RSS

જીવન છેડે પાંખને ફફડવાની તક તો આપ

21 Apr

જીવન ની પાછલી ક્ષણો સુધી પ્રેમી તેની પ્રેમિકાને મનની વાત નથી કહી સકતો તેના મનની વ્યથા મેં આ કવિતા માં રજુ કરી છે .

જીવન છેડે પાંખને ફફડવાની તક તો આપ 
ખુલ્લા આભમા મનને ઉડવાની તક તો આપ ..
સાચવી રાખેલા પ્રસંગો માણવાની તક તો આપ 

વરસી પડે છે યાદોના વાદળો જ્યા મુશળધાર 
ટપકતા વિરહમા પલળવાની તક તો આપ
છત્રી ના ધરે તો છત કરવા હથેળીની તક તો આપ

અતિસય જીદ્દી છે તારું આ બોલકું મૌન,
ભલે રહ્યા હોઠ બંધ આંખોથી સંવાદ તો આપ
અરમાનો બંધ કળીને હવે ખોલવાની તક તો આપ

શબ્દો તડપે છે મારા એકાંતને અભડાવવા,
હવે જાતી વેળાનો કોઈ વિખવાદ તો આપ..
પાછા ફરે ત્યારે તારા હાથ જાલવાની તક તો આપ

ભીતરે ટળવળશે મારો જ અવાજ પડઘો થઇ
થોડી લાગણી સાથેની રેશમી કુમાશ તો આપ ..
ભરેલા મનને સામસામે ખાલી કરવાની તક તો આપ

આથમતી સંધ્યાની આવી પાછલી ક્ષણોની
આવ્યો ઠેઠ તારે દ્વાર,તો આવકારો તો આપ..
જાતી વેળા પ્રેમભરી નજરમાં હકની તક તો આપ
-રેખા પટેલ(વિનોદિની)

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: