
મોટે ભાગે લગ્ન નિષ્ફળ નથી જતાં પરંતુ,લગ્ન કરીને જીવાતુ જિવન નિષ્ફળ હોય છે..
બે વ્યક્તિઓ વચ્ચેની સમજ નિષ્ફળ જાય છે.કારણકે લગ્નમાં માત્ર સ્ત્રી અને પુરુષનું શારીરિક ઐક્યથી અટકતી નથી તેમાં બે અલગ અલગ વિચારસરણી ઘરાવતા બે અલગ મનનું એક પણ થવું જરૂરી છે, સાચુ ઐકય માનસિક રીતે તમારૂ બંધન કેટલુ મજબૂત છે,એના પાયા પર ટકેલુ રહે છે… કારણ અહી બે અલગ વ્યક્તિઓનો વૈચારિક સંગમ પણ એટલો મહત્વનો બને છે..દરેકનું વ્યક્તિત્વ અને વૈચારિક દ્રષ્ટીકોણ અલગ અલગ હોય છે..અને મોટે એક બીજાથી સ્વતંત્ર હોય છે.આથી સ્વાભાવિક રીતે જ તેમનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ પણ અલગ હોય છે..
અહી બંને વ્યક્તિઓ વચ્ચે સમજણ સેતુ પરસ્પર કંઇ રીતે જોડી રાખે છે..એ મહત્વનુ છે…વ્યકિત્વ અને વૈચારિક દ્રષ્ટીકોણ ભલે અલગ હોય પણ એકબીજાના શોખ અને રૂચીને પરસ્પર જેટલુ પ્રાધાન્ય આપો એટલા જ એકબીજાને સારી રીતે સમજી શકીએ છીએ..આ પ્રકારના સમજણના પાયે ટકેલુ લગ્નજીવન સફળ થાય છે..
એક મારો દાખલો આપુ..વિનોદને વાંચવાનો શોખ ઓછો છે…પણ જ્યારે મારૂ લખેલું કાંઇ પણ હોય એ રસપૂર્વક વાંચે છે અને કહે છે કે,”તારૂ લખેલું છે એટલે મને વાંચવું ગમે છે.” અને યોગ્ય અભિપ્રાય પણ આપે છે
જીવનસાથી સાથે મજબૂતિથી જોડાવા માટે મનનુ એકત્વ હોવુ જરૂરી છે એટલી જ શારિરીક નિકટતા પણ જરૂરી છે..શારિરીક નિકટતા માત્ર બે શરીરનુ જોડાવુ હોવુ જરૂરી નથી..સ્પર્શ શકિતનુ પણ એટલુ જ મહત્વ છે..
લગ્નજીવન ને ટકાવી રાખવા માટેનો મુખ્ય આધારસ્તંભ છે પ્રેમ અને વિશ્વાસ..”પ્રેમ અને વિશ્વાસ.”લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે ઘણી સમજુતી કરવી પડે છે,પણ જ્યાં પ્રેમ અને વિશ્વાસ હોય…એના માટે માત્ર સમજુતી તો જ કોઇ પણ પ્રકારનુ બલિદાન હસતા મુખે આપતા આપણે અચ કાવુ ના જોઇએ.. મોટા ભાગે મનથી હતાશ થયેલો પુરુષ કે સ્ત્રી જ્યારે ભાગી પડે છે ત્યારે તે ઘર બહાર કે એમની આસપાસનાં વાતાવરણમાં અનુકુળતા પ્રમાણે યોગ્ય સાથીની શોઘમાં ભટકી જાય છે અને લગ્નજીવન વિખરાઈ જાય છે.
પ્રેમ અને વિશ્વાસ ફક્ત શારીરિક અને સંસારિક જવાબદારીઓ પુરતો સીમિત નાં રાખતા તેને માનસિક અને ભાવાત્મક સુધી જો લઇ જવામાં આવે તો,
“જે ઘરમાં નથી મળ્યું તે બહાર જઈને શોધવું” તે વૃત્તિમાં થી બચી જવાય છે..
સુખી લગ્નજીવનનું સૌથી નુકશાનકારક સત્ય છે લાગણીઓનાં જે રીતે થવા જોઇએ એવા પરસ્પર આદાનપ્રદાનનો અભાવ..કેટલીક જગ્યાએ મનમાં લાગણી કે પ્રેમ હોય તે છતાય કોઇ એક સાથી દર્શાવવામાં કંજુસાઈ કરે છે..અથવા એ જાતે વિચારી લે છે કે પ્રેમનું પ્રદર્શન શા માટે કરવું જોઇએ..?મારૂ માનવુ છે કે આ પ્રકારની કંજુસાય ના કરવી જોઇએ…એના માટે સાવ સહેલા રસ્તા છે…દિવસમા ધણી વખત આપણા સાથી સાથે પ્રત્યક્ષ અથવા ફોનમા વાત કરતા હોય ત્યારે ક્યારેક વાત પૂરી થતા,આઇ લવ યુ” કે એને ગમતુ કંઇ કહેવાનો આગ્રહ રાખો..થોડી હળવી મજાક જ્યારે પણ સાથે હો ત્યારે કરતા રહેવી જોઇએ…
“રોમાન્સ વિથ રમૂજ” આ નૂસ્ખો હમેશા ફાયદાકારકને અકસિર રહે છે, આ એક તાજગી ઉમેરતી પ્રકિયા છે “…
સંબંધોને સારી રીતે જીવવા હોય તો તેને સ્નેહની સાથે સમજણથી પણ સીંચવા પડે
જેમ પાણી વગર ગમે તેવું વટ વૃક્ષ પણ સુકું થડિયું બની જાય છે..એ જ રીતે સ્નેહના સિંચન સમજણમાં કાયમી નહી થતુ હોય તો લગ્નજીવન પણ રસ કસ વિનાનું નીરસ બની જાય છે….
તો આવા વખતે,”લાગણીનો મીઠો ઝરો ધીમે ધીમે સુકાતો જાય છે અને અંતરમાં અંતર વધતું જાય છે.” દિવસે દિવસે બંને વચ્ચે વધતી જતી દૂરતા કોઈ ત્રીજાને વચમાં આવવાની જગ્યા કરી આપે છે। બસ ત્યાર બાદ શરુ થાય છે પ્રથમ ભાર અને બહાર વચ્ચે તુલના ………..
દુર થી તો ડુંગર બધાજ રૂપાળા લાગે.શરૂઆતમાં મૌન,પછી અણગમો,કંકાસ અને છેવટ વ્યવહારુ ઔપચારિક્તા જાળવી રાખવા બંને એક જ છત નીચે રહેવા છતાં,બે વ્યકિત વચ્ચે એક અદ્રશ્ય દીવાલ સર્જાતી જાય છે છેવટ વાત વધીને ક્યારેક છૂટાછેડા સુધી પહોચી જાય છે..
“જ્યારે સ્નેહથી બોલાયેલા બે શબ્દો તમારા સાથીદાર માટે ચહેરાના સ્મિતને કાયમી ખીલતુ રાખશે “…….
બહાર જરૂરીયાત માટે શોધેલા પ્રેમમાં તે બંને બહારના પાત્રો પોત પોતાના સારા ગુણ બતાવે છે..અંદરના સ્વભાવ દોષ અને સચ્ચાઈઓને હમેશાં છુપાવી રાખે છે. સામે વાળાના સ્વભાવને તે બિલકુલ અનુરૂપ હોય એવો જ વાણી વ્યવહાર દર્શાવે છે..આજ કારણે તે સાથી મિત્ર સુષુપ્ત મનમાં દબાએલી કેટલીક આશાઓને એકબીજા કેટલી હદે સંતુષ્ટ કરી શકે છે.. જેથી કરીને તે બહારનું પાત્ર પોતાના ખરા પાત્ર કરતા અનેક ગણું ચડીયાતું લાગે છે,પણ હકીકતમાં આ બધું દેખાય તેટલું સાચું નથી હોતું…
“સંબધોનાં દ્રષ્ટીકોણ કેળવતા આવડે તો આ બધી સમસ્યાથી દૂર રહી શકો છો.”
આજકાલ મોટાભાગના યુગલોમાં એક સામાન્ય ફરિયાદ રહેતી હોય છે કે લગ્નજીવન પછી એકઘારી જીવન શૈલીથી એમના સંબંધમાં નિરસતા આવી ગઈ છે..
પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં વધી રહેલા આવા તણાવનું કારણ મુખ્ય કારણ છે સમયનો અભાવ,પરસ્પર થતી રોજીંદા વાતચીત અને ખપ પુરતો થતો વિચાર વિનિમય.. આ પ્રકારની પરિસ્થિતિ સબંઘોને શિથિલ બનાવી દે છે અને આ પરિસ્થિતિમાં જીવવાનુ નિરસ લાગે છે.. આવી પરિસ્થિતિ ઉતપન્ન ના થાય માટે એકબીજા સાથે મિત્રતા ભરી મોજમસ્તી કે હસી-મજાક કે નાનીનાની છેડછાડ દ્વારા જીવનમાં ઘણું બદલાવી શકાય છે…. ક્યારેક રમુજ ભરેલી વાતો કે કોઈ હળવી મજાક કરીને વાતાવરણ હળવું બનાવી શકાય છે.
“ક્યારેક પતિ પ્રેમી બની કે પત્ની પ્રેમિકાનો રોલ અદા કરીને પરસ્પર ખૂટતી લાગણીઓ ભરી દે તો લગ્નેત્તર સબંધોના સકંજામાંથી આસાનીથી મુક્ત રહી શકે છે “..
આપણે કહેતા હોઈએ છીએ કે ફલાણો પુરુષ સ્ત્રીઓ સાથે ફલર્ટ કરે છે કે ,ફલાણી સ્ત્રી બધાની સાથે લળી લળી વાતો કરે છે..
પરંતુ મારું એવું માનવું છે કે ….”જો કોઈ ભરપેટ ઘરાએલો માણસ સામે ગમે તેટલી સારી ખાવાની વસ્તુ જુવે તો પણ તેને ખાવા માટે તે લાલશા નહિ રાખે,કારણ તે અત્યારે તૃપ્ત છે ”
બસ આ જ થીયેરી મોટેભાગે સાચી પડે છે કે જો પત્ની પતિને ઘરમાં જ બધો પ્રેમ આપે અને તેને બરાબર સમજે તો તેને બહાર ક્યારેય ફલર્ટ કરવાની વૃત્તિ થતી નથી પછી ભલે ને તે સ્ત્રીઓ થી ઘેરાએલો રહેતો હોય !!! સિવાય અમુક વ્યકિતનો સ્વભાવગત અપવાદ
મોટે ભાગે સ્ત્રી અને પુરુષ બંને જાણતા હોય છે કે હળવી રમુજ કે મસ્તી મજાક અને ફર્લટીંગ વચ્ચેનો ભેદ શુ છે..
બરાબર આ જ થીયેરી પત્નીને પણ લાગુ પડે છે.આજના આધુનિક યુગમાં હવે સ્ત્રીઓ પણ બાહ્ય ક્ષેત્રમાં આગળ આવવા લાગી છે ત્યારે તેને અવારનવાર અલગ અલગ કામ કે જોબને કારણે ઘણા પુરુષોના સંપર્કમાં આવવાનુ થતુ હોય છે..આવા સમયે પોતાના જાતીય જીવનમાં સુખી સ્ત્રી ક્યારેય પરપુરુષને એક મિત્રથી આગળ વધવા દેતી નથી..
એક નાની પણ મહત્વની વાત કહેવાં માંગુ છુ..ફેસબુકના કારણે અજાણ્યા સ્ત્રી પુરુષો વચ્ચે પણ મિત્રતા થવા લાગી છે। .. ત્યારે હમેંશાં એક વાત યાદ રાખવા જેવી છે કે તમારા નજીકના સોશ્યલ ઈન્ટરનેટ મિત્રો અને સ્કુલ કોલેજના સમયના સહઅધ્યાયીઓ સાથે પણ તમારા લાઈફ પાર્ટનર સાથે પણ મૈત્રી અચૂક કરાવો જેથી પરસ્પર વિસ્વાસ જળવાઈ રહે છે ,
“આનો એક મોટો લાભ એ બને છે કે એકજ મિત્ર વર્તુળ હોવાના કારણે તમારા જીવન સાથીને તમે એક મિત્ર તરીકે પણ પામી શકો છો ” ………..
ક્યારેક ખોટી વધારે પડતી શંકા પણ લગ્નજીવનમાં મુશ્કેલી ઉભી કરે છે અને સતસ શંકાશીક સ્વભાવના કારણે કદી ના કરવા વિચાર્યો હોય એવો ગુનો કરવા મનને પ્રેરિત કરે છે.. અને આવા પ્રતિકુળ સંજોગામા વખતે સાચા મનનો માનવી પણ બુરી સંગતે ચડી જાય છે, જ્યાં સુધી જાતે વાતના મુળને ના જાણીએ ત્યાં સુધી ખોટી અફવાઓ ઉપર કદી વિશ્વાસ ના કરવો જોઈએ..કાચાકાનની અને શંકાશીક વ્યકિતના કારણે ઘણા લગ્નજીવન કારણવિના આડે પાટે ચડી ગયાના દાખલાઓ આપણે અખબારોમાં વાંચવા મળે છે..
યાદ राखो તમારો સંસાર છે એ કોઈ કોર્ટ નથી કે બિનજરૂરી દલીલો કરી એક બીજાને નીચા પુરવાર કરવા પડે..પોતાની વાતની સચ્ચાઈ સાબિત કરવા માટે દોષારોપણ કરવાથી સંબંધોમાં કડવાશથી ભરાઈ જાય છે..તો આવી વાતના પરિણામને સમય ઉપર છોડી દેવાથી તે સહેલાથી સંકેલાઈ જાય છે…અને સચ્ચાઇની વહેલી મોડી જીત પાકી હોય છે.
એક નાની પણ મહત્વની વાત કહેવા માંગુ છુ..આધુનિક યુગ હોવાથી ઇલેકટ્રોનિકસ ગેજેટનો મોટાપાયે ઉપયોગ કરતા થયા છીએ..મોબાઇલથી લઇને અન્ય ઉપકરણૉમાં આપણે રચ્યાપચ્યા છીએ…જ્યારે આપણા પાર્ટનર ઘરમા આવે ત્યારે આવે ત્યારે હમેશાં આવા ઉપકરણથી એ સમય દૂર રહેવુ જોઇએ…અને બને એટલો સમય એની સાથે વિતાવવો જોઇએ..
‘કભી કિસીકો મુક્કમલ જહાં નહીં મિલતા,
કહીં જમીં તો કહીં આસમાં નહીં મિલતા’
બસ પોતાની અને ગમતી વ્યક્તિ સાથે થોડું એડજસ્ટમેન્ટ કરવામાં આવે તો લગ્નજીવન ખરેખર જીવનમાં માધુર્ય છલકાવી દે છે કારણ કે જીવનમાં પતિ-પત્નીથી સારા અને અંગત મિત્રો બીજા કોઈ નથી હોતા ….
મારા પતિ હંમેશા કહે છે એમ,”જો તું સાથે હોય તો હું જંગલમાં પણ એકલો રહી શકું છું ” 🙂
રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર(યુએસએ) 2/3/14