RSS

મનના ખૂણે ઘરબાએલો અજ્ઞાત ભય….

12 Mar

હું અને તું નિયતિની નક્કી થયેલી એક પળે:

હું અને તું આટલા વર્ષોમાં આપણે ક્યારેય ઝગડ્યા નથી.

લોકો કહે છે પ્રેમ હોય ત્યાં ઝગડો હોયજ. પણ આપણે આ થીયરી ખોટી સાબિત કરી છે.

આપણી વચ્ચે વિશ્વાસનું એક રંગીન આકાશ હંમેશા ઝળુંબતું રહ્યું છે.

હું અને તું  સાથે મળીને મુશ્કેલીઓના નાના મોટા ઝાંખરા સાથે મળી હટાવ્યા છે અને પરસ્પરના સાથનો રોમાંચક આનંદ અનુભવ્યો છે.

સહજીવનમાં આપણે જીવનની સર્વોચ્ચ અનુભૂતિનો આસ્વાદ માણ્યો છે.

હું અને તું એકમેકનો હાથ ઝાલી જાણે કેટલાય ભવથી સાથે ચાલીયે છીએ અવિરત ,થાક વિના ઉલ્લાસ પૂર્વક ,એકબીજાના સાનિઘ્યથી સમૃઘ્ઘ.

છતાય એક અજ્ઞાત ભય હંમેશા કેમ ડરાવતો હશે ?જ્યારે એકમેક થી વિખુટા થઈશું ત્યારે એ એકલા પડી ગયેલા જીવનું શું ?

વિચાર માત્ર ડરાવી જાય છે ….

તારો સંપૂર્ણ પ્રેમ પામવા માટે તને સમપર્ણ અને પ્રેમથી સાવ પાંગળો બનાવી દીધો છે

હવે જતી વેળાએ જો હું એમ કહું કે મને પહેલી જાવા દે તો એ તારા પ્રત્યે મારો દ્રોહ કહેવાશે ,

અને જો હું તને પહેલો જવા દઈશ તો મારા પ્રેમ પ્રત્યે નો મારો દ્રોહ સાબિત થશે

આપણે બંને આપણી સંપૂર્ણ જવાબદારી પતાવી સાથેજ જઈ શકીએ ,

શું એ શક્ય નહી બને ?

જો આમ કરવા જાઉં છું તો હું મારી રોજની પ્રાર્થના નો દ્રોહ થશે …

ઓહ ! કેટલો કઠીન છે આ વિચાર માત્ર , તો જ્યારે આવી કોઈ કમનશીબ પણ સામે આવશે ત્યારે શું ?

મન સાથે શરીર પણ કંપે છે વિચાર માત્રથી ..

વિદાયની વેદના ,એકલતાનો ભય ,અને ત્યારબાદ વૃઘ્ઘાવાસ્થાનો પગરવ !!!

નિયતિના કાલ માં શું ધરબાએલું છે જો એ જાણી શકાતું હોત તો એ બાબત સુખી થવાની હોત કે દુઃખી થવાની ?

આ સમજવું અતિ મુંઝવણ ભર્યું છે.

આવનારા વિકટ સંજોગોને આપણે રોકી તો નથી સકવાના પણ બસ સમજણની નાવ માં બેસી તેને અનુકુળ થવાનો પ્રયત્ન જરૂર કરીશું.

જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ માયાના બંધનો વધુને વધુ મજબુત થતા જાય છે ,આ પણ તે ઉપરવાળાની કરામત માત્ર છે

જો સમય રહેતે પ્રભુમાં જીવ પરોવતા જઈયે તો કદાચ આ વેદના માંથી કઈક અંશે રાહત મળી સકશે

એક અજ્ઞાત ભય બધું પરિચિત છોડી શૂન્યમાં સરી જવાનો ભય ક્યારેક અંતરમનને બહુ ઊંડાણ થી ધ્રુજાવી મુકે છે.

” અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઇજા. ઊંડા અંઘારેથી પ્રભુ પરમ તેજે તું લઈજા  ”

રેખા પટેલ ( વિનોદીદની ) 3/1/14

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: