ગોરી,તારૂ વાસંતી રૂપ બારેમાસ ભભકા વસંતના ભરાવે છે
ઘેરદાર ઘાઘરો ને ફૂલડાની ભાત ડાયરા વસંતના ભરાવે છે
ગોરી,તારા રૂપની સુંગંધને પામવા ફુલો સહુ ટોળે વળે છે ,
તારા નશીલા નયનનાં કેફ મને ચટકા વસંતનાં ભરાવે છે
ગોરી, શિતળ છાયડાની તારી મોધી મિરાત દીલમા ભરી છે
ગુલમહોરી સપનાનો લાલ રંગ મને ઝાટકા વસંતના ભરાવે છે
ગોરી,ઝીણાં મખમલમાં વીટીને હૈયું મારું તારે ચરણે ઘર્યું છે
ટેરવાના હળવા સ્પર્શ મુજ ને આચકાં વસંતનાં ભરાવે છે
ગોરી,એક મૌસમ જેમ મલકતો જાય સ્નેહ આપણો જગમા
ગૉરી,તારી પ્રિતઘેલી ઉર્મિઓ જોને ડાયરા વંસંતના ભરાવે છે
ગોરી,કાગળ ભરીને બહુ લખ્યું,હવે કલમથી આગળ વધીએ
વિચારુ તને,તહી જોને દિલમા ફૂલો ઢગલા વસંતના ભરાવે છે
ગોરી,સુલુણી સાંજના સથવારે સાથ તારો બનીને ચાલવું છે
સાજનના હાથમાં હાથ મુકીજો તહીં પગલા વસંતના ભરાવે છે
-રેખા પટેલ(વિનોદિની)