RSS

શાને તુ કાગળ પર મને ચીતરે છે?

23 Feb

શાને તુ કાગળ પર મને ચીતરે છે?
એ તો છે ફક્ત બે ચાર પંકિતઓની વાત.
હોય જો હિંમત તું મારા મનને ચીતર,
મારા મનને ચીતરવુ હોય તો રહેવુ પડશે
મારી ભીતર…

શાને તારી લાગણી કાગળ પર નિતરે છે?
એ તો છે થોડા શબ્દો ને ભાવની વાત.
હોય જો હિંમત તો મારા તુ પ્રેમમા નિખર
મારા પ્રેમમાં નિખરવુ હોય તો બનવુ પડશે
મારા દિલનુ શીખર

શાને તારા વિરહને કાગળ પર રડાવે છે?
એ તો છે ઝાકળ જેવી ભીનાશની વાત
હોય જો હિંમત તુ મારી આંખમા ઉતર
મારી જેમ વિરહને ખમવો હોય તો થવુ પડશે
અંદરથી તીતર બિતર

શાને તુ માંગણીને શબ્દોના તીરે ચડાવે છે
એ તો છે આભાસી ઝંખનાઓની બળતી વાત
મારી જેમ કાંઇ આપવુ હોય તો કરવી પડશે
ખુદથી વધુ મારી ફિકર
-રેખા પટેલ(વિનોદીની)

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: