેક્ષિત હોવી જોઇએ અને કોઇ પણ પાત્રની અનૂકૂળતાને માફક આવવી જોઇએ..અને હમેશાં નાની નાની અપેક્ષાઓ સંબંધોને તાજગી બક્ષતી રહે છે. ક્યારેક કોઇ પણ એક સાથી તરફથી ઠંડો અને શુષ્ક પ્રતિભાવ મળે છે.ત્યારે મોટે ભાગે સામેનું પાત્ર પોતાના તર્ક વિતર્કો ને કામે લગાડે છે..તો આવા સમયે પોતાના તર્ક વિતર્કો ને કામે લગાડ્યા વિના એ જાણવાની હ્રદયપૂર્વક કોશિશ કરો કે આ નિરસતા પાછળ કયું કારણ જવાબદાર છે.અને કોઇ વખતે કારણ ના જાણવા મળે તો આ સમયે બહુ સાવચેતી અને ધીરજ પૂર્વક આગળ વઘો.આ નિરસતા પાછળ શારીરિક, માનસિક કે અન્ય ઘણા કારણો હોઈ શકે.અને એવું જરૂરી નથી કે તેમાં તમારી સાથેનો સંબંધ માત્ર હોઈ શકે.

હા સાથી મિત્રની નિરસતા હોય કે એના ઉષ્માભર્યા વર્તનની સીધી કે આડકતરી અસર સામેના પાત્ર ઉપર ચોક્કસ પડવાની જ છે..ત્યારે આ વાતને મન ઉપર લીધા વિના થોડૉ એને સમય આપો.જ્યા સ્નેહ અને ધીરજ હશે તો આ બધી મુશ્કેલીઓનો સુખદ અંત લાવી શકાય છે. ઘણી વાર એવું બને છે કે સામેની પાત્રની જરૂરીયાતો અને અપેક્ષાઓ આમ કરતા રોકી લેતી હોય છે.અને આવા વખતે મોટાભાગે દરેક વ્યક્તિ પોતે નક્કી કરેલા માપદંડ વિશે વિચારતી થઇ જાય છે.બસ! ત્યારે આ સમય સબંધોની કટોકટી નો બની જાય છે.અને આવી પરિસ્થિતિમાં અપેક્ષાઓનાં તાણાવાણામાં ગૂંચવાઈને ભલભલો પ્રેમસંબંધ તુટવાની અણી ઉપર આવી જાય છે.

આવા સમયે જો વ્યવહારો પણ ગૂંચવણભર્યા હશે તો પરિણામ સીધું તમારા સંબંધ પર પડશે.અને પછી તું તું મેં મેંના આક્ષેપો શરુ થઇ જતા વાર નહી લાગે..અને જેને પ્રેમ કરતા હોય.જેનું તમારી જિંદગીમા અનેરૂ મહત્વ છે,એ જ વ્યક્તિને આપણે સુખ આપવાને બદલે વધુ દુઃખી કરીએ છીએ.. આમને આમ આ એક દુષ્ચક્ર ચાલતું જ રહેશે.

આવા સમયે ખરેખર પ્રેક્ટીકલ બની દરેક વ્યક્તિએ સામાની મનોસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ..અને સાથી શકય એટલી નરમાશ પેસ આવીને સાચું કારણ જાણવાની કોશિશ કરો…આ પ્રક્રિયામાં સામેનો પાત્રનો વિશ્વાસમાં લઇને એની આ મનોસ્થિતિને સામાન્ય બને એવી કોશિશ કરવી જરૂરી છે..કારણકે મોટે ભાગે એવું બને છે આવી ઘટનાંમાથી પસાર થઇ રહેલું સામેનું પાત્ર પોતાની મનોસ્થિતિનું સામે અસર ના થાય એની તકેદારી રાખતા એમ સમજીને ખૂલ્લીને પોતાની વાત જણાવી શકતું નથી….સંબંધોમાં આ એક એવો તબક્કો છે જે ભલભલાની ધીરજ સાથે પ્રેમ લાગણી અને લગાવની કસોટી કરી શકે..જો આ સમયે તમારી ધીરજવૃતિ પર કાબુ ના રાખી શકો તો તમને જે તે સાથીની પડખે ઉભા રહેવાનો કોઈ હક નથી..

ક્યારેક સંબંધોમાં એવું બનતું હોય છે કે જે તે વસ્તુ કે પરિસ્થિતિ આપણને સામાન્ય લાગતી હોય છે.એ જ સામેવાળા માટે બહુ મોટી અને પીડાજનક લાગતી હોય છે!આવી પરિસ્થિતિ ઉદભવે ત્યારે શું થશે?

ત્યારે તમારું મન હૃદય સ્વીકારવા તૈયાર નાં હોય તેના ઉપર તમે બળજબરી કરી નથી શકતા નથી અને આ નક્કર સત્ય છે..અને માત્રને માત્ર આટલુ જ સત્ય છે આવા સમયે તમારા સાથી મિત્રનું હૈયું દુભાશે અને એની લાગણીઓ ઉપર ઘા થશે.અને એ ઘવાએલી લાગણીઓ બળવો કરી ઉઠશે.આવા સમયે તે તમને કદાચ ના કહેવાના બે ચાર કડવા શબ્દો પણ કહી શકે છે.ત્યારે તમારી ફરજ બને છે કે તેના ઉશ્કેરાટને સહજપૂર્વક સ્વીકારી લઇ પ્રેમની સાથે અંત્યત મૃદુતા ભર્યા વ્યહવારની સાથે સમજાવટથી કામ લેવું જોઈએ..સાચા સંબંધોની સમજણ બહુ જરૂરી બને છે..કારણકે બંને પાત્રો જાણે છે કે ગમે તેવી પરિસ્થિતિમાં આ સંબંધ તોડવો નથી. . આ દુનિયામાં સંબધ એવું બંધન છે જેને જોડતા બહુ વાર લાગે છે..અને જોડી લીધા પછી સતત માવજત પણ એટલી જ જરૂરી છે અને વરસો સુધી ચાલતી લાંબી પ્રક્રિયા છે.પણ વરસો જુનો સ્નેહથી સીચેલો સંબદ તોડવો હોય તો મારે એજ બે કડવા શબ્દો અને એકાદી ગોઝારી ક્ષણ પુરતી હોય છે.અપેક્ષા, અણસમજ ગમે તેટલા ઊંડા પ્રેમને વિભાજીત કરી દેતા હોય છે.આવા સમયે દેખીતી રીતે સંબધોમાં સામેના પાત્રની સાથે સાથે તમારું પણ નુકસાન થશે અને તેનું પરિણામ તમારે પણ ભોગવવું પડશે.

એક નાનો દાખલો આપુ છુ.- સાગર અને સરિતા બંને નાનપણથી ગાઢ મિત્રો હતા.અને સાથે જ મોટા થયા હોવાથી બંને વચ્ચેનાં ઘનિષ્ઠ સબંધોમાં ક્યારેય કોઈ ત્રીજી વ્યક્તિનો પ્રવેશ નહોતો થયો.જેથી કરીને સાગરને સરિતાની જરૂર હોય ત્યારે સરિતા હાજર થઇ જતી.સરિતા પોતાના બાળપણના વ્હાલા સાથી તરીકે સરિતા સાગરને બહુ સ્નેહળાતાથી પ્રેમ કરતી હતી અને એ કારણે જ તેની બધી જોહુકમી હસતા હસતા સ્વીકારી લેતી હતી. સમય એનું કામ કરતો હતો અને થોડા સમય સરિતાના લગ્ન લેવાતા વાજતે ગાજતે પરણીને એ પરદેશ ચાલી ગઈ!! આ બાજુ સરિતા પરદેશ જતાં સાગરને અહેશાસ થયો કે તે સરિતાને એક મિત્ર કરતા વધુ પ્રેમ કરતો હતો..પરતું દિલની વાત ના કહી શકવાથી સરિતા સાગરના હાથમાંથી નીકળી ગઈ હતી.

અને રહી રહીને સાગરને સરિતાની કમીનો અહેસાસ દિન પ્રતિદિન વધતો રહ્યો..પરતું તેના મનને કોણ સમજાવે..તે છતા સરિતા ઉપર જે સાગરનો અધિકારભાવ હતો તે હજુ પણ યથાવત હતો.

સરિતા માટે એક તો પરદેશ અને ત્યાની નવી જગ્યા અને નવા લોકો અને ખાસ કરીને પૂર્વ પશ્ચિમનો ક્લાકોના તફાવતનો ટાઈમઝોન..તે છતા સરિતા નક્કી કરેલા સમયે સમયની ચોરી કરી સાગર સાથે નિયમિત સંપર્કમાં રહેતી હતી હતી..અને જ્યાં સુધી સરિતા પાસે પોતાના રોજિંદા ગૃહજીવનમાંથી સમય ચોરવાની સવલત હતી સાગરને એ મળી લેતી હતી.

આ બાજુ સમય વિતતાં સરિતા ઉપર બાળકોની જવાબદારી બધી અને સરિતા ગૃહ્સ્થીમાં કરોળિયાના જાળાની માફક ગુથાતી ગઈ..પરિણામે એને સમયની ખોટ પડતી ગઈ હવે તે સાગરના સમય હોય ત્યારે મળી શકતી નહોતી.પરિણામે ઘુઘવાએલો રહેતો સાગર વારે વારે સરિતાને ટકોર કરતો રહેતો.જેમ કે “તું બદલાઈ ગઈ છો,તું પહેલા આવી નહોતી ,હવે તને મારી પડી નથી,તું અભિમાની થઈ ગઈ છો ” વગેરે શબ્દોની વર્ષા વારેવારે સરિતા માથે કર્યા કરતો રહ્તો…અને સાગર એક પુરુષ હોવાને લીધે સરિતાનો આ બદલાવ એના પ્રત્યેની ભાવનામાં કમીના કારણે નહી પણ સરિતાં ગૃહસ્થમાં જીવનમાં સરિતાની જરૂરયાત વધતાને કારણે આવ્યો હતો.એ વાતને સમજવામાં કાચો પડયો.

આ બાજુ સરિતા કેટલો સમય ચુપ રહી શકે?એને સાગરની મિત્રતા બહુ વ્હાલી હતી. પરંતુ તેની ગૃહસ્થીને બદલે તો કોઇ પણ સંજોગે નહી.સરિતાનું પ્રથમ પ્રાયારીટી એનો પરિવાર હતો.જ્યારે તેની જરૂર હોય ત્યારે તેની સંપૂર્ણ પ્રાયોરીટી તે ફેમીલી માટે આપતી હતી અને તે માટે તે સાચી હતી..અને એવું પણ નહોતું કે સાગર સરિતાને દુઃખી કરવા કે જોવા ઈચ્છતો હતો.પરંતુ બસ તે આ વાત સમજવા તૈયાર નહોતો.એ તે સરિતાનો ઝંખતો હતો…આ ઝંખનાઓ અપેક્ષા દિનપ્રતિદિન વધી જતાં બંનેના મીઠા મિત્રતા ભર્યા સબંઘોમાં કડવાસ આવી ગઈ

કારણ કે રોજ આવા મહેણાં સાંભળવા નાં પડે તે માટે તે સાગરનો ફોન કે ઓનલાઈન ચેટીંગથી દુર રહેવા લાગી.અને અંતમાં આવા મધુર સબંધનો કરૂણ અંત આવી ગયો.કોઇ પણ સંબંધોમાં આવી ઘટના ના બને એટલા માટે બંને પાત્રોએ એક સમજણ કેળવવી જોઇએ કે જ્યારે એક બીજાને સ્પેસની જરૂર હોય ત્યારે સમય અને એક બીજાને અનૂરૂપ આવે સ્પેશ આપવો જોઇએ.આવા સમયે લાંબા ખૂલાશાઓ બદલે વિશ્વાસ પૂર્વક બોલાયેલી ફકત બે લાઇન સામેનાં પાત્રને પરિસ્થિતિ સમજાવવા માટે કાફી છે…કારણકે વિશ્વાસ એ સંબંધોનાં પાયાને સૌથી વધુ મજબૂતી દેનારો પથ્થર છે.

સાચો પ્રેમ હોય કે કોઇ પ્રકારનો સબંઘ હોય બંને પક્ષે સમજ અને પરસ્પરના વિશ્વાસથી સચવાઈ રહે છે.એ બાહ્યસુંદરતા કે પૈસાથી આકર્ષતો નથી.આ એક અનુભૂતિ છે જીવનભર એકબીજાને સમજવાની,એકબીજાને હુંફ આપવાની..અને જીવનભાર સંબંધના બાગને મહેકતો રાખવાની..

સંબંધ તો આંબાનું ઝાડ છે…જે તમારી ધીરજ અને માવજતની પરિક્ષા લે છે અને જો તમે એમાં સફળ થાઓ તો જ તમોને એમાંથી મીઠા ફળ ચાખવા મળે છે. રેખા પટેલ ( વિનોદિની ) ડેલાવર (યુ એસ એ)

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: