આ શાંત મનમાં એ ટકોરા રોજ મારીને જગાડે છે,
વાસ્યા’તા એ મન દ્રારને હડસેલતા ભારણ વધારે છે.
વ્હાલીડું એ માને નહી વાતો કદી મારી,ના લે રીશ્વત,
ના ના હું કરતી જાવને એ મન ઉપર કબજો જમાવે છે.
વરસો જુનું છે પણ ધણું,ને લાગતું સાંચ્ચું અને ઉજળું,
આવીને વળગે બાળપણ ધુળમા ફરીથી એ રમાડે છે.
હસતી રહું તો એ રડાવે ને રડીએ તો હસાવે છે,
જાણે છે સઘળી ચાલ ને એ,ચાલ ચાલીને ફસાવે છે.
વાતો બધી મારી એ જાણે છે ને મનડું છે અકળ જેવું,
સામેથી ચાલી ભૂલ મારી માફ સામેથી કરાવે છે.
છે નર્મ દિલ તો કોઇ સંજોગે ના છોડે સાથ મારો એ,
મારી ના ને સમજે છે હા,તેથી બધું ઘાર્યું કરાવે છે.
મન છે કઠણ એનુંને મારો સાથ છોડીને ના જાશે એ,
મારી નાં ને સમજે છે હાં,તેથી એ નાંં ને હાં કરાવે છે.
કારી નથી ફાવી શકી મારા ઉપર,ના કોઇ મનમાની,
કામણ કરી એની જ મનમાની એ મારા પર ચલાવે છે.
ગમતું બધું મારૂ કદી એને ગમે એવું નથી,તેથી,
ક્યારેક તો એ એમને ગમતું ઘણુ એવું લખાવે છે.
-રેખા પટેલ(વિનોદિની)