તારીજ આસપાસ મારું સમસ્ત જીવન ગુથાએલું છે ,
તું જ્યારથી મારા જીવનમાં આવી છે ત્યારથી જીવન મધુરું લાગે છે, જીવવા જેવું લાગે છે.
હવે તારી આદત પડી ગઈ છે, મારી ખુશી હવે મને મુકીને ક્યાય નાં જતી
મારી જીંદગીમાં જો તું નથી તો કંઈજ બાકી રહેતું નથી,
તું તો અણમોલ છે ,હું ગમે તેટલા રૂપિયા ખર્ચું તોય સાચા સ્વરૂપે તું મળતી નથી,
જ્યારે સંતોષનો આખો દરિયો ડહોળું ત્યારે જ તું અંતરની દાબડી માંથી મળી આવે છે.
હું તારું વર્ણન કરવા માટે અશક્તિમાન છું
છતાય લખું છું…. મારી માટે ખુશી એટલે મોગરાનું વન અને કેસુડાંનો રંગ.
તું લહેરાતો સુખનો પાલવ ,તારી બે સંતોષી આંખો ,તારું બાળ સહજ તોફાની હાસ્ય ,
તારી ઓઢણીએ ઉલ્લાસી તારલાં ,તારા પગમાં સમયના મઘુરા પાયલ…. હવે શબ્દોની ખોટ વર્તાય છે.
તારો સ્નિગ્ધ સ્નેહ સદાય મારી ઉપર રાખજે ……..
તું તો અત્તરનું પૂમડું છો જ્યાં જાય છે ત્યાં સુખની સુગંધ ફેલાવે છે
તું મારી સાથે હસું તોજ હું બીજાને પણ સુખ આપી સકીશ ,
તારા વિના બીજા કોઈ વગર હું રીઝાઈશ નહિ
તારું અસ્તિત્વ સદાય મારી આજુબાજુ રાખજે …..
રેખા પટેલ (વિનોદિની)