અંગત એ પળમા મે પ્રણયના જામની પ્યાલી પિધી હતી
નાજુક સી નમણી નારને મારા નયનમા મેં જિલી હતી
જુલ્ફો લહેરાતી હતી શ્રાવણની રાતો જેમ આખમાં
કાળી ને કજરારી અષાઢી આખ એ રાતે ખિલી હતી
ગરદન સુરાહી પાત્ર જેવી,હોઠ મયખાના સમા હતા
ને બીજના એ ચંદ્રમા જેવી કમરથી એ ઝૂકી હતી
એ નાભિને ફરતી કમરમા ફૂલની ખૂશ્બૂ ભરી હતી
સુધબુધની સાથે ભાન ભૂલાવીને અંકોડે ભિડી હતી
મસ્તી ભરી એ સંગિનીના સંગ અજવાળી નિશા હતી
બેકાબું બનતા વાર ના લાગે એ મસ્તીમા પિલી હતી
થીરકતી જાતી રાતની સાથે શરમ નેવે મૂકી હતી
અધરોથી અધરોને મિલાવી બેધડક એને ચૂમી હતી
-રેખા પટેલ(વિનોદિની)
ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-લગા