વહેચ્યા ગુલાબો અમે સઘળા છાબ ભરીને ચોતરફ.
તોયે ક્યાંક પહોચ્યા કાંટા સજોડે..
લ્યો બોલો હું શું કરું?
ભરતા રહ્યા શબ્દોમા શણગાર અમે સમજણની સાખે
તહી થયો અર્થ ચૂક જાણે અજાણે…
લ્યો બોલો હું શું કરું?
ગણાવ્યા બુદ્ધિના દાખલાં આંગળી વેઢે જીવનભર.
રહી ગણત્રીમાં ફકત શુન્યની ભૂલ…
લ્યો બોલો હું શું કરું?
થાળીમાં અમે દેખાડ્યો ચાંદ ચોરી ચાંદનીની નજરતળે
પાણીને અડક્યો હાથ તો ખોવાયો ચાંદ…
લ્યો બોલો હું શું કરું?
છુપાવ્યો એક વાસંતી ચહેરો દિલમા દંતકથાની જેમ
જઈ વિચારોમાં ઉપરવટ તે વર્તયો…
લ્યો બોલો હું શું કરું?
બહુ છલકાવ્યો દરિયો જુવો યાદોના મૃગજળ વળે
આવ્યો વચમાં ઓછાયો વાદળીનો …
લ્યો બોલો હું શું કરું?
પ્રેમની કલ્પનાને હકીકત સમજી ચીતરી બહુ ચોપડે.
થયો એક દિવસ નક્કર અહેસાસ …
લ્યો બોલો હું શુ કરું?
-રેખા પટેલ(વિનોદીની)
2/19/14