RSS

Monthly Archives: April 2014

કાગળ ઉપર આવીને રમતો જાય સંગાથ તારો

કાગળ ઉપર આવીને રમતો જાય સંગાથ તારો
કાવ્યો ગઝલમા રોજ ઢળતો જાય સંગાથ તારો

ઘુમટામા ઓઢી વાત જ્યારે રાત પૂનમની આવી
મારી તરફ જોતા જ નમતો જાય સંગાથ તારો

હૈયાની સોંસરવો ઉતર્યો ને નયનને ગમ્યો તુંં ,
ભીતર રગોમાં રંગ ભરતો જાય સંગાથ તારો

ઝુલણા ઝુલ્યા મે બાહુ બંધોમાં મલકતા મલકતા
માયા મનોરથ રોજ ધરતો જાય સગાથ તારો

ફૂલો સરીખી જાત મારી,ઔસ ઓઢું છું કાયમ
ભમરા સરીખા સ્પર્શ કરતો જાય સંગાથ તારો

હરતીને ફરતી યાદ સામે આવતી જાય હરપળ
આઘી રહું તો પણ એ નડતો જાય સંગાથ તારો
-રેખા પટેલ(વિનોદિની)
ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાલગાગા

 
Leave a comment

Posted by on April 28, 2014 in ગઝલ

 

મારી અધૂરી વારતાને પ્રેમના નામે પૂરી કરતો રહેજે

મારી અધૂરી વારતાને પ્રેમના નામે પૂરી કરતો રહેજે
બળતા હ્રદયમાં સ્મિતના ચંદનના શીતળ લેપને ભરતો રહેજે

સુખના આ ઓઠાઓની પાછળ આંસુ સંતાડીને રાખ્યા છે ધંણાં મે
આ ડુંગરા દુખના હટાવીને ઝરણ સુખનુ બની સરતો રહેજે

ઉડતા જતા આ આગિયાને હું સિતારા માનતી’તી અણસમજ થઇ
છટકી જતા સપનાને તારી પાપણૉની આડ દઇ નડતો રહેજે

ઉડવા મથે મન મારું ક્ષિતિજ પાર ચાંદાં સૂર્યની સરહદ વટીને
પાંખો બનીને આવ સાથે,આભમા લઇને મને ઉડતો રહેજે

ના જોઇ મારે બંગલા મોટર કે ગાડી કે હિરા માણેક એવું
મારા પછીને નામ તારૂ હોય એવું તું સદા લખતો રહેજે
-રેખા પટેલ (વિનોદિની )
ગાલગાગા-ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગા

 
Leave a comment

Posted by on April 28, 2014 in ગઝલ

 

આકાશની છત પર લટકતી વાદળીને બોલ્ટ કોણે લગાવ્યા ?

આકાશની છત પર લટકતી વાદળીને બોલ્ટ કોણે લગાવ્યા ?
પ્હોચેના જ્યા મારી નજર,એવી જગા એ જળને કોણે ચડાવ્યા?

ફેલાય આખા વિશ્વમાં દરિયાની આ ખારાશ કોણે ભરી છે?
આ ઝાડવાને એક સરખા રંગની લીલામાં કોણે સજાવ્યા?

જગમાં નિરાળું મારૂ છે સધળુ,ને અંતે એક થાતું બધાનું
આ તેજ સૂરજ ચાંદના માણસને સરખા ભાગ કોણે અપાવ્યા?

આ માનવીની જાત સરખી,મન જુદા ને લાગણી એક સરખી
તન ઘોળુ ને મન કાળું,પણ લોહી બધાના લાલ કોણે બનાવ્યા?

શમણાઓ દીધા એક સરખા આંખમા,ભાષા અલગ કેમ આપી?
સ્ત્રી ને પુરુષને એક માટીમા ધડી પણ ભાગ્ય નોખા લખાવ્યા!

લોકો ખુદા બોલે કે બોલે રબ,છતા ઇશ્વર બધાનો એક જગમાં
આ નાતની સાથે ઘરમની આડ લઇ માણસને કોણે લડાવ્યા?
-રેખા પટેલ (વિનોદિની)

ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાલગાગા

 
Leave a comment

Posted by on April 28, 2014 in ગઝલ

 

તમને કહું છું વાત સાચી છે જો જો એ કોઈને ક્હેતા નહી

તમને કહું છું વાત સાચી છે જો જો એ કોઈને ક્હેતા નહી
જે જાય છે એને કદી પાછા વળૉ એ સમ ફરી દેતા નહી

આઘેથી લાગે ડુંગરા રળિયામણા,પાસે જતા પથ્થર મળે
દરિયા ભરેલા હોય પાણીના,તરસના નામથી મીઠા નહી

મ્હોરી ઉઠે છે મંજરી આંબા ઉપર,ઘેલી બની વૈશાખમાં
પાકી જતા ફળ ઝાડને વળગીને મોહાંધ કૈ થાતા નહી

આ મોહ ને માયા છે મિથ્યા તોય ભટકી જાય છે લોકો અહી
આખર સુધી લડતા રહી ને વિદાઇ વેળા કદી હસતા નહી

આ અંજંપો મળતો રહે છે પ્રેમના નામે જગતભરમા બધે
જ્યા પ્યાસની અટકળ અધૂરી હોય એવા ભાવમાં સરતા નહી

જ્યા ભાવની સાથે ભરોસાની ઉણપ દેખાય આવે શબ્દમાં
ઉર્મિ હ્રદયમાથી ના છલકે તો ગઝલ કાવ્યો કદી લખતા નહી

છે નાશવંત જાણી અમે પણ એ અમરપટ્ટામાં ના માંગ્યુ કશું
લાગે રૂપાળા ધર બરફના,સૂર્યની સામે કદી ટકતા નહી
-રેખા પટેલ(વિનોદિની)
ગાગાલગા-ગાગાલગા- ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા

 
Leave a comment

Posted by on April 28, 2014 in ગઝલ

 

આજ ખુલ્લી આંખમાથી ભાર સાથે મોકલું છું અજંપો

આજ ખુલ્લી આંખમાથી ભાર સાથે મોકલું છું અજંપો
આ વિરહની તાપ જેવી આગ સાથે મોકલું છું અજંપોં

સોણલા સાથે ભળૅ છે ભેજ આંખોની વરસતી નદીમાં
વેદના ચપટીક નાખી સ્વાદ સાથે મોકલું છુ અજંપો

આશ થોડી,પ્યાસ થોડી ને,ઉમેરી એમા ધીરજની સોડમ
વાયદાનો એક સરખા ભાગ સાથે મોકલું છુ અજંપો

પાંદડીઓ સ્મિત કેરા આંખના શૃંગાર સાથે ઝૂલે જ્યા
આંસુની ભીનાશ જેવા જામ સાથે મોકલું છું અજંપો

ભૂખ ભાંગી નાખશે એ ચાહના મારા હ્રદયમા ભરી છે
ને પછી ચાહતની થોડી હાશ સાથે મોકલું છુ અજંપો

ગીત બોલો કે ગઝલ કે,કાવ્ય બોલો!ફાવશે શું તમોને?
ને કસુંબલ પ્રીત કેફી પ્યાર સાથે મોકલું છુ અજંપો
રેખા પટેલ ( વિનોદિની )
12/14/13
ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા-લગાગા

 
Leave a comment

Posted by on April 28, 2014 in ગઝલ

 

ખબર એ ક્યા હતી કે ઈંચ જેવી આંખમા ધરબાય જાશું

ખબર એ ક્યા હતી કે ઈંચ જેવી આંખમા ધરબાય જાશું
ખબર એ ક્યા હતી વરસાદના ફોરાંથી ભીંજાય જાશું

જનમ સાતેનો સથવારો છતા આગળને પાછળ થાવુ પડશે
ખબર એ ક્યાં હતી કે એકલા પણ બે ધડી સચવાય જાશું

બે કડવા વેણમાં માણસ તો રસ્તાઓને બદલે છે અહીંયા
ખબર એ ક્યાં હતી રબ જેમ તારા બોલ પર રોકાય જાશું

અધુરપના આ અરમાનો નીવચ્ચે જીંદગી પણ જેલ લાગે
ખબર એ ક્યા હતી તારા નશીબે આખમાં પૂરાય જાશું

આ નજરોના બધા કામણમાં જીવન એક ધારૂ ધાત પામે
ખબર એ ક્યા હતી આધાતને જીલીને પણ હરખાય જાશું
રેખા પટેલ(વિનોદિની)

 
Leave a comment

Posted by on April 28, 2014 in ગઝલ

 

ખોટા દિલાસાઓ ના આપો યાદની સંંગે ઉજાણી કરીએ છીએ ,

ખોટા દિલાસાઓ ના આપો યાદની સંંગે ઉજાણી કરીએ છીએ ,
ચડતું રહેતા વ્યાજ સાથે પ્રીતની બમણી લહાણી કરીએ છીએ

લોકો કહે છે દૂરતાથી દુખ વધે,શંકા વધે પ્રેમના રસ્તામા
તમને ખબર છે!બંધ આંખે પ્રેમની ભરપુર કમાણી કરીએ છીએ

ને હાજરી ના હોય તારી ક્યા,જરૂરી છે કે ધર સાચવાની બોલો?
દુનિયાને ભૂલીને સુફીની જેમ સજદા ને સલામી કરીએ છીએ

કરજો કસોટી બેધડક થઇને અમારા પ્રેમની આ જગતના તખ્તે
ભીતર હ્રદયમા એક સીતાની જેમ પરિક્ષાની પ્રમાણી કરીએ છીએ

આખુ જગત ભટકી અમે પાછા ફરીએ જો તમે ના મળો તો અમને
મારા જ ઘર પાસે પહોચી જાત ખુદની પણ અજાણી કરીએ છીએ

અમથું કદી આ હેત દેખાડૉ નહી એવુ કે ડર જેવુ લાગે અમને
જાતે અમે બળતા રહીને આ વિરહમા જાતનું પાણી કરીએ છીએ
-રેખા પટેલ(વિનોદિની)
ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાલગાગા-ગાગા

 
Leave a comment

Posted by on April 28, 2014 in ગઝલ

 

મને લાગ્યો છે અપરાઘ તમને પલભર નીરખ્યાનો

મને લાગ્યો છે અપરાઘ તમને પલભર નીરખ્યાનો
ને તમને વાગ્યો છે ધસમસતો ઘા ફુલોને ફેક્યાનો

છલકાતા હૈયામાં જાતે ડૂબી પડો છો
વળી મલકાતા નેહમાં ઝૂમી રહો છો
તહોમત સઘળી મુજ પર શાને મુકો છો?
મને લાગ્યો છે અપરાઘ……..

આંખોએ જે સપના સજાવ્યા હૈયાએ હેતે એને સમજાવ્યા
મળ્યા વિના છબી જોઇને દાવો શાને કરો છો બહેક્યાનો

રાતી આંખ્યુંમાં સવારે તેજ થઇ ભળો છો
ચોળાયેલી ચાદરની સળમા કેવા હસો છો
ભીતર અઢેલા જીવની માફક કા શ્વસો છો
મને લાગ્યો છે અપરાઘ………

માની લ્યો ઘરની છે વાતો સઘળી ઘરમાં રહેવાની
ફરમાવો સજા પડી છે આદત તમારો જુલ્મ સહેવાનો
મને લાગ્યો છે અપરાઘ……….
-રેખા પટેલ(વિનોદિની)

 

આજ તહેવારનો દિવસ હતો એટલે

આજ તહેવારનો દિવસ હતો એટલે
મારા સ્વભાવ પ્રમાણે
હુ એની મનગમતી સાડી પહેરી સજી ધજી તૈયાર થઇ
ખબર નહી આજે આ અરિસો પણ
રોજ કરતા બહુ વહાલો લાગ્યો
સેથીમાં સિંદુર ભરતા અચાનક થોડી છાટ
નાક ઉપર આવી પડી
સેથીનો સિંદૂર એટલે પતિના વ્હાલની
નિશાની છે એ વાત યાદ આવી
આજે તેમની રાહ જોતા લાગ્યુ કે
મારા સમયની ગતિ ઘીમી ચાલે છે
આમ તો એ સમયના તે બહુ પાક્કા છે
કેમ આજે આવવામાં આટલી વાર લાગી ?
ત્યાં એની કારનો હોર્ન સાંભળ્યો અને
મારા ધબકારા તેજ ચાલવા લાગ્યા
હું બારી તરફ લપકી જરા નીચી નમીને જોવા લાગી
એ જ્યારે આવે ત્યારે આ રીતે જોવાનું બહું ગમતું
પણ આ શું?
એના જે હાથમાં હંમેશા મારી માટે ગુલદસ્તો રહેતો
આજે એ જ હાથ સાથે કોઇના અંકોડા ભીડેલા હતા
બીજો હાથ ઝૂલતો હતો
કદાચ એ આ નિર્ણય લેવામાં જ મોડા પડ્યા હશે
મારા ધબકારા અચાનક બંધ થતા લાગ્યા …
હું ઉપર આવવાની રાહ જોતી રહી
અને એ ઉપર આવવામાં એ સાચેજ મોડા પડ્યા
અને હું નીચે ઉતરી આવી
એ ના પુછો કે એના ધરમા
કે એના હ્રદયમાં
-રેખા પટેલ(વિનોદિની)
 
 

ગર્ભ કથા

ગર્ભ કથા …..
—————-
અનંત વિસ્તરતા જતા સમયના ચક્ર માંથી
હું આવી ભરાયો માંના ગર્ભમાં .
ધેરો અંધકાર અને માથાડૂબ પાણીમાં નવમાશ તરતો રહ્યો
ચોતરફ ઘેરાએલો શુન્યાવાકાસ છતા ગમતો આવાશ
માં જોડે બાંધાયેલા તાંતણા થકી ચાલતો મારો શ્વાસ
વારે ઘડીએ “માં” એના પેટ પર હાથ રાખી ને કરી લેતી
મારી સલામતી અહેસાસ

એકલપંડે ડુબતા ને તરતા વીતાવ્યા મે નવ માસ
અંતે શરૂ થઇ મારી
અંધકારથી અજવાળા તરફની સફર

આજે એ જ તાતણૉ બનશે ગળાની ફાંસ .
હે માં,કર તારો એક પ્રહાર ખેચ મારા તાતણાને
જે દેશે મારા જીવનનું દાન
અંતે માંએ બળ કરીને ખેચ્યો,
ગર્ભનાળથી બાંધીને

અંતે મને ત્યજતાની સાથે
માં તારી કારમી વેદનાભરી ચીસ……..
હું પણ રડતો હતો છેલ્લો તાંતણો તોડીને।
અજવાસ ના મોહમાં
હું આવીને પટકાયો ,
એવી દુનિયામાં
લોહી થી લથબથ,શાંતિથી અશાંતિ તરફ સફરમાં
-રેખા પટેલ(વિનોદિની)