પુનમનો ચાંદ જોતા મનને ના લોભાવજે
થશે વધઘટ એ ચાંદામાં તું સૂરજ થઇ આવજે
એ પડછાયો થવામાં ક્યા મજા સાચી મળે
ભળીને ભીતરે સાચી મજાને માણજે
ગ્રંથોનુ જ્ઞાન વાંચીને અભણ શું જાણશે?
તું દિવડા જેમ જયોતી જ્ઞાનની ફેલાવજે
ફૂલોની મ્હેકતી મીઠી હવાનો સાથ શુંં?
કરેલા કર્મની સોડમથી જગ મ્હેકાવજે
હે મન,તારો એ દાવાનળ કશા ખપનો નથી
જો જલવું હોય તો દિનનો ચુલો પ્રગટાવજે
અહીયાં કોઇ જો તારૂ નથી તો ગમ ના કર
વિના સગપણ તું સંબંધો હ્રદયથી બાંધજે
-રેખા પટેલ(વિનોદિની)
લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગા