RSS

હ્રદય રેસાઓનુ મજબૂત રીતે અચાનક

24 Feb

એ શુ છે??
હ્રદય રેસાઓનુ મજબૂત રીતે અચાનક
કોઇના સ્નેહના તાંતણે ગુથાંઇ જવુ એ શુ છે?

કોઈની અધધ નિસ્ચ્છલ લાગણીઓ સામે
પથ્થર જેવા મજબુત મનનું પીગળી જવું એ શું છે ?

મેરુ જેવા અડગ મનનું મીઠાં સરોવર જેવા
માણસ મન આગળ ઝુકી જવું એ શું છે?

મુક્ત પંખી જેવું મન કોઈ પણ બંધન
કોઇ પણ જાળ વિના બંધાઈ જવુ એ શું છે ?

રણના રસ્તાની કાળજાળ સફરમાં અચાનક
લીલુછમ વિસામા જેવું મળી જવુ એ શુ છે?

એક લાગણીનું ગીત ભાષા વગર ગાવાનું
કોઇનુ કોઇને અચાનક ગમી જવુ એ શુ છે?
-રેખા પટેલ( વિનોદીની)

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: