આભમા ઘેરાયા વાદળ તો વરસ્યા વિના છૂટકો નથી
તપતી ધરાની તરસને હવે મીટાવ્યા વિના છૂટકો નથી
મહોબ્બતમાં તમે ખુદ સામેથી લુંટી ગયા છો અમોને
પામવાની બધી મથામણ સમજાવ્યા વિના છૂટકો નથી
મદીરાલયમાં ખુબ પીધું તોય તરસ્યા રહી ગયા અમે
તમારી આંખોના જામ હવે છલકાવ્યા વિના છુટકો નથી
પ્રેમમાં ઝરણું નહિ તો ઝાંઝવાનો આભાસ સમજો ભલે
રોજ યાદને ગરમ રણ જેવી તપાવ્યા વિના છુટકો નથી
ના સમજો દિલની વાતો તો શબ્દમા લખીને કહીએ અમે
મૌનના મોઘમ ઇશારા શબ્દે સજાવ્યા વિના છુટકો નથી
અજાણ્યા થઈ આગને સામે ચાલી જો આપી હવા તમોએ
જાણીતા શ્વાસ થયા તેને ભેળવ્યા વિના છુટકો નથી
-રેખા પટેલ(વિનોદીની)