વરસવું એટલે શું ?
કાના ની મોરલીના સુર થવું કે
રાધાની આંખનું નીર થવું ?
વરસવું એટલે શું ?
ઝાકળનું જીણું જળ થવું,
કે આભે ચડી મેઘ ગાડાતુર થવું?
વરસવું એટલે શું ?
જીવનમાં જ્ઞાનની વાત થવું કે
સૂરજના તેજની હીર થવું ?
વરસવું એટલે શું ?
જીભેથી મીઠા બોલ થવું કે
આંખો માંથી વરસતો ખાર થવું?
વરસવું એટલે શું ?
લાગણીઓની વાર થવું કે
કાગળમાં ચિતરાઈ કલમની ઘાર થવું?
તું બોલને આ વરસવું એટલે શું ?
મિલન ,આસું ,જુદાઈ ,આહ વાહના ટહુકા,
હસી ને દુઃખના ડુસકા….
રેખા પટેલ ( વિનોદિની )