અંતર છે જાળીદાર મારૂ ને તું છે સાજન એક પીપળપાન.
સ્નેહે સજાવેલી એ નકશીદાર જાળીમાં છે તારૂં નામ
છે જાત અત્તરનાં એ વેપારી સમી હું છુ ફૂલનું ઊધાન
ભેગી કરી મારી સુંગંધોમા લખે રાધાનો ગમતો કાન
હું દ્રાક્ષની વેલી સમી ને જાત તારી છે શરાબી જણની
મારા નયનમાથી ભર્યા છે પ્રેમના નામે નશીલા જામ
તાકો સુતરનો હુ,ને ભીનેવાન રંગારા સમો સાજન તું
તારા અનોખા રંગમાં રગાઇને થઇ છે અલગ પ્હેચાન
છે કાચું સોનુ જાત મારી ને તું નવતર ધાટને ઘડનાર
તારા જ હાથે આ ધડાતી જાતને નવતર મળ્યો છે ઘાટ
-રેખા પટેલ(વિનોદિની)
ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાગાલ