RSS

એક નાનો પણ નાજુક છોડ હતો

15 Mar

એક નાનો પણ નાજુક છોડ હતો
એક નાની પણ નમણી વેલ હતી …..

બેવ જોડાજોડ ઉછરતા રહ્યા
એકબીજાને જોતા રહી વધતા રહ્યા
નાજુક છોડ મજબૂતાઈ પકડતો રહ્યો
ને લાગી વેલને જરૂર એક ટેકાની.

માની છોડને પોતાનો,હળવેથી વીંટળાઈ,
તેણે પણ લીધી બહુ પ્રેમથી આગોશમાં.
આ વિસ્તરતો છોડ કાંટાળો થોર હતો,
સાથ વધતી વેલી નમણી નાગરવેલ હતી.

વેલી છોડે છોડનો સાથ તો ભોયે પટકાય
જો જકડીને રાખે તો ફરતા કાંટા ભોકાય
કાંટા કરી વહાલા વેલી થોર ને વળગી રહી.
નાદાન હાથે કરી જીવન પર્યાત ઘવાતી રહી.

રેખા પટેલ ( વિનોદીની )
3/14/14

Advertisements
 
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: